Surat : જીવનજ્યોત ખાડીથી ઉધના દરવાજા સુધીનો વન-વે બ્રિજ 27 જૂનથી બંધ રહેશે

|

Jun 24, 2022 | 9:20 AM

સુરત-નવસારી મુખ્ય માર્ગ પર ખરવરનગર જંકશન ખાતે આવેલ ફ્લાયઓવર બ્રિજના (Flyover bridge) વેરીગ કોટના સમારકામની કામગીરી કરવામાં આવશે. જેના કારણે નવસારીથી સુરત આવતા બ્રિજનો ભાગ 27 જૂનથી 19 જુલાઈ સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

Surat : જીવનજ્યોત ખાડીથી ઉધના દરવાજા સુધીનો વન-વે બ્રિજ 27 જૂનથી બંધ રહેશે
વન-વે બ્રિજ 27 જૂનથી બંધ રહેશે

Follow us on

સુરતમાં (Surat) રીંગરોડ ફ્લાયઓવર બ્રિજના સમારકામ બાદ હવે વધુ એક ફલાયઓવર બ્રિજ (Flyover bridge)રીપેરીંગ માટે બંધ રાખવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા (Corporation)દ્વારા કરવામાં આવ્યો છે. સુરત-નવસારી રોડ પરના ખરવર નગર ફ્લાયઓવર બ્રિજના રિપેરિંગની કામગીરી માટે આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં વરસાદની સીઝન દરમિયાન, એટલે કે 27 જૂનથી 19 જુલાઈ સુધી, જીવનજ્યોત ખાડીથી ઉધના દરવાજા તરફ જતા પુલનો એક ભાગ વાહનોની અવરજવર માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

દરમિયાન, ખરવારનગર જંકશન ખાતે ફ્લાયઓવર બ્રિજની ડાબી બાજુના સર્વિસ રોડનો ઉપયોગ વાહનોની અવરજવર માટે કરવા જણાવાયું છે. જો કે, સર્વિસ રોડ સાંકડો થવાને કારણે પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યા સર્જાવાની સંભાવના છે.

સુરત-નવસારી મુખ્ય માર્ગ પર ખરવરનગર જંકશન ખાતે આવેલ ફ્લાયઓવર બ્રિજના વેરીગ કોટના સમારકામની કામગીરી કરવામાં આવશે. જેના કારણે નવસારીથી સુરત આવતા બ્રિજનો ભાગ 27 જૂનથી 19 જુલાઈ સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ સમયગાળા દરમિયાન સુરત-નવસારી મુખ્ય માર્ગ પર ખરવારનગર જંકશન ખાતે ફ્લાયઓવર બ્રિજની ડાબી બાજુના સર્વિસ રોડનો ઉપયોગ વૈકલ્પિક માર્ગ અને ટ્રાફિકની સરળતા માટે થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન શહેરના લોકોની જાનમાલની સલામતી અને ટ્રાફિક નિયમનની સુવિધા માટે સુરત-નવસારી મુખ્ય પર ખરવરનગર જંકશન ખાતેના ફ્લાયઓવર બ્રિજની ડાબી તરફના સર્વિસ રોડ પર કોઈપણ પ્રકારના વાહનોનું પાર્કિંગ અને માલના લોડિંગ અને અનલોડિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

નવસારીથી સુરત આવતો ખરવર નગર ફ્લાયઓવર બ્રિજ ચોમાસા દરમિયાન બંધ કરવાની પાલિકાએ જાહેરાત કરી છે. પરંતુ જે રોડ પર વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી છે તે રોડ સાંકડો તેમજ દબાણ હેઠળ હોવાથી પ્રતિબંધ દરમિયાન પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાય તે નક્કી છે.

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા એકમાત્ર એવી મહાનગરપાલિકા છે, જે બ્રિજના રીપેરીંગ અને જાળવણી માટે એક આખો અલગ વિભાગ બ્રિજ સેલ તરીકે ધરાવે છે, જે સમયાંતરે જર્જરિત થઈ ગયેલા અને રિપેરીંગ માંગી લેતા બ્રિજનું રીપેરીંગ તાકીદના ધોરણે હાથ ધરે છે.

Published On - 9:19 am, Fri, 24 June 22

Next Article