Surat : ગણેશભક્તિની સાથે દેશભક્તિ : મંડપમાં છવાયો ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓનો જાદુ

મંડપમાં ગણેશજીની પ્રતિમાની પાછળની બાજુ પર ભારતનો મોટો નકશો રાખવામાં આવ્યો છે. તેમજ મંડપની જમણી અને ડાબી બાજુ ઓલિમ્પિકમાં વિજેતા થયેલા 23 ખેલાડીઓના કટ આઉટ રાખવામાં આવ્યા છે.

Surat : ગણેશભક્તિની સાથે દેશભક્તિ : મંડપમાં છવાયો ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓનો જાદુ
Ganesh Festival
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 1:47 PM

હાલ રંગેચંગે ગણેશ મહોત્સવ (Ganesh Festival) ઉજવાઈ રહ્યો છે. મુંબઈ પછી સુરતમાં આ ઉત્સવને ભારે શ્રદ્ધા અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. ગયા વર્ષે કોરોનાના કારણે આ ઉત્સવ ગણેશ ભક્તો ઉજવી નથી શક્યા, પરંતુ આ વર્ષે સરકારે પરવાનગી આપતા ભક્તોએ ઘર આંગણે સાદાઈથી ગણેશજીની સ્થાપના કરી છે.

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી થીમ બેઇઝડ (Theme) ગણેશજીની સ્થાપના કરવાનો અને ગણપતિના મંડપ તૈયાર કરવાનો ટ્રેન્ડ ખુબ વધી રહ્યો છે. તેમાં પણ કરન્ટ અફેર્સ અને સમાચારોની ઝાંખી ગણેશ ઉત્સવમાં અચૂકથી જોવા મળતી હોય છે. તાજેતરમાં જ કોરોના થીમ, તાઉ તે  વાવાઝોડાની થીમ વગેરે થીમ પર ગણપતિ અને મંડપ તૈયાર કરવામાં આવ્યા હતા.

ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં ઓલિમ્પિકમાં ભારતે મેળવેલી ઝળહળતી સફળતાને લઈને મંડપની થીમ તૈયાર કરવામાં આવી છે. અડાજણ વિસ્તારમાં આવેલા મહાકાલ ગ્રુપ દ્વારા ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓની થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આ વર્ષે યોજાયેલી ટોકિયો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોમાં ભારતીય રમતવીરોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું છે. ત્યારે આ રમતોમાં ગોલ્ડ મેડલ મેળવનાર રમતવીરોની થીમ પર મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 15 વર્ષથી મહાકાલ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. પણ આ વર્ષે ગણેશજીના મંડપની થીમ તદ્દન અલગ રાખવામાં આવી છે.

ગ્રુપના સભ્યોનું કહેવું છે કે તેઓ દેશના ખેલાડીઓને ડેડિકેશન આપવા માટે આ થીમ પસંદ કરી છે. આ માટે તેઓએ મંડપમાં પ્રતિમાની પાછળની બાજુ પર ભારતનો મોટો નકશો રાખવામાં આવ્યો છે. તેમજ મંડપની જમણી અને ડાબી બાજુ ઓલિમ્પિકમાં વિજેતા થયેલા 23 ખેલાડીઓના કટ આઉટ રાખવામાં આવ્યા છે.

તેઓએ ઉમેર્યું હતું કે આ થીમ તેમને એટલા માટે પસંદ કરી છે કારણ કે દેશના અસલી હીરો આ રમતવીરો જ છે. જેમણે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે અને આ થીમ દ્વારા તેઓ આ ખેલાડીઓને અભિનંદન પાઠવવા માંગે છે. જે પણ ગણેશ ભક્તો જોવા આવે તેઓ આ થીમનો મંડપ અને ગણેશજીની પ્રતિમાઓ જોઈને ખુબ ખુશ પણ થાય છે. સાથે સાથે દેશ માટે તેઓ ગૌરવ પણ અનુભવે છે. આમ ગણેશ ભક્તિની સાથે દેશ ભક્તિનો રંગ પણ ગણેશ મહોત્સવમાં જોવા મળે છે.

આ પણ વાંચો :

Surat : ‘વિવનીટ એકઝીબીશન’માં એકઝીબીટર્સને આશરે રૂપિયા 100 કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થયો

આ પણ વાંચો :

Surat : ચા ના દ્રાવણથી બનાવ્યું પીએમ નરેન્દ્ર મોદીનું અનોખું પેઇન્ટિંગ

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">