AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : અહો આશ્ચર્યમ્ ! સુરતમાં ફૂડ વિભાગ દ્વારા દોઢ વર્ષમાં લેવાયેલા સેમ્પલોમાંથી ફક્ત 200 સેમ્પલ જ ફેઈલ

સુરત શહેર ખાણીપીણી માટે જાણીતું છે. અહીં કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. પણ સુરત શહેરમાં ખાવાના શોખીન સુરતીઓ જે ખોરાક આરોગે છે તે કેટલો આરોગ્યપ્રદ છે તેને જાણવા ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે ચેકીંગ કરીને સેમ્પલો લેવામાં આવતા હોય છે

Surat : અહો આશ્ચર્યમ્ ! સુરતમાં ફૂડ વિભાગ દ્વારા દોઢ વર્ષમાં લેવાયેલા સેમ્પલોમાંથી ફક્ત 200 સેમ્પલ જ ફેઈલ
Surat: Out of the samples taken by the food department in Surat in a year and a half, only 200 samples failed
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 7:47 AM
Share

Surat સુરત શહેર ખાણીપીણી માટે જાણીતું છે. અહીં કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. પણ સુરત શહેરમાં ખાવાના શોખીન સુરતીઓ જે ખોરાક(food ) આરોગે છે તે કેટલો આરોગ્યપ્રદ(hygiene ) છે તેને જાણવા ફૂડ વિભાગ દ્વારા સમયાંતરે ચેકીંગ કરીને સેમ્પલો લેવામાં આવતા હોય છે .

સુરતના લોકોને શુદ્ધ ખોરાક મળે તેના પર નજર રાખવા માટે કાર્યરત સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વારા દોઢ વર્ષમાં 4890 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી 202 નમૂનાઓની તપાસ કરતા તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 147 કિસ્સાઓમાં મ્યુનિસિપલ કોર્ટ દ્વારા પોતાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. અને હજી 55 કેસ પર નિર્ણય આવવાનો બાકી છે.

સુરતમાં તહેવારોની સીઝન શરૂ થતા જ મહાનગર પાલિકાનો ફૂડ વિભાગ પણ સક્રિય થઇ જાય છે. અને મીઠાઈ, ફરસાણ સહિતની વિવિધ ખાદ્ય વસ્તુઓના વિક્રેતાઓને ત્યાંથી તપાસ માટે સેમ્પલો લેવાનું શરૂ કરે છે. તપાસમાં નમુનાની રિપોર્ટ નેગેટિવ આવવા પર દુકાનના સંચાલક સામે મ્યુનિસિપલ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવે છે. અને સુનાવણી બાદ કોર્ટ ફેંસલો સંભળાવે છે.

આ વર્ષે ફૂડ વિભાગે અત્યારસુધી 1290 સેમ્પલો તપાસ માટે એકત્ર કર્યા હતા. જેમાં 27માં ભેળસેળ મળી હતી. જોકે આ તમામ 27 કેસ પર કોર્ટનો નિર્ણય આવવાનો બાકી છે.

પાછલા દોઢ વર્ષના આંકડા પર નજર કરીએ તો ફૂડ વિભાગે 4890 સેમ્પલોની તપાસ કરી હતી. જેમાં 202 સેમ્પલો નિષ્ફ્ળ ગયા હતા. જેમાંથી કોર્ટે 147 કેસોમાં કોર્ટે સુનાવણી કરીને 19.72 લાખ રૂપિયાના દંડની સજા કરી હતી. જોકે 55 કેસમાં હજી નિર્ણય આવવાનો બાકી છે.

વર્ષ            સેમ્પલ          પાસ            ફેઇલ 2019          1553           1463            90 2020          2047         1962             85 2021          1290           1263            27

કેટલા કેસમાં કોર્ટે સંભળાવ્યો ફેંસલોઃ

વર્ષ              ફેલ નમૂના           ફેંસલો         પેન્ડિંગ 2019              90                      80              10 2020             85                       67               18 2021              27                        00              27

55 લાખથી વધુની વસ્તી ધરાવતા સુરત શહેરમાં છેલ્લા દોઢ વર્ષમાં અંદાજે 5 હજાર નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 200 નમૂના જ ફેલ થયા હતા. જેના પરથી એક વાત સાબિત થાય છે કે સુરતમાં ખાણીપીણીની વસ્તુઓ મોટાભાગે શુદ્ધ જ હોય છે. કદાચ આ વાત પચાવવી મુશ્કેલ છે. પણ એક સવાલ એ પણ ઉભો થાય છે કે કોર્પોરેશનનું ફૂડ વિભાગ ફક્ત તહેવારો આવવા પર જ કામગીરી કરે છે. અને જયારે સેમ્પલોના રિપોર્ટ આવે છે ત્યારે તહેવારોમાં લોકોએ એ વાનગી આટોપી પણ લીધી હોય છે.

આ પણ વાંચો :

Surat: કોઝવેના રીપેરીંગ માટે સ્થાયી સમિતિમાં 14.32 કરોડની દરખાસ્ત  

આ પણ વાંચો :

Success Story: માર્કેટિંગની નોકરીથી લઈને કંપનીના CEO સુધીની સુરતના આ યુવાનની સફર છે જાણવા જેવી

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">