AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતની પેરા બેડમિન્ટન પ્લેયર વૈશાલી પટેલે પેરુમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનો ડંકો વગાડ્યો

સુરત શહેરમાં બેડમિન્ટનની પ્રેક્ટિસ કરી પેરુમાં રમાયેલી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ડબલ્સમાં મેડલ જીતનારી વૈશાલીનો ત્રણ વર્ષ ની વયે જ ડાબો હાથ નિષ્ક્રિય થઈ ચૂક્યો હતો. આજે તેની પાસે અનેક મેડલ પણ છે

સુરતની પેરા બેડમિન્ટન પ્લેયર વૈશાલી પટેલે પેરુમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનો ડંકો વગાડ્યો
સુરતની પેરા બેડમિન્ટન પ્લેયર વૈશાલી પટેલે પેરુમાં ગુજરાતનો ડંકો વગાડ્યોImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2023 | 4:26 PM
Share

કહેવાય છે કે અડીખમ મનોબળ ને કોઈ ક્યારેય ડગમગાવી શકતું નથી. તેવીજ કહેવત ને સાર્થક કરતી વૈશાલી બેડમિન્ટનમાં સતત આગળ વધી રહી છે.સતત પ્રેક્ટિસ અને અડગ મનોબળ સાથે એક બાદ એક મેડલ પોતાના નામે કરી રહી છે.વૈશાલી જ્યારે ત્રણ વર્ષ ની હતી ત્યારેજ પોલિયો ના કારણે તેનો ડાબો હાથ નિષ્ક્રિય થઈ ગયો હતો.જોકે ત્યારબાદ તેમણે બેડમિન્ટનમાં હાથ અજમાવ્યો હતો. 4 વર્ષ ની ઉંમર થી બેડમિન્ટન રમતી વૈશાલી પટેલ પોતાની રીતે આગળ વધી સ્કૂલમાં પણ વૈશાલી અભ્યાસમાં આગળ પડતી રહી છે. વૈશાલી હાલ DGVCLમાં નોકરી પણ કરે છે તેમજ બેડમિન્ટનમાં પણ મોખરે છે.

વૈશાલી અને પારુલ પરમાર ની જોડી એ ગોલ્ડ જીતી ગૌરવ વધાર્યું 

વૈશાલી એક વખત બેડમિન્ટન મેચ ટીવી માં જોઈ રહી હતી ત્યારે તેમને રમવાની ઇચ્છાએ થઈ હતી. વૈશાલીએ નવસારી માંથી પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી હતી ત્યારબાદ સુરતમાં પ્રોફેશનલ ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું.વૈશાલી એ જણાવ્યું હતું કે, લગ્ન બાદ તેમના પતિ પણ તેમને સપોર્ટ કરે છે.આ સપોર્ટ ના કારણે હાલ પેરુ ના લીમામાં પેરુ પેરા બેડમિન્ટન નું આયોજન કરાયું હતું.જેમાં ડબલ્સમાં વૈશાલી અને પારુલ પરમાર ની જોડી એ ગોલ્ડ જીતી ગૌરવ વધાર્યું હતું.

પતિ પણ વૈશાલી પટેલને કરે છે સંપુર્ણ સપોર્ટ

ગત્ત વર્ષે પૂર્વ આફ્રિકાના યુગાન્ડા ખાતે પેરા બેડમિન્ટન ઈન્ટરનેશનલ ચેમ્પયનશિપ-2022 નું 7 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત તરફથી એકમાત્ર પેરા બેડમિન્ટન પ્લેયર વૈશાલી પટેલે પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં ત્રણ અલગ અલગ કેટેગરીમાં તેમણે મેડલ મેળવ્યા છે. મહત્વની વાત એ છે કે વૈશાલીબેનના પતિ ખાનગી શાળામાં એકાઉન્ટન્ટ છે,

તેમણે જણાવ્યું હતું કે, દિવ્યાંગતા સાથે કાંઈક કરવાની તેમની ઈચ્છા હતી. તેઓ ઈન્ટરનેશનલ રમત રમવા માટે રોજ પ્રેક્ટિસ કરે છે. આ સાથે જ તેઓ નોકરી પણ કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, નેશનલમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા બાદ તેમના વિશ્વાસમાં વધારો થયો છે.વૈશાલી કઈક અલગ કરવાના જુસ્સા સાથે આગળ વધી રહી છે.જેનું સપનું ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ભારત ને ગર્વ અપાવવાનું છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">