Surat: પાંડેસરામાં માતા-પુત્રી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આજે સજા સંભળાવાશે

|

Mar 07, 2022 | 12:14 PM

સુરત કોર્ટે હર્ષ સહાય ગુર્જર અને તેને મદદગારી કરનારા હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા છે. બંને દોષિતોને ફાંસીની સજાની માગણી થઈ રહી છે. કોર્ટેમાં બેને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ આરોપીઓને દોષીત ઠેરવી કોર્ટે 7 માર્ચના રોજ સજા સંભળાવવાનું જણાવ્યું હતું.

Surat: પાંડેસરામાં માતા-પુત્રી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આજે સજા સંભળાવાશે
સુરતના પાંડેસરામાં માતા-પુત્રી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આજે સજા સંભળાવાશે

Follow us on

સુરત (Surat)ના પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મ (Rape) બાદ હત્યાના (Murder)કેસમાં આજે સુરત કોર્ટ (Surat court) દોષિતોને સજા સંભળાવશે. સુરત કોર્ટે હર્ષ સહાય ગુર્જર અને તેને મદદગારી કરનારા હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા છે. બંને દોષિતોને ફાંસીની સજાની માગણી થઈ રહી છે. આજે કોર્ટમાં સજા સંફળાવવામાં આવશે.

આ કેસની વિગતો પ્રમાણે એપ્રિલ 2018 માં બાળકી અને માતાની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હતી. આ ઘટનાના 4 દિવસ બાદ પુત્રીની લાશ મળી આવી હતી. બંને માતા પુત્રીની ત્યારે ઓળખ થઈ શકી નહોતી તેથી બંને વચ્ચે વચ્ચે કનેક્શન હોવાની પોલીસને પુરેપુરી શંકા હતી. બંનેની ઓળખ માટે પાંડેસરા પોલીસે સમગ્ર દેશમાં 6500 પોસ્ટર લગાવ્યા હતાં. જોકે, 56 સેકન્ડના સીસીટીવી ફુટેજને આધારે સમગ્ર કેસ ડિટેકટ થયો હતો અને આરોપી પકડાયો હતો. આ કેસમાં પોલીસે 43 સાક્ષીઓ, 120 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.

આ ચકચારી કેસની વિગત મુજબ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા હર્ષસહાય રામરાજ ગુર્જર રાજસ્થાનથી એક મહિલા અને તેની પુત્રીને 35 હજારમાં ખરીદીને સુરત લાવ્યો હતો.આ માતા – પુત્રીને પહેલાં પરવટ પાટિયાના અનુપમ હાઇસ્ટ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં કામરેજ નજીક માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગ નંબર -17 ના એક ખાલી ફલેટમાં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મહિલા અને હર્ષસહાય વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા જેથી હર્ષસહાય મહિલાની તેની પુત્રીની નજર સામે જ હત્યા કરી નાખી હતી .બાદમાં મહિલાની પુત્રીને તેના ઘરે લઇ ગયો હતો અને તેની પર અવારનવાર દુષ્કર્મ કરવામાં આવતું હતું.માતા પુત્રીની મૃતદેહ અલગ અલગ વિસ્તારોમાંથી ઝાડીમાંથી મળી આવ્યો હતો. બાળકી અને માતાની ઓળખ ડીએનએ ટેસ્ટથી થઇ હતી. બાળકીના શરીરે 78 જેટલા ઇજાના નિશાન મળી આવ્યા હતા.

એટલું જ નહીં તેને માર મારી રોજ અત્યાચાર ગુજારવામાં આવતો બાળાનું પણ મૃત્યુ થતાં હર્ષસહાય ગુર્જરે તેના ડ્રાઈવર હરિઓમ ગુર્જરની સહાયથી છોકરીની લાશ ને ભેસ્તાનના ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ફેંકી દીધી હતી.

આ પણ વાંચોઃ Surat: કન્ઝયુમર ડીઝલ પંપો પર ભાવ વધારો ઝીંકાતા ખેડૂત સભાસદોને પણ મોટું નુકસાન, સહકારી મંડળીઓએ ડીઝલ પંપો બંધ કરવાની નોબત આવી

આ પણ વાંચોઃ વ્યવસાય વેરા નાબુદી અંગે રત્નકલાકારોને સરકારે ફરી આપ્યું લોલીપોપ! અનેક રજૂઆત ગઈ પાણીમાં

Next Article