Surat : ભારે બફારાથી શહેરીજનોને આંશિક રાહત : વહેલી સવારથી શહેર જિલ્લામાં વરસાદી ઝાપટા

|

Sep 07, 2022 | 9:32 AM

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણેક દિવસ સુધી વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ શહેર - જિલ્લામાં મેઘ મહેર જોવા મળી હતી.

Surat : ભારે બફારાથી શહેરીજનોને આંશિક રાહત : વહેલી સવારથી શહેર જિલ્લામાં વરસાદી ઝાપટા
Rain in Surat (File mage )

Follow us on

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી વાદળોની રમઝટ વચ્ચે શહેર – જિલ્લામાં હળવાથી ભારે વરસાદી (Rain )ઝાપટાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. છેલ્લા બે દિવસથી ભારે બફારાને પગલે ત્રાહિમામ નાગરિકો પણ મેઘરાજાના આગમનને જાણે વધાવી રહેલા નજરે પડ્‌યા હતા. સુરત શહેરના મોટા ભાગના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાને બાદ કરતાં જિલ્લામાં મહુવા તાલુકામાં એકંદરે એક ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે.

છેલ્લા બે દિવસથી સુરત સહિત સમગ્ર જિલ્લામાં સવારથી જ બફારાને પગલે નાગરિકોની હાલત કફોડી થવા પામી હતી. જોકે, હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણેક દિવસ સુધી વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ શહેર – જિલ્લામાં મેઘ મહેર જોવા મળી હતી. વાદળોની સંતાકુકડી વચ્ચે આજે સવારે સુરત શહેરના ઉધના, લિંબાયત અને વરાછા સહિત અડાજણ – રાંદેર વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાને પગલે નોકરી ધંધા અર્થે જવા નીકળેલા વાહન ચાલકોએ ભીંજાવવાનો વારો આવ્યો હતો. જો કે, આજે વાદળો અને વરસાદના આગમનને પગલે છેલ્લા બે દિવસથી પરસેવે રેબઝેબ થતાં શહેરીજનોને પણ ભારે બફારાથી રાહત મળવા પામી છે.

સુરત શહેરની સાથે સાથે જિલ્લામાં પણ આ જ પ્રકારે છૂટો છવાયો વરસાદ વરસતા લોકોને રાહત થઇ છે. ખાસ કરીને ચાલુ વર્ષે સિઝનનો સારો એવો વરસાદ પડી જતા ખેડૂત પુત્રોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગઈકાલથી પડી રહેલા વરસાદને કારણે લોકોને ભારે બફારા અને ઉકળાટથી રાહત મળી હતી. સુરત જિલ્લાના બારડોલી, પલસાણા, ઓલપાડ, ઉમરપાડા, માંડવી, મહુવા, માંગરોળમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વરસ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સાથે જ દરિયાઈ પવનોનું જોર વધતા અસહ્ય બફારાથી શહેરીજનોને આંશિક રાહત પણ મળી છે. શહેરનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી જેટલું નોંધાયું છે. પવનની ગતિ 7 કિલોમીટરની રહી છે. કોઝવેની સપાટી પણ ઘટીને 5.92 મીટર થઇ ગઈ છે. જેના કારણે કોઝ વે પણ એક બે દિવસમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવે તેવી સંભાવના છે.

Next Article