Surat: સોમવારથી શહેરમાં વેક્સિન માટે ઓન સ્પોટ રજિસ્ટ્રેશનનો પ્રારંભ, વેક્સિન સેન્ટરો પણ વધારાશે

|

Jun 18, 2021 | 6:21 PM

Surat: સુરત શહેરમાં વેક્સિનેશનની ઝડપ વધારવાની સાથે હવે આગામી સોમવારથી સ્થળ પર જ રજિસ્ટ્રેશન સાથે નાગરિકોને વેક્સિન મળી રહે તે માટેનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Surat: સોમવારથી શહેરમાં વેક્સિન માટે ઓન સ્પોટ રજિસ્ટ્રેશનનો પ્રારંભ, વેક્સિન સેન્ટરો પણ વધારાશે
ફાઈલ ફોટો

Follow us on

Surat: કોરોના (Corona Virus)ના કેસો ઘટતાં હવે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સમગ્ર ધ્યાન વેક્સિનેશન પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં વેક્સિનેશનની ઝડપ વધારવાની સાથે હવે આગામી સોમવારથી સ્થળ પર જ રજિસ્ટ્રેશન સાથે નાગરિકોને વેક્સિન મળી રહે તે માટેનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેને પગલે અત્યાર સુધી રજીસ્ટ્રેશન અને સ્લોટ માટે મુશ્કેલી અનુભવતા નાગરિકોને રાહત મળશે.

 

આવનારા અઠવાડિયાથી સુરત શહેરમાં 45થી 50 હજાર નાગરિકોના પ્રતિદિન વેક્સિન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીનો આંકડો 20થી 25 હજાર સુધીનો હતો. તે માટે શહેરના તમામ ઝોન વિસ્તારમાં આવેલા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા પણ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં 120 જેટલા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા છે, તે વધારીને આવતા અઠવાડિયે 225થી 230 કરવામાં આવી શકે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ સિવાય હાલમાં મહાનગરપાલિકા દ્વારા સમગ્ર રાજ્યમાં સંભવતઃ પહેલી વખત વિકલાંગો માટે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે વેક્સિનેશન સુવિધાનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. આગામી સોમવારથી શહેરના પ્રત્યેક નાગરિકો માટે પણ સ્થળ પર જ રજિસ્ટ્રેશન સાથે રસી આપવાની કવાયત હાથ ધરવામાં આવશે. આ સુવિધાને પગલે અત્યાર સુધી રજિસ્ટ્રેશન માટે મુશ્કેલી અનુભવતા નાગરિકોને ભારે રાહત મળશે.

 

બીજી તરફ રસીના ડોઝનો જે બગાડ થઈ રહ્યો હતો તેમાં પણ ભારે ઘટાડો નોંધાઈ શકે છે. નોંધનીય છે કે કોરોના મહામારી સામે સૌથી વધુ કારગર એવા રસીકરણ ઝુંબેશની સુરત સહિત સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરમાં અત્યાર સુધી 16,85,346 વેક્સિન મૂકવામાં આવી છે. જે પૈકી ત્રણ લાખથી વધુ નાગરિકોને વ્યક્તિના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: Corona 3rd Wave : ભારતમાં ક્યારે આવશે કરોનાની ત્રીજી લહેર? જાણો નિષ્ણાતોએ શું જવાબ આપ્યો

Published On - 6:20 pm, Fri, 18 June 21

Next Article