Surat : ચા ના દ્રાવણથી બનાવ્યું પીએમ નરેન્દ્ર મોદીનું અનોખું પેઇન્ટિંગ
એક સામાન્ય ચા વાળાએ સખત મહેનત કરીને પોતાની અને દેશની તકદીર બદલી છે. અને આ જ બતાવવા માટે તેઓએ ઉંધી પેઇન્ટિંગ કરી છે. ઉકાળેલી ચાના દ્રાવણથી પેઇન્ટિંગ બનાવવું ખુબ જ મુશ્કેલ છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે. 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે દરેક કોઈ પોતાની રીતે તેમને જન્મદિવસની શુભેચ્છા સંદેશો મોકલવા માંગે છે. ક્યાંક સામાજિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો ક્યાંક કોઈ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે.
તેવામાં સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની વિશિષ્ટ શુભકામના આપવા માટે સુરતના પેઇન્ટિંગ આર્ટિસ્ટ જિગીષા ચેવલી એ ખાસ પ્રતિકૃતિ તૈયાર કરી છે. આ મહિલા આર્ટિસ્ટ ચા ના લિકવિડમાંથી નરેન્દ્ર મોદીનું સુંદર પેઇન્ટિંગ તૈયાર કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનનું આ પેઇન્ટિંગ ખાસ છે. કારણ કે તેને સામાન્ય રંગોથી નહીં પણ ચા ના દ્રાવણમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. વળી આ ચિત્ર બનાવતી વખતે તેને ઊંધું રાખીને બનાવવામાં આવ્યું છે. જેમાં ચહેરાનો ભાગ નીચેની તરફ છે. પેઇન્ટિંગ બન્યા પછી તેને સીધું કરી નીચે સિગ્નેચર કરવામાં આવી છે.
ઊંધું પેઇન્ટિંગ શા માટે તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે એક સામાન્ય ચા વાળાએ સખત મહેનત કરીને પોતાની અને દેશની તકદીર બદલી છે. અને આ જ બતાવવા માટે તેઓએ ઉંધી પેઇન્ટિંગ કરી છે. ઉકાળેલી ચાના દ્રાવણથી પેઇન્ટિંગ બનાવવું ખુબ જ મુશ્કેલ છે. કારણ કે તેમાં લીકવીડ નીચે સરી પડતું હોય છે.
આવી સ્થિતિમાં પીએમ નરેન્દ્ર મોદીના ચહેરાની ઉંધી પેઇન્ટિંગ કરવી ખુબ મુશ્કેલ પણ હતી. જોકે આર્ટિસ્ટ દ્વારા મહેનત અને ખંતથી આ બાબતે કામ લીધું છે. જોકે ઘણી પ્રેક્ટિસ કર્યા બાદ તેમના દ્વારા ફક્ત 25 મિનિટમાં આ ચિત્ર તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
જોકે જયારે ચિત્ર બનીને તૈયાર થયું ત્યારે તે ખુબ સુંદર દેખાય છે. આમ અત્યારસુધી તમે રંગો કે પેન્સિલના સ્કેચથી બનેલા ચિત્રો તો ઘણા જોયા હશે. પણ ચા ના દ્રાવણથી બનેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ચિત્ર પણ ઘણું ખાસ છે. ઘણા લોકો આ પેઈન્ટિંગને નિહાળવા આવી રહ્યા છે અને તેને પસંદ કરી રહ્યા છે.
આર્ટિસ્ટ દ્વારા આ ફોટો પીએમ મોદીને મોકલવાની ઈચ્છા પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો :
Surat : સુરતના આર્ટિસ્ટની કમાલ, માત્ર 30 રૂપિયામાં તૈયાર કર્યા shadow art ના ગણપતિ
આ પણ વાંચો :