
સુરત જિલ્લામાં બહુચર્ચિત શાળા ધર્માંતરણ મામલે હવે પોલીસ સાથે-સાથે જિલ્લા શિક્ષણ વિભાગે પણ સત્તાવાર તપાસ શરૂ કરી છે. શાળામાં કેટલાક શિક્ષકો દ્વારા કરવામાં આવતી ધર્માંતરણ પ્રવૃત્તિમાં અન્ય લોકોની સંડોવણી હોવાની શંકાના આધારે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટના ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની પણ રચના કરવામાં આવી છે.
સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને સાથે સાથે ખ્રિસ્તી પાસ્ટર તરીકે કામ કરતાં એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ હવે શિક્ષકને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા પણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવશે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ અન્ય શિક્ષક પણ ધર્માંતરણ પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું બહાર આવશે, તો તેની સામે કાયદેસર અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરતના માંડવી વિસ્તારમાં ધર્માંતરણ કેસમાં પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીઓ ‘ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ’ના નામે ધર્મપરિવર્તનની પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અને શિક્ષણ વિભાગ બંને તરફથી તપાસ સતત આગળ વધી રહી છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યના આટલા PI ને DySP તરીકે અપાશે પ્રમોશન, જુઓ Video