Corona 3rd Wave : ભારતમાં ક્યારે આવશે કરોનાની ત્રીજી લહેર? જાણો નિષ્ણાતોએ શું જવાબ આપ્યો

Corona 3rd Wave : દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરના આ સર્વેમાં વિશ્વભરના 40 આરોગ્ય સંભાળ નિષ્ણાતો, ડોકટરો, વૈજ્ઞાનિકો, વાઈરોલોજિસ્ટ્સ અને રોગચાળાના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Corona 3rd Wave : ભારતમાં ક્યારે આવશે કરોનાની ત્રીજી લહેર? જાણો નિષ્ણાતોએ શું જવાબ આપ્યો
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 5:42 PM

Corona 3rd Wave : દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી છે. હવે નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં પણ સતત ઘટાડો નોધાઇ રહ્યો છે. હવે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. ત્રીજી લહેર વયસ્કો અને વૃદ્ધો સાથે બાળકો પણ કોરોના સંક્રમણનો વધુ પ્રમાણમાં ભોગ બનશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. પણ કોરોનાની સંભાવિત ત્રીજી લહેર દેશમાં ક્યારે આવશે? આ પ્રશ્નનો કેટલાક નિષ્ણાતોએ જવાબ આપ્યો છે.

ક્યારે આવશે કરોનાની ત્રીજી લહેર? કેટલાક તબીબી નિષ્ણાતોએ એવી સંભાવના વ્યક્ત કરી છે કે દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર (Corona 3rd Wave) ઓક્ટોબર સુધીમાં આવી શકે છે. સમાચાર એજન્સી રોઇટર્સ દ્વારા કરાયેલા સર્વેમાં નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે ભારત બીજી લહેર કરતા ત્રીજી લહેર સામે વધુ સારી રીતે લડશે. તેમણે કહ્યું છે કે કોરોના મહામારી હજી પણ ઓછામાં ઓછા એક વર્ષ સુધી જાહેર આરોગ્ય માટે ચિંતાનું કારણ બની રહેશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

દુનિયાભરના 40 નિષ્ણાતોનો સર્વે આ સર્વેમાં વિશ્વભરના 40 આરોગ્ય સંભાળ નિષ્ણાતો, ડોકટરો, વૈજ્ઞાનિકો, વાઈરોલોજિસ્ટ્સ અને રોગચાળાના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 3 જૂન થી 17 જૂનની વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં કોરોનાની ત્રીજી લહેર (Corona 3rd Wave) ઓક્ટોબર સુધીમાં આવશે તેવું 24 માંથી 21 અથવા 85% નિષ્ણાતોએ કહ્યું હતું. અન્ય ત્રણ નિષ્ણાતોએ ઓગસ્ટમાં તેના આગમનની આગાહી કરી છે, જ્યારે 12 નિષ્ણાતોએ સપ્ટેમ્બરમાં તેની શરૂઆતની આગાહી કરી છે. અન્ય નિષ્ણાતોએ કહ્યું કે કરોનાની ત્રીજી લહેર નવેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે આવી શકે છે.

ભારત ત્રીજી લહેર સામે વધુ સારી રીતે લડશે દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર (Corona 3rd Wave) અંગેના સર્વેમાં 34 માંથી 24 નિષ્ણાતો સંમત થયા કે ભારત બીજી લહેર કરતા ત્રીજી લહેર સામે વધુ સારી રીતે લડશે.ભારતમાં બીજી લહેરની પીક એપ્રિલ-મેમાં હતી. આ સમયગાળા દરમિયાન દેશમાં રેકોર્ડ કેસ નોંધાયા હતા.24 કલાકમાં ચાર લાખથી વધુ કેસ નોંધાયા હતા અને દેશના ઘણા ભાગોમાં ઓક્સિજન, દવા અને હોસ્પિટલના બેડની અછત હતી. જો કે, ત્યારબાદ કોરોના કેસોમાં ઝડપથી ઘટાડો થયો છે. 18 જૂન, શુક્રવારે ભારતમાં કોરