Surat : દક્ષિણ ગુજરાતની પ્રથમ Open Jail માટે ઓલપાડના સોંદલાખારાની જમીન પર પસંદગી, કેદીઓ ખેતી પણ કરી શકશે

|

Jan 22, 2022 | 9:30 AM

સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકના જણાવ્યા પ્રમાણે સોંદલાખારાના બે બ્લોક નંબરની 50 હેક્ટર જમીન ઓપન જેલ માટે ફાળવવા મુદ્દે દરખાસ્ત તૈયાર કરી ગાંધીનગર મોકલાવી આપી છે. ત્યાંથી નિર્ણય લેવાયા બાદ આગળની કાર્યવાહી કરાશે.

Surat : દક્ષિણ ગુજરાતની પ્રથમ Open Jail માટે ઓલપાડના સોંદલાખારાની જમીન પર પસંદગી, કેદીઓ ખેતી પણ કરી શકશે
Prisoners will also be able to cultivate on Sondlakhara land in Olpad for South Gujarat's first Open Jail(File Image )

Follow us on

સુરતમાં પાકા કામના કેદીઓની(Prisoners )  સ્કિલ ડેવલપ કરવા સાથે પુનર્વસન માટે ઓપન જેલ(Open Jail ) બનાવવા માટે જેલ સત્તાવાળાઓએ ઓલપાડના(Olpad ) સોંદલાખારાની 50 હેક્ટર જમીન પર પસંદગી ઉતારી છે. સોંદરાખારાની બ્લોક નંબર 5791 અને 552 વાળી જમીનની ફાળવણી માટે જિલ્લા કલેક્ટર આયુષ ઓકે(Surat District Collector ) સરકારમાં દરખાસ્ત મોકલાવી છે.

લાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા પાકા કામના કેદીઓ પશુપાલન, ખેતી, ડાયમંડ પોલિશિંગ, ટેક્સ્ટાઇલ અને એમ્બ્રોઇડરી વર્ક જેવી કામગીરી થકી સ્કિલ ડેવલપ કરી શકે તે માટે ઓપન જેલ બનાવવા કવાયત હાથ ધરાઈ છે. પાકા કામના કેદીઓમાં વધુ ને વધુ સ્કિલ ડેવલપ થાય તેમજ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાખોરીની દુનિયામાં પગ નહીં મૂકે, જેલની અંદર જ રોજગારીનું માધ્યમ ઊભું કરી પુનર્વસન કરી શકાય તે હેતુથી સરકારે ઓપન જેલનો કન્સેપ્ટ અમલી બનાવ્યો છે.

હાલ રાજ્યમાં વડોદરા અને રાજકોટમાં ઓપન જેલ કાર્યરત છે. લાજપોર તરફ ખુલ્લી જગ્યા ન હોવાથી ઓલપાડના સોંદલાખારા તરફ આવેલી જગ્યા જેલસત્તાવાળાઓને બતાવવામાં આવી હતી. સોંદલાખારાના બ્લોક નંબર 5791 અને 552 વાળી 50 હેક્ટર જમીન પર પસંદગી ઉતારવામાં આવી હતી. જમીન પસંદ પડતાં જિલ્લા કલેક્ટરે જમીન ફાળવવા માટે સરકારમાં દરખાસ્ત મોકલાવી છે. હવે સરકાર ફી લીલીઝંડી મળ્યા બાદ જમીન સાંપવાની કામગીરી હાથ ધરાશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પાકા કામના કેદી જેલમાં ખેતી પણ કરી શકશે
લાજપોર જેલ હાલ 4760 કેદી છે , જેમાંથી 640 પાકા કામના કેદીઓ છે. પાકા કામના મોટાભાગના કેદીઓ ડાયમંડની વિભિન્ન પ્રકારની કામગીરી અને કેટલાક ટેક્સ્ટાઇલ વર્ક સાથે પણ સંકળાયેલા છે. ઓપન જેલમાં ડાયમંડ પોલિશિંગ , ટેક્સ્ટાઇલ જ્યારે મહિલાઓ માટે એમ્બ્રોઇડરી વર્ક અંગેની રોજગારી ઊભી કરવા પ્રાથમિકતા અપાશે. કેદીઓ જેલમાં ખેતી પણ કરી શકશે.

દરખાસ્ત તૈયાર કરી ગાંધીનગર મોકલાવી દીધી છે : સુરત જિલ્લા કલેકટર 
સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકના જણાવ્યા પ્રમાણે સોંદલાખારાના બે બ્લોક નંબરની 50 હેક્ટર જમીન ઓપન જેલ માટે ફાળવવા મુદ્દે દરખાસ્ત તૈયાર કરી ગાંધીનગર મોકલાવી આપી છે. ત્યાંથી નિર્ણય લેવાયા બાદ આગળની કાર્યવાહી કરાશે.

ભારતમાં કુલ 63 ઓપન જેલ છે અને રાજસ્થાનમાં ઓપન જેલની મહત્તમ સંખ્યા 29 છે. જેલોને જેલ અધિનિયમ 1900 દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે અને દરેક રાજ્ય જેલો અંગે તેમની માર્ગદર્શિકા અને નિયમોનું પાલન કરે છે. ભારતના દરેક રાજ્યનો પોતાનો જેલ કાયદો છે જેમ કે રાજસ્થાન કેદીઓ માટે નિયમ 1979. ખુલ્લી જેલની વિચારણા લાવવામાં આવી હતી, જેથી કેદીઓ કે જેઓનું વર્તન સારું હોય તેઓ સમાજ તેમને સ્વીકારશે નહીં તેવા ભય વિના સમાજમાં આત્મસાત થઈ શકે.

ઉપરાંત, તે કેદીઓને તેમના પરિવારના સભ્યો સાથે મળવાની અને સામાજીકીકરણની પ્રક્રિયામાં રહેવાની તક આપે છે. તે બંધ જેલમાં ભીડને પણ ઘટાડે છે. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે બંધ જેલોમાં કેદીઓને રહેવાની સારી સ્થિતિ પૂરી પાડવામાં આવતી નથી અને તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે.

ઓપન જેલ તેમને વધુ સારી સ્થિતિમાં રહેવાની તક આપે છે અને ત્યાં કોઈ અથવા લઘુત્તમ સુરક્ષા નથી જે ખરાબ વર્તનની શક્યતાઓને ઘટાડે છે અને તેમને સન્માન સાથે જીવવામાં મદદ કરે છે. થોડા સમય પહેલા જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લાજપોર જેલની મુલાકાત દરમ્યાન દક્ષિણ ગુજરાતની પ્રથમ ઓપન જેલ બનાવવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :

સુરતનું ગૌરવ: સિવિલ હોસ્પિટલની સરકારી નર્સીંગ કોલેજના 6 વિદ્યાર્થીઓની AIIMSમાં પસંદગી

Corona Effect: સુરતમાં કાપડ ઉત્પાદન પર કોરોના લહેરની અસર, ગ્રેનો ઉપાડ 30 ટકા ઘટી ગયો

Next Article