સુરત પોલીસની મહેંકી માનવતા, વૃદ્ધને ભાણેજે પચાવી પાડેલુ મકાન પારિવારિક સમાધાન કરાવી પરત અપાવ્યુ

|

Nov 01, 2022 | 9:46 PM

Surat: સુરત પોલીસની માનવતાને કારણે લંડનમાં રહેતા એક વૃદ્ધને તેમનુ ઘર પરત મળ્યુ છે. વૃદ્ધનુ ઘર ભાણેજે પચાવી પાડતા ઉધના પોલીસે મધ્યસ્થી કરી સમાધાન લાવી વૃદ્ધને ઘર પરત અપાવ્યુ છે. ખુદ કમિશનર અજય તોમરે આ અંગે પોલીસ અધિકારીઓને આ મામલે નિરાકરણ લાવવાનો આદેશ આપ્યો હતો.

સુરત પોલીસની મહેંકી માનવતા, વૃદ્ધને ભાણેજે પચાવી પાડેલુ મકાન પારિવારિક સમાધાન કરાવી પરત અપાવ્યુ
સુરત પોલીસ કમિશનર

Follow us on

સુરત શહેરમાં પોલીસની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. લંડન રહેતા એક વૃદ્ધનું મકાન સુરતમાં રહેતા તેમના ભાણેજે પચાવી લીધુ હતુ. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા રસિકલાલ પટેલ તેમના પરિવાર સાથે લંડનમાં રહે છે. રસિકલાલે તેમનુ મકાન વર્ષ 2015માં અનિલકુમાર નામના તેમના ભાણેજને રહેવા માટે આપ્યુ હતુ. સંબંધી હોવાથી તેઓ ભાણેજ પાસેથી કોઈ મકાન ભાડુ કે કંઈ લેતા ન હતા અને ભાણેજને ફ્રીમાં મકાન રહેવા આપ્યુ હતુ. સિનિયર સિટીઝન રસિકભાઈ આ વખતે લંડનથી પરત આવ્યા ત્યારે તેમણે ભાણેજને મકાન ખાલી કરવા બાબતે સૂચન કર્યુ હતુ. પરંતુ ભાણેજ અનિલકુમારે સ્પષ્ટપણે કહી દીધુ હતુ કે મકાન ખાલી કરાવવુ હોય તો 6 લાખ રૂપિયા આપવા પડશે. તેથી પોતાનુ મકાન પરત મેળવવા માટે રસિકલાલ પટેલ ઉધના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

સિનિયર સિટીઝને ઉધના પોલીસ સ્ટેશનમાં કરી રજૂઆત

વૃદ્ધ રસિકલાલ પટેલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા એ સમયે કમિશનર અજયકુમાર તોમર પણ ઉધના પોલીસ સ્ટેશનની મુલાકાતે હતા. વૃદ્ધને પોલીસ સ્ટેશનમાં આવેલા જોઈ તેમણે તેમના આવવાનું કારણ પૂછ્યુ હતુ અને તેમની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ કમિશનર અજયકુમારે પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી આ મામલે નિરાકરણ લાવવાનો આદેશ આપ્યો હતો અને પોલીસ દ્વારા રસિકલાલ પટેલના ભાણેજને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા.

કમિશનરની સૂચનાથી પોલીસે કરાવ્યુ પારિવારિક સમાધાન

આ સમગ્ર કેસમાં પોલીસે પારિવારિક સમાધાન કરાવી રસિકલાલ પટેલને તેમનુ ઘર પરત અપાવ્યુ હતુ. રસિકલાલ પટેલને પોતાનું ઘર પોલીસની મધ્યસ્થતાથી તાત્કાલિક ઘર પરત મળી જતા તેઓ સુરત પોલીસ કમિશનર અજયકુમારનો અભાર માનવા સુરત પોલીસ કમિશનર ઓફિસ પર પહોંચ્યા હતા અને પોલીસ કમિશનરને મળી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મીડિયા સમક્ષ ણ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સુરત પોલીસની માનવતાપૂર્ણ કામગીરીને પગલે એક સિનિયર સિટીઝનને તેમનું ઘર પરત મળ્યુ છે. સુરત પોલીસ કમિશનરે સિનિયર સિટીઝનની રજૂઆત સાંભળી અંગત રસ લઈ સમસ્યાનું નિરાકરણ લાવ્યુ છે. જેને લઈને પોલીસની હકારાત્મક છબી સામે આવી છે. લંડનમાં રહેતા સિનિયર સિટીઝનને મકાન પરત મળતા તેમની ખુશીનો પણ કોઈ પાર રહ્યો નથી.

Published On - 8:11 pm, Tue, 1 November 22

Next Article