Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ‘વિવનીટ એકઝીબીશન’માં એકઝીબીટર્સને આશરે રૂપિયા 100 કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થયો

ચેમ્બર દ્વારા પ્રથમ વખત જ યોજાયેલું વિવનીટ એકઝીબીશન સુરતને બ્રાન્ડ તરફ લઇ જનાર સાબિત થયું છે.

Surat : ‘વિવનીટ એકઝીબીશન’માં એકઝીબીટર્સને આશરે રૂપિયા 100 કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થયો
Surat: ‘WeaveNeet Exhibition’ generates over Rs 100 crore business for exhibitors
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 11:27 AM

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘વિવનીટ એકઝીબીશન 2021 ને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. દેશ અને વિદેશમાંથી બાયર્સનો પ્રતિસાદ મળતા એકઝીબીટર્સ દ્વારા અત્યારથી જ આગામી વર્ષનું બુકીંગ નોંધાવવામાં આવ્યું છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના 65 હજાર કાપડના વેપારીઓ પૈકી મોટા ભાગના વેપારીઓએ વિવનીટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને એકઝીબીટર્સને ઢગલાબંધ ઓર્ડર આપ્યા હતા. ભારતની 20 મોટી કાપડની મંડી જેવી કે જયપુર, બનારસ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઇથી બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

દેશભરમાંથી બાયર્સ પ્રદર્શનમાં તો ઉમટયા જ હતા પણ યુકે, દુબઇ અને ચાઇનામાંથી પણ બાયર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. દેશ – વિદેશમાંથી ઉમટી પડેલા બાયર્સ માટે આ પ્રદર્શનમાં રેપીયર જેકાર્ડમાંથી બનતું કાપડ તથા વોટરજેટ, એરજેટ, સાદા લૂમ્સ ઉપરની ચાર બાય એક ડોબીવ્યુવ અને લેપેટવ્યુવ ફેબ્રિકનું આકર્ષણ રહયું હતું. ત્રણ દિવસમાં એકઝીબીટર્સને આશરે 30 લાખ મીટરથી વધુ ગ્રે ફેબ્રિકનો ઓર્ડર મળ્યો હતો. જ્યારે 6 લાખથી વધુ રેપીયર જેકાર્ડની સાડીના ઓર્ડર એકઝીબીટર્સને મળ્યા હતા.

Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય
Plant in pot : આ 3 છોડ ઘરની શોભામાં ચાર ચાંદ લગાવશે

આ પ્રદર્શનમાં એકઝીબીટર્સને જબરજસ્ત પ્રતિસાદ સાંપડયો હતો. પ્રથમ દિવસે 6150 અને બીજા દિવસે 10,500 બાયર્સે મુલાકાત લીધી હતી. ત્રીજા દિવસે આખો દિવસ સતત વરસાદમાં પણ 6700 જેટલા વિઝીટરોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જેને પગલે આગામી વર્ષના એકઝીબીશન માટે અત્યારથી જ 60 થી વધુ સ્ટોલ બુક થઇ ગયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના વિવનીટ એક્ડીબિશનના ચેરમેન  ગોલવાળાએ જણાવ્યું હતું કે આ એક્સ્પો દેશની જીડીપીમાં વધારો કરવા પણ મદદરૂપ સાબિત થશે. ત્રણ દિવસમાં 23 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. ચેમ્બરના ઇતિહાસમાં અત્યારસુધી આટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા નથી.

વિઘ્ન યાર્નમાંથી કાપડ ટિયર કરતા વીવર્સે જણાવ્યું હતું કે સુરતમાં પહેલી વખત વેગન કાપડ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. જે કાપડ વેપારીઓને પસંદ આવી રહ્યું છે. દિલ્હીના બે વેપારીઓ દ્વારા 1 લાખ વેગન કાપડનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

આ પ્રદર્શનમાં કાપડની વિવિધ કવોલિટીઓ જેવી ડોલા સિલ્ક, રશિયન સિલ્ક, ટિશ્યુ સિલ્ક, પ્યોર વિસ્કોસ ઓર્ગેન્ઝા સિલ્ક, મુસ્લીન સિલ્ક, હેવી કોટન સિલ્ક, નેચરલ ક્રેપ અને ચિનોન શિફોનનું પ્રદર્શન થયું હતું.

આ પણ વાંચો :

અમેરિકી કોન્સ્યુલ જનરલ સુરતની મુલાકાતે, વિવિધ સ્થળોની મુલાકાત સાથે સુરતી વાનગીનો માણ્યો સ્વાદ

આ પણ વાંચો :

Surat : સુરતના આર્ટિસ્ટની કમાલ, માત્ર 30 રૂપિયામાં તૈયાર કર્યા shadow art ના ગણપતિ

આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા
Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
Amreli : દારૂની ભઠ્ઠી અને ગેરકાયદે રેતી ખનન કરનાર લોકો પર પોલીસની તવાઈ
g clip-path="url(#clip0_868_265)">