Surat: ઓનલાઈન વસ્તુ વેચનારા માટે આંખ ઉઘાડતો કિસ્સોઃ OLX પર મૂકેલો આઈફોન ખરીદવા આવેલો શખસ મોબાઈલ લઈ રફુચક્કર

સુરતમાં ઓનલાઈન આઈફોન ખરીદવા આવેલો શખસ ડોક્ટરના પુત્રને પેટમાં મુક્કો માટી મોબાઈલ લઈ ફરાર થઈ ગયો હતો, આરોપીએ આ પહેલાં પણ આ જ ટેકનિકથી અન્ય એક આઈફોન પડાવી લીધો હતો, પોલીસે ગુનો નોંધી આરોપી અમિત ઓલપાડવાલાને ઝડપી પાડયો હતો

Surat: ઓનલાઈન વસ્તુ વેચનારા માટે આંખ ઉઘાડતો કિસ્સોઃ OLX પર મૂકેલો આઈફોન ખરીદવા આવેલો શખસ મોબાઈલ લઈ રફુચક્કર
Symbolic image
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 08, 2022 | 4:06 PM

ડોક્ટરના જમાઈએ ફોન વેચવા મૂક્યો હતો, પોલીસે આરોપીને ઝડપી લીધો

સુરતના રાંદેરના હેતલનગર સોસાયટીમાં રહેતા તબીબ તેજસકુમાર પટેલના જમાઈ વિહાર પટેલએ 18 જાન્યુઆરીએ પોતાને આઈફોન OLX પર વેચવા મુકયો હતો. એક શખ્સે વિહારને ફોન કરી ફોન ખરીદી કરવા જણાવ્યું હતુ. જેથી વિહારે આ મોબાઈલ ફોન સુરત હોવાનું જણાવી તેના તબીબ માસાજીનો સંપર્ક કરવા કહ્યું હતુ.

ત્યારબાદ ખરીદનારો 21મી જાન્યુઆરીએ તબીબને ફોન કરી પોતાની અંકિત પટેલ તરીકે ઓળખ આપી ઓએલએકસ પરના આઈફોનની ખરીદી કરવાનું જણાવ્યું હતુ. ફોનની ખરીદી માટે રૂપિયા આપવા કહ્યું હતુ. જેથી તબીબે તેના જમાઈના બેંક એકાઉન્ટની માહીતી આપી હતી.

22મી જાન્યુઆરીએ ફરી અંકિતે તબીબના ધર પાસે આવી ફોન કરી આઈફોન આપવાની વાત કરી હતી. જેથી તબીબ ઘરે ન હોવાથી તેના પુત્ર યજ્ઞ પાસેથી ફોન લઈ લેવા જણાવ્યું હતુ. અંકિતે આઈફોન લઈ પૈસા આપવાનું કહી યજ્ઞને અડાજણ ગૌરવપથ રોડ પર એકાંત જગ્યા પર લઈ ગયો હતો જયાં અંકિતે આઈફોન લઈ ઉભેલા યજ્ઞને પેટમાં મુક્કો મારી આઈફોન લઈ રફુચકકર થઈ ગયો હતો. તબીબે અડાજણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા અડાજણ પોલીસે ગુનો નોંધી આરોપી અમિત બિપીન ઓલપાડવાલાને ઝડપી પાડયો હતો.

વરુણ ધવને ગુજરાતી થાળી જમીને કહ્યું મજા આવી ગઈ, જુઓ ફોટો
જાણો તમારું આજનું રાશિફળ તારીખ : 20 ડિસેમ્બર, 2024
ગોવિંદાની દીકરી ફિલ્મોમાં કરી ચુકી છે ડેબ્યુ, જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ઘરે બેઠા ઓનલાઈન PPF એકાઉન્ટ કેવી રીતે ખોલવું, આ છે રીત
સારા તેંડુલકર અને મનુ ભાકરમાંથી કોણ વધુ અમીર છે?
વીજળીના મીટરમાં ઝબકતી લાઇટનો અર્થ શું છે, મોટાભાગના લોકો નથી જાણતા જવાબ

