Surat : ટેક્સ્ટાઇલ-ડાયમંડમાં ઉત્પાદકતા વધારવા યંગ જનરેશનને ટ્રેનિંગ આપવાની તૈયારી

|

Feb 14, 2022 | 7:42 AM

સુરતના કાપડ ઉદ્યોગ માટે વૈશ્વિક બજાર હજુ ખુલ્યુ છે.આ નવા માર્કેટમાં સ્થાન મેળવવા કંઈક નવીન ઉત્પાદન કરવાની આવશ્યકતાં ઉભી થઈ છે . નવી પેઢી થકી માર્કેટ કેપ્ચર કરી શકાય તે માટે કવાયત હાથ ધરાઈ છે .

Surat : ટેક્સ્ટાઇલ-ડાયમંડમાં ઉત્પાદકતા વધારવા યંગ જનરેશનને ટ્રેનિંગ આપવાની તૈયારી
Preparing to train young generation to increase productivity in textile-diamond(Symbolic Image )

Follow us on

ઉદ્યોગ(Industry )  ક્ષેત્રમાં ઉત્પાદકતાં અને ક્વોલિટી વધારવાના ઉદ્દેશથી નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા નેશનલ પ્રોડક્ટિવિટીને પ્રોત્સાહન આપવામાં આવે છે . ત્યારે શહેરના(Surat )  સૌથી જુના અને પાયાના ઉદ્યોગોમાં યંગ જનરેશનનું યોગદાન વધે અને તેના કારણે ઉત્પાદકતામાં(Productivity ) પણ વધારો થાય તે માટે ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે .

ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ( SGCCI ) ની ગ્લોબ્લ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિચર્સ સેન્ટર ( GFRRC ) દ્વારા વિવિધ તાલીમ વર્ગો શરુ કરવામાં આવ્યા છે . સુરતમાં તૈયાર થતું પોલિએસ્ટર ફેબ્રિક્સ મુખ્યત્વે દેશની 65 ટકા માંગની સાથે ટેકનિકલ ટેક્સટાઈલ , હાઈ ફેશન , મેડિકલ ટેક્સટાઈલ સેક્ટરમાં પણ ઉપયોગમાં આવી રહ્યું છે . કોવિડની ઉત્પતિ બાદ સુરતના કાપડ ઉદ્યોગ માટે એન્ટીમાઈક્રોબલ ફેબ્રિકનું નવું માર્કેટ ખુલ્યું છે .

ત્યારે દેશ અને દુનિયાની ટેક્સટાઈલ ક્ષેત્ર પાસેથી થઈ રહેલી અવનવી માંગને પહોંચી વળવાની સાથો – સાથ ઉત્પાદકતાં અને નવી પેઢીનું યોગદાન વધે તે માટેના પ્રયત્નો આ તાલીમ વર્ગો થકી હાથ ધરવામાં આવ્યા છે . શહેરના કાપડ ઉત્પાદન સાથે સંકળાયેલી ઘણી મિલો અને કંપનીઓમાં હવે મોટાભાગે નવી પેઢી દ્વારા ઉત્પાદન સેક્ટરમાં બદલાવ કરાવામાં આવી રહ્યો છે.અપગ્રેડેડ ટેકનોલોજીનો ઉપયોગ પણ વધારાયો છે .

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

તેવામાં  ઉદ્યોગ આગેવાનો જણાવે છે કે , સુરતના કાપડ ઉદ્યોગ માટે વૈશ્વિક બજાર હજુ ખુલ્યુ છે.આ નવા માર્કેટમાં સ્થાન મેળવવા કંઈક નવીન ઉત્પાદન કરવાની આવશ્યકતાં ઉભી થઈ છે . નવી પેઢી થકી માર્કેટ કેપ્ચર કરી શકાય તે માટે કવાયત હાથ ધરાઈ છે .

જ્વેલરી એસો . દ્વારા પણ નવ યુવાનોને પ્રોત્સાહન આપવાનું કાર્ય
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરીંગ એસોસિએશન દ્વારા જ્વેલરી મેકિંગને લગતાં વિવિધ કોર્ષ વિનામૂલ્યે આપવાની શરુઆત થઈ ગઈ છે . હીરાની સાથે જ્વેલરી ઉત્પાદનના પણ હબ બની ગયેલા સુરતની આ ઈન્ડસ્ટ્રિઝમાં સ્કીલ્ડ કર્મચારીઓ આવે તે માટે તાલીમ પૂરી પાડીને તેમને રોજગારી પણ આપવામાં આવી રહી છે . જો કે તાલીમ નિશુલ્ક આપ્યા છતાં ઘણાં તાલીમાર્થીઓ ઇન્ડસ્ટ્રીમાં કામ નહીં કરતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે .

એક વર્ષમાં 750 થી વધુ યુવાઓને તાલીમ આપી
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના જણાવ્યા પ્રમાણે કાપડ સેક્ટરમાં વિવિધ ટેકનિકલ કોર્ષ થકી 3 ઉદ્દેશ્ય સિદ્ધ થઈ રહ્યા છે . એક તો ઈન્ડસ્ટ્રિઝને નવી જનરેશન મળી રહી છે . સુરતથી ઘણાં વિદ્યાર્થીઓ ટેક્સટાઈલ માટે તાલીમર્થે વિદેશ જાય છે તેની જગ્યાએ હંગામી તાલીમ મેળવીને નવું ઈનોવેશન શરુ કરી રહ્યા છે . નવી જનરેશનના કારણે કાપડ ઉત્પાદન ક્ષેત્રે પ્રોડક્ટિવીટી પણ વધી છે . એક વર્ષમાં 750 વિદ્યાર્થીઓએ તાલીમ મેળવી છે .

આ પણ વાંચો :

VNSGU નો કંગાળ કારભાર, એક દિવસ પહેલા જ પરીક્ષા રદ્દ કરી દેવાતા વિદ્યાર્થીઓ હેરાન

Surat : રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવશે નેશનલ લેવલનું હાઈ પરફોર્મિંગ સેન્ટર

ઉત્પાદકતા વધારવા કાપડ ઉદ્યોગમાં નવી પેઢીને તાલીમ, સ્થાનિક ઉદ્યોગનું સ્તર ઊંચું લાવવા પ્રયત્ન

Next Article