Surat: નવરાત્રીના ધંધાદારી આયોજનો પર બ્રેક લાગતા ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલા અસંખ્ય લોકો મજૂરી કરવા મજબુર

જેમાં ખાસ કરીને નવરાત્રિના ધંધાદારી આયોજનમાં ઓરકેસ્ટ્રા માટે જતા કલાકારોની હાલત કફોડી બની છે. આવા લોકોએ ઘર ચલાવવા છૂટક મજૂરી કરવી પડી રહી છે.

Surat: નવરાત્રીના ધંધાદારી આયોજનો પર બ્રેક લાગતા ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલા અસંખ્ય લોકો મજૂરી કરવા મજબુર
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 8:11 PM

કોરોના (Corona) બાદ પ્રથમવાર નવરાત્રીની (Navratri 2021) ઉજવણીની છૂટ સરકાર દ્વારા આપવામાં આવી છે .પરંતુ આ છૂટ માત્ર શેરી ગરબા પૂરતી આપવામાં આવી છે. શહેરમાં આ વખતે કોઈપણ જાતના નવરાત્રીના ધંધાદારી આયોજનો થશે નહીં જેના કારણે નવરાત્રીના તહેવારની સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે. જેમાં ઓરકેસ્ટ્રાના કલાકારોએ પરિવારનું ગુજરાન ચલાવવા માટે હાલ છૂટક મજૂરી કરવાનો વારો આવ્યો છે.

શેરી ગરબાની છૂટ મળવાથી ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ એવા ઘણા લોકો છે જે નવરાત્રી સાથે જોડાયેલા છે. જેઓની કમાણીનું સાધન માત્ર નવરાત્રીના આ નવ દિવસ હોય છે. આ લોકોએ હાલ પરિવારનું ગુજરાન માટે ફાંફા પડી રહ્યા છે. જેમાં ખાસ કરીને નવરાત્રીના ધંધાદારી આયોજનમાં ઓરકેસ્ટ્રા માટે જતા કલાકારોની હાલત કફોડી બની છે. આવા લોકો એ ઘર ચલાવવા છૂટક મજૂરી કરવી પડી રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

છેલ્લા 30 વર્ષથી ઓરકેસ્ટ્રાના કલાકાર તરીકે કામ કરી રહેલા સંતોષ કાળજે કહે છે કે “તેઓ ઓલરાઉન્ડર કલાકાર છે. તેવો ડ્રમ, કોંગો અને ઢોલક વગાડતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે નવરાત્રી થઈ ન હતી .આ વખતે કેસ ઘટી જતાં નવરાત્રીની આશા હતી. પરંતુ સરકારે છૂટ નહીં આપતા મારે પરિવારના આઠ લોકોનું ભરણપોષણ કરવું ખૂબ જ અઘરું થઈ ગયું છે.

હું અને મારો દીકરો બન્ને જ ઓરકેસ્ટ્રામાં કામ કરીએ છીએ. પરંતુ અમે બંને હવે કઈ રીતે કામ કરીએ. મારે હવે છૂટક મજૂરી કરવી પડે છે. જેમાં ક્યારેક કામ મળે છે અને ક્યારેક કામ નથી મળતું .મજૂરીના પણ 500થી 600 રૂપિયા મળતા હોય છે. પરિવારનું ગુજરાન ચલાવું અત્યારે ખૂબ જ અઘરું થઈ પડ્યું છે.

બીજી તરફ ઓજસભાઈ જરીવાલા કહે છે કે હું પણ ઓરકેસ્ટ્રામાં 30 વર્ષથી કામ કરી રહ્યો છું. મારી સાથે મારી પત્ની પણ સિંગર છે. પરંતુ નવરાત્રીમાં આ વખતે ધંધાદારી આયોજનો થવાના નથી. જેના કારણે અમે જે નવ દિવસમાં 25,000થી 30,000 કમાઈ લેતા હતા. તે હવે શક્ય નથી.

નવરાત્રીની કમાણી પર જ અમારી આખી ઘરની દિવાળી નિર્ભર હોય છે. અમને કોઈ કામ પણ નથી આપતું. કારણકે અમને બીજો કોઈ અનુભવ નથી. તે લોકો અમારો અનુભવ માંગતા હોય છે. અમે ઘરના અને ઈન્સ્ટ્રુમેન્ટ માટે જે લોન લીધી હોય તેના પણ હપ્તા ચાલતા હોય છે. તે પણ હવે નથી ભરાતા.

આ પણ વાંચો : Surat: એવું તો શું છે આ લેડીઝ પાર્લરમાં કે મહિલાઓ ત્યાં જતા ડરે છે!

આ પણ વાંચો : Surat : પૂર્વ આરોગ્યમંત્રી ફરી આવ્યા વિપક્ષની ભૂમિકામાં, જર્જરિત રસ્તા મુદ્દે કહ્યું કે કોર્પોરેટરો, અધિકારીઓને રસ્તા રીપેર કરવામાં કોઈ રસ નથી

g clip-path="url(#clip0_868_265)">