Surat : ફાયર વિભાગની લાલ આંખ, ફાયર સેફટી વગરની મિલ્કતો કરવામાં આવી સીલ
Surat : ગુજરાત હાઈકોર્ટેએ મહાનગરોમાં ફાયર સેફટી મુદ્દે (Fire Safety) હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં લાલ આંખ કરી હતી. ફાયર સેફટીમાં બેદરકારી દાખવનાર મિલ્કતો સીલ કરી ફાયર વિભાગે સપાટો બોલાવી દીધો છે.
Surat : ગુજરાત હાઈકોર્ટેએ મહાનગરોમાં ફાયર સેફટી મુદ્દે (Fire Safety)હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં લાલ આંખ કરી હતી. ફાયર સેફટીમાં બેદરકારી દાખવનાર મિલ્કતો સીલ કરી ફાયર વિભાગે સપાટો બોલાવી દીધો છે.
ફાયર વિભાગ દ્વારા અપૂરતી ફાયર સુવિધાને કારણે સિલિંગ કાર્યવાહી યથાવત છે. સુરત ફાયર વિભાગ દ્વારા 7 હોસ્પિટલો,1 ટેક્ષ્સટાઈલ માર્કેટ, 1 હોટલ સીલ કરવામાં આવી છે. આ સાથે જ ટેક્ષ્સટાઈલ માર્કેટમાં 197 દુકાનો સીલ કરવામાં આવી છે. અનેક નોટિસો છતાં ફાયર સુવિધા હાથ ના ધરાતા કાર્યવાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ફાયર સેફટી (Fire Safety) મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) ચાલી રહેલી સુનાવણીમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી. આ સાથે જ કહ્યું છે કે, રહેણાંક વિસ્તારમાં હોસ્પીટલ હોય અને ત્યાં ફાયર સેફટીનાં નિયમોનું પાલન ન થતુ હોય તો આવા કેસોમાં કાર્યવાહી કેમ યોગ્ય રીતે થતી નથી.
આ સાથે જ ગુજરાત હાઇકોર્ટ ગુજરાત સરકારને જણાવ્યું હતું કે, કેટલાંક નિયમો છે જેનું પાલન થવુ જરૂરી છે જે મામલે સરકાર અને કોર્પોરેશન તરફથી સોગંદનામામાં ઉલ્લેખ કરાયો હતો. રહેણાંક વિસ્તારમાં હોસ્પીટલ હોય તો ત્યાં ફાયરનાં નિયમોનું પાલન થવુ જરૂરી છે.