International Women’s Day: સુરતનાં મહિલા કોર્પોરેટરની કામગીરીનાં વખાણ વડા પ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યાં

|

Mar 08, 2022 | 1:20 PM

ઉર્વશીબેને 'પસ્તીદાનથી પેડદાન નામનું સામાજિક અભિયાન શરૂ કરી પસ્તીના વેચાણમાંથી થતી આવક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે ઉપયોગમાં લે છે. તેમના દ્વારા દોઢ લાખ કરતાં વધુ મહિલાઓ સુધી સેનેટરી પેડ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી છે.

International Womens Day: સુરતનાં મહિલા કોર્પોરેટરની કામગીરીનાં વખાણ વડા પ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યાં
ઉર્વશીબેન પટેલ (ફાઈલ ફોટો)

Follow us on

દેશભરમાં 1 થી 7 માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. જનઉપયોગીની થીમ પર ક્રિભકો, હજીરા ખાતે જન ઔષધિ દિવસ સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ ભારતીય જન ઔષધિ પરિયોજનાના સંચાલકો અને લાભાર્થીઓ સાથે નવી દિલ્હીથી વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. સુરત (Surat) ના હજીરાના ક્રિભકો ઓડિટોરિયમ ખાતે સુરતના લાભાર્થીઓ, શોપ સંચાલકો વર્ચ્યુઅલી જોડાયા હતા.

જન ઔષધિ દિવસની ઉજવણી દરમિયાન વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યકર્તામાંથી રાજકારણમાં પ્રવેશી રાજકારણને સેવાનું માધ્યમ બનાવનારા ઉર્વશીબેન પટેલના કામને બિરદાવ્યું હતું. ઉર્વશીબેન અડાજણ પાલના વોર્ડ નં.10 ના કોર્પોરેટર (corporator)  છે અને ગરીબ મહિલા (women) ઓને સેનેટરી પેડ પહોંચાડવાની સેવા કરી રહ્યાં છે.

ઉર્વશીબેને ‘પસ્તીદાનથી પેડદાન નામનું સામાજિક અભિયાન શરૂ કરી પસ્તીના વેચાણમાંથી થતી આવક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમના દ્વારા દોઢ લાખ કરતાં વધુ મહિલાઓ સુધી સેનેટરી પેડ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. કોરોના કાળ દરમિયાન પણ પેડ મહિલાઓને મળી રહે તેના માટેનું આયોજન કર્યું હતું.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પ્રોત્સાહિત કરતા સુરતી હોવા છતાં ખૂબ સરસ હિન્દી બોલી લો છો એવું જણાવીને પ્રશંસા કરી હતી. નરેન્દ્ર મોદીએ કેટલાક મહત્વના સૂચનો પણ આપ્યા હતા. જેથી કરીને વધુ લોકો સુધી પહોંચી શકાય. તેમના વિસ્તારમાં જન ઔષધિને પ્રમોટ કરવાની તેમની સફર અને જન ઔષધિ કેન્દ્રમાંથી ઓછા ખર્ચે સેનેટરી પેડ્સ દ્વારા કેવી રીતે તેમના પ્રયાસોથી વધુ લોકોને દાનમાં આપવામાં મદદ મળી તેનું વર્ણન કર્યું.

પ્રધાનમંત્રીએ રાજકીય કાર્યકર તરીકે તેમની સેવા ભાવનાની પ્રશંસા કરી હતી. આનાથી જાહેર જીવનમાં સેવાની ભૂમિકામાં વધારો થશે. તેમણે એવું પણ સૂચન કર્યું કે, રોગચાળા દરમિયાન પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ અને મફત રાશનના લાભાર્થીઓનો સ્વચ્છતા અંગેની જાગૃતિ વધારવા માટે સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચોઃ દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતે સૌપ્રથમ પગલું ભર્યું હતું, 7 વર્ષ પહેલાં 181 હેલ્પલાઈન શરૂ કરીને 9.90 લાખ મહિલાઓને મદદ પૂરી પાડી

આ પણ વાંચોઃ Internation Womens Day: છોટાઉદેપુરની આ મહિલા બની પેડ વુમન, આદિવાસી મહિલાઓને રોજગારી આપવા સાથે આ રીતે ફેલાવી રહી છે જાગૃતિ

Next Article