Surat : રવિવારે મુખ્યમંત્રી સુરતમાં, કોર્પોરેશનના અંદાજિત 200 કરોડના પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

|

Dec 23, 2021 | 4:12 PM

મુખ્યમંત્રી યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વડાપ્રધાન કલ્યાણનિધિ યોજના અન્વયે લાભાર્થીઓને 10 હજારના ચેક વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં મનપા, સુડા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત હેઠળ લાભ મેળવનાર લાભાર્થીઓ હશે.

Surat : રવિવારે મુખ્યમંત્રી સુરતમાં, કોર્પોરેશનના અંદાજિત 200 કરોડના પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
Gujarat CM will visit Surat on Sunday

Follow us on

તા. 26 ડિસેમ્બરે રવિવારે શહેરમાં સુરત મનપાના (Surat Municipal Corporation) અંદાજિત 200 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના (CM Bhupendra Patel) હસ્તે થશે. જેમાં અંદાજિત રૂ. 64.66 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ અને રૂ. 133.22 કરોડનાં ખાતમુહૂર્ત કરાશે. જેમાં વરિયાવ, જહાંગીરપુરામાં આવાસો, કનકપુરમાં સિવિલ સેન્ટર, સીમાડામાં ભૂગર્ભ ટાંકી આ પ્રોજેક્ટોનાં લોકાર્પણ થશે.

મુખ્યમંત્રી યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વડાપ્રધાન કલ્યાણનિધિ યોજના અન્વયે લાભાર્થીઓને 10 હજારના ચેક વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં મનપા, સુડા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત હેઠળ લાભ મેળવનાર લાભાર્થીઓ હશે.

કયા પ્રોજેક્ટોનું લોકાર્પણ થશે ?
મુખ્યમંત્રી ત્યારબાદ સવારે 10 કલાકે મનપાના વિવિધ પ્રોજેક્ટોના 64.66 કરોડનાં લોકાર્પણ અને 133.22 કરોડનાં ખાતમુહૂર્ત માટેની તકતીઓનું અનાવરણ ક૨શે. કુલ 197.88 કરોડના પ્રોજેક્ટોમાં મનપા દ્વારા હજી ઉમેરો થઇ શકે છે. હાલ નક્કી થયેલા પ્રોજેક્ટોમાં સ્લમ અપગ્રેડેશન સેલના ટી.પી.સ્કીમ -36 ( વરિયાવ ), પ્લોટ નં .90 ખાતે 47.74 કરોડમાં તૈયાર થયેલાં 682 સુવિધાયુક્ત આવાસો અને 4 દુકાનોનું લોકાર્પણ, ટી.પી. સ્કીમ નં .46 ( જહાંગીરપુરા ), એફપી નં .97 ખાતે 14.89 કરોડમાં તૈયાર થયેલાં 196 આવાસ અને 8 દુકાનનું લોકાર્પણ થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હાઈડ્રોલિક વિભાગ અંતર્ગત સીમાડા વોટર વર્કસ કેમ્પસમાં 1.78 કરોડની ભૂગર્ભ ટાંકી, અઠવા ઝોનમાં ઉમરા સ્થિત પ્રિયદર્શીની ગાર્ડન ખાતે 11 લાખના ખર્ચે આંગણવાડી અને ઉધના ઝોન ખાતે કનકપુર – કનસાડ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગાર્ડનની બાજુમાં 13.5 કરોડના ખર્ચે સિવિક સેન્ટર સહિત કુલ 64.6 કરોડના પ્રોજેક્ટોનાં લોકાર્પણ કરવામાં આવશે.

કયા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે ?
ઉપરાંત 133.22 કરોડના ખર્ચે જે પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત થનાર છે, તેમાં લિંબાયત ઝોનમાં માધવબાગ સોસાયટી પાસે 3.24 કરોડના ખર્ચે નવો ખાડી બ્રિજ, અઠવા ઝોનમાં ટીપી સ્કીમ નં .13 (વેસુ ભરથાણા) ખાતે 44 કરોડના ખર્ચે 540 આવાસ અને ૮ દુકાન, રાંદેર ઝોનમાં ટીપી સ્કીમ નં .46 ( જહાંગીરપુરા ) ખાતે 65 કરોડના ખર્ચે 808 આવસ, ઉધના એ ઝોનમાં બમરોલી વિસ્તારમાં પુનીતનગર ખાતે 1.08 કરોડના ખર્ચે સ્ટોર્મ ડ્રેનેજ લાઈન નાંખવાનું કામ.

રાંદેર ઝોનમાં જહાંગીરપુરા ખાતે 9.87 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ બનાવવા, નવા વરાછા ઝોનમાં સુરત – બારડોલી રોડ પર લેન્ડમાર્ક ટેક્સટાઈલ અને શ્યામ સંગીની ટેક્સટાઈલ નજીક ખાડી સુધીના રોડની બંને તરફ સર્વિસ રોડ ઉ૫૨ 1.58 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરાછા એ ઝોનમાં અશ્વિનીકુમાર ખાતે ૮ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ બનાવવા સહિતનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

 

આ પણ વાંચો : Surat : કોર્પોરેશને યુનિવર્સીટી પાસે 19 કરોડની જમીન સંપાદન કરી હવે 6.44 કરોડ આપવા તૈયારી બતાવતા વિવાદ

આ પણ વાંચો : Surat : કોર્પોરેશને યુનિવર્સીટી પાસે 19 કરોડની જમીન સંપાદન કરી હવે 6.44 કરોડ આપવા તૈયારી બતાવતા વિવાદ

Next Article