પોલીસ દ્વરા મળેલી જાણકારી પ્રમાણે રાંદેર રોડ સ્થિત નવયુગ કોલેજ નજીક હેતલ નગર સોસાયટીમાં રહેતા ડો. તેજસ જગદીશચંદ્ર પટેલના પારિવારીક જમાઇ વિહાર પટેલે ઓએલએક્સ પર આઇ ફોન વેચવા મુકયો હતો. આ ફોન રૂ. 82 હજારમાં ખરીદવાનું કહી અંકિત પટેલ નામની વ્યક્તિએ કોલ કર્યો હતો.

અંકિતે પોતે તેલનો વેપારી છે અને દાંડી ગામમાં રહે છે, ફોન ખરીદવો છે અને પેમેન્ટ એનઇએફટીથી ટ્રાન્સફર કરશે એમ કહી ડો. તેજશના ઘરે ફોન લેવા ગયો હતો. જયાંથી ડોક્ટરના પુત્ર યજ્ઞ (ને પેમેન્ટ આપવાના બહાને સ્કૂટર પર બેસાડી પાલ ગૌરવ પથ પર એકાંત સ્થળે લઇ જઇ પેટમાં જોરથી મુક્કો મારી મોબાઇલ ફોનવાળું બોક્સ ઝુંટવી મોપેડ પર ભાગી ગયો હતો.

આ જ ટેકનિકથી અગાઉ પણ એક આઈફોન ઝુંટવ્યો હતો

પોલીસ પાસેથી જાણકારી મળી હતી કે આ આરોપીએ ઇચ્છાપોરના રહેવાસી સાથે પણ આજ ટેકનિકથી અઈફોન પડાવી લીધો હતો. ઇચ્છાપોર ખાતે કાર્ટીંગનું કામ કરતા રૂત્વીક કમલેશ પ્રજાપતિના બનેવી ઉમેશ પ્રજાપતિએ ઓએલએક્સ પર વેચવા મુકેલો ફોન રૂ. 85 હજારમાં ખરીદવાની તૈયારી બતાવી તેમને પણ મળવા માટે પાલ ગૌરવ પથ પર મોનાર્ક કોમ્પ્લેક્ષ પાસે બોલાવ્યા હતા. જયાંથી ઉમેશની મોપેડ પર ચાલો ઘરેથી પેમેન્ટ આપું એમ કહી અડાજણ ગેલેક્ષી સર્કલ ખાતે લઇ ગયો હતો.જયાં ઉમેશ મોપેડની ચાવી કાઢી રહ્યો હતો ત્યારે ભેજાબાજ મોબાઇલ ફોન વાળું બોક્સ ઝુંટવીને નજીકની દિવાલ કૂદીને ભાગી ગયો હતો.

આ ઘટનામાં પીએસઆઇ જીતેન્દ્ર વી. પટેલને મળેલી બાતમીના આધારે ભેજાબાજ અમીત બિપીન ઓલપાડવાલાને ઝડપી પાડયો હતો. ઓનલાઇન શેમ્પુ અને સાબુનો ધંધો કરતા અમીતને 10થી 12 લાખનું દેવું થઇ જતા મોબાઇલ લૂંટવાનું શરૂ કર્યાની કબૂલાત કરી છે.

આ પણ વાંચોઃ બહુચરાજીના શંખલપુરમાં 9મા પાટોત્સવની ઉજવણીઃ આનંદનો ગરબો, નવચંડી, અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

આ પણ વાંચોઃ Surat: RTO કચેરીમાં એજન્ટોની દાદાગીરી, એક એજન્ટે ARTOની ચેમ્બરમાં જઈ અધિકારીનો કોલર પકડી લીધો

g clip-path="url(#clip0_868_265)">