Surat : રક્ષાબંધન પર્વ વચ્ચે હર્ષ સંઘવીનું પોલીસ ગ્રેડ પે મુદ્દે સૂચક નિવેદન, ટૂંક સમયમાં આવશે સુખદ અંત

|

Aug 11, 2022 | 11:59 AM

ગુજરાત પોલીસ (Police )માટેની જે ગ્રેડ પેની  જે લડાઈ ચાલી રહી છે તે આવનારા દિવસોની અંદર પૂર્ણ થાય તે દિશામાં સરકાર દ્વારા નિર્ણય લઈ શકાય છે. જેથી ગુજરાત પોલીસ માટે સૌથી મોટા અને સારા સમાચાર કહી શકાય.

Surat : રક્ષાબંધન પર્વ વચ્ચે હર્ષ સંઘવીનું પોલીસ ગ્રેડ પે મુદ્દે સૂચક નિવેદન, ટૂંક સમયમાં આવશે સુખદ અંત
Home Minister Harsh Sanghvi (File Image )

Follow us on

પવિત્ર રક્ષાબંધનની(Rakshabandhan ) ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં(Surat ) પણ બહેનો દ્વારા તેમના ભાઈના(Brother ) રક્ષણ માટે રાખડી બાંધીને ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રક્ષાબંધનના આ પવિત્ર પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીએ ઉજવણી કરી સુરત શહેરના અલગ અલગ વિસ્તારના કોર્પોરેટર મહિલાઓ દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં આજે રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર સંઘવી દ્વારા ગુજરાત રાજ્યની પ્રજાને સંદેશો પાઠવ્યો હતો, કે આ તહેવાર નિમિત્તે લોકોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી. ખાસ કરીને ગુજરાતની બહેનોની સુરક્ષા ને લઈને પણ કહ્યું કે તેમની સલામતી અને તેમની સુરક્ષા જળવાઈ રહે તે માટે સરકાર કટિબદ્ધ છે અને જે નાની મોટી કેટલીક ખામીઓ છે તે પણ દૂર કરવા માટેની બાહેધરી આપવામાં આવી છે.

ગ્રેડ પે ને લઈને લેવાઈ શકે છે મોટો નિર્ણય :

આ સાથે ગૃહ મંત્રી દ્વારા પણ જણાવ્યું કે હાલમાં પોલીસ ખાતામાં ગ્રેડ-પેને લઈને જ ચર્ચા ચાલી રહી છે. તેનો પણ ટૂંક જ સમયગાળામાં સુખદ અંત આવે તે માટે વિચારણા કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગ્રેડ પેને લઈને અલગ અલગ બેઠકો પર અધિકારીઓ સાથે કરવામાં આવી છે અને ગણતરીના દિવસોની અંદર મુખ્યમંત્રી દ્વારા આ બાબતે કોઈ મોટો નિર્ણય લઈ શકે તેવું ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી દ્વારા જણાવ્યું હતું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આડકતરી રીતે કેજરીવાલ પર સાધ્યું નિશાન :

આ તમામ વાતો વચ્ચે રાજકારણનો એપી સેન્ટર ગુજરાત પોલીસ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા પણ ગુજરાત પોલીસ બાબતે જે નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ આજે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી દ્વારા પોલીસના ફ્લેવર ની અંદર કોઈ મોટો નિર્ણય આવે તે માટેનું જે નિવેદન આપ્યું છે. જેથી ગુજરાત રાજ્યની પોલીસનું મહત્વ ખેંચવા માટેની કદાચ રાજનીતિ હોય તો નવાઈ નહીં.

ગુજરાત પોલીસ માટે આવશે મોટા સમાચાર :

તેમને આ સાથે જણાવ્યું હતું કે ગુજરાતની બહેનોને કેટલાક રાજનેતાઓ ગેરમાર્ગે દોરવાનો પણ કામ કરી રહ્યા છે. પોતાના લાભ અર્થે બહેનોને થતા લાભ અને બહેનોના ભાઈઓને થતા લાભનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરતા હોય તેવું રાજકારણ રમાઈ રહ્યું છે તે વાતનો ઉલ્લેખ કરતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ભારતમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે અને વધુ સુરક્ષિત રહે તે માટેના પ્રયત્નો ગુજરાત સરકાર દ્વારા સતત કરવામાં આવશે. વધુમાં ગૃહ મંત્રી દ્વારા સૌથી મોટું નિવેદન આપ્યું હતું કે ગુજરાત પોલીસ માટેની જે ગ્રેડ પેની  જે લડાઈ ચાલી રહી છે તે આવનારા દિવસોની અંદર પૂર્ણ થાય તે દિશામાં સરકાર દ્વારા નિર્ણય લઈ શકાય છે. જેથી ગુજરાત પોલીસ માટે સૌથી મોટા અને સારા સમાચાર કહી શકાય.

Next Article