અગ્નિપથ વિરોધ : ભારત બંધના એલાનને પગલે ગુજરાત પોલીસ સતર્ક, સુરતના સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત

|

Jun 20, 2022 | 2:10 PM

બિહારમાં ચાલતાં અગ્નિપથ વિરોધની અસર સુરતમાં (Surat) જોવા મળી રહી છે. સુરતમાં પશ્ચિમ રેલવેની 8 ટ્રેનો પ્રભાવિત થઇ છે.જેમાં 6 ટ્રેનો રદ કરાઇ છે અને 2 ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરાયો છે.

અગ્નિપથ વિરોધ : ભારત બંધના એલાનને પગલે ગુજરાત પોલીસ સતર્ક, સુરતના સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત
Surat police

Follow us on

અગ્નિપથના વિરોધમાં (Agnipath protest)ભારત બંધના એલાનને લઈને સુરત પોલીસ (Gujarat Police) સતર્ક બની છે. સુરતના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ સ્થિતિ પર ચાંપતી નજર રાખવા કેટલાક સ્થળોએ ફૂટ પેટ્રોલિંગ (Patrolling) પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ટિયરગેસના શેલ સહિત તોફાનીઓને કાબૂમાં લેવાના સાધનો સાથેની એક ટીમ હેડક્વાર્ટરમાં સ્ટેન્ડ બાય છે. જો કોઈ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ બનશે તો ક્વિક રિસ્પોન્સ ટીમ ત્વરિત પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવશે.

તમને જણાવી દઈએ કે, બિહારમાં(bihar)  ચાલતાં અગ્નિપથ વિરોધની અસર સુરતમાં જોવા મળી રહી છે. સુરતમાં પશ્ચિમ રેલવેની 8 ટ્રેનો(Train)  પ્રભાવિત થઇ છે.જેમાં 6 ટ્રેનો રદ કરાઇ છે અને 2 ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરાયો છે. ટ્રેનો રદ કરાતા લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભારત બંધના એલાનને પગલે પોલીસ એલર્ટ

તો ભારત બંધના એલાનને પગલે બિહારમાં વિશેષ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..ખાસ કરીને રેલવે સ્ટેશનો પર વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે અને તમામ રેલવે સ્ટેશનોને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયા છે.મળતી વિગતો અનુસાર સમસ્તીપુર રેલવે વિભાગની 41 ટ્રેનો રદ કરવામાં આવી છે.તો બંધના એલાનને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે 20 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.સાથે જ સીએમ નીતિશકુમારે પોતાનો આજનો લોક દરબાર પણ રદ કરી દીધો છે.મહત્વપૂર્ણ છે કે બિહારમાં અત્યાર સુધીમાં 804 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે 145થી પણ વધુ પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી છે.આમ બંધના એલાનને પગલે બિહારમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

Published On - 1:13 pm, Mon, 20 June 22

Next Article