AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: રક્તદાન કરવાની ઝુંબેશ સાથે સુરત પોલીસ આગળ આવી, 115 બોટલ બ્લડ એકત્ર કર્યું

પોલીસ અને પ્રજાની વચ્ચે વિશ્વાસ અને મીત્રતાનો સેતુ જળવાય રહે તેવા આશય સાથે સુરત શહેર પોલીસ કમીશ્નર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ ડુમસ પોલીસ દ્વારા સ્થાનિક લોકોનો સાથ મેળવી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

Surat: રક્તદાન કરવાની ઝુંબેશ સાથે સુરત પોલીસ આગળ આવી, 115 બોટલ બ્લડ એકત્ર કર્યું
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 31, 2023 | 6:29 PM
Share

પોલીસ એ પ્રજાનો મિત્ર છે. આ જ વાક્યને સાર્થક કરવા સુરત પોલીસ આગળ આવી છે. પ્રજા માટે હર હંમેશ ખડેપગે તત્પર રહેવાના આશયથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડુમસ પોલીસ મથકના PI અંકિત સૌમ્યા તેમજ ડુમસ પોલીસના અન્ય પોલીસ કર્મીઓ સાથે સ્થાનિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ રક્તદાન કેમ્પમાં 115 બોટલ યુનિટ રક્ત એકત્ર થયું હતું.

પોલીસ અને સ્થાનિક લોકોએ લીધો ભાગ

કોવીડ જેવી પરિસ્થિતિ હોય કે પુરની આફત અથવા અન્ય કોઈ પરિસ્થિતિ હર હમેશ પ્રજા સાથે ખડેપગે ઉભા રહેવા માટે તત્પર રહે છે. ખાસ કરીને પોલીસ અને પ્રજાની વચ્ચે વિશ્વાસ અને મિત્રતાનો સેતુ જળવાય રહે તેવા આશય સાથે કમ્યુનીટી પોલીસીંગના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા અવાર નવાર વિવિધ કાર્યો કરવામાં અવતા હોય આવા જ અભિગમ સાથે સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના માર્ગદર્શન અને સુચના હેઠળ ડુમસ પોલીસ દ્વારા સ્થાનિક લોકો અને સ્મિમેર હોસ્પિટલની મેડીકલ ટીમનો સાથ મેળવી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

કુલ 115 જેટલા યુનીટ રક્ત એકત્ર થયું

ડુમસ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડની અંદર આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સવારથી જ પોલીસ તથા હોમગાર્ડના જવાનોએ રક્તદાન કરવાનુ શરૂ કર્યું. સાથોસાથ ડુમસના સ્થાનીક લોકો પણ આ રક્તદાનની મુહીમમાં જોડાયા હતા. રક્તદાન શરુ થતા જેમ જેમ લોકોને ખબર પડી તેમ તેમ લોકોએ ઉત્સાહભેર આ બ્લડ કેમ્પમાં જોડાઈ માનવતા મહેકાવી હતી.આ દરમ્યાન કુલ 115 જેટલા રક્તના યુનીટ એકત્ર થયા હતા.

આ પણ વાચો : સુરતમાં પાંચ વર્ષની બાળકી પર ફરી એક શ્વાનનો હુમલો, 40 દિવસમાં રખડતા શ્વાને બેના ભોગ લીધા

ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા હાજર

મનુષ્યના જીવ માટે બહુમુલ્ય એવા રક્તની અછત જણાતી હોય આ અછતને પહોંચી વળવા માટે ક્યાંકને ક્યાંક પોલીસ પણ તત્પર હોય તેવું સાબિત કર્યું છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ડુમસ પોલીસે પૂરું પાડ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર તેમજ અધિક પોલીસ કમીશ્નર સેક્ટર-૨ કે.એન ડામોર તથા નાયબ પોલીસ કમીશનર ઝોન-6 ભાવના પટેલ અને  મદદનીશ પોલીસ કમીશ્નર જે ડિવીઝન દિપ વકીલ દ્વારા પણ મુલાકાત કરી રક્તદાન કરનારા લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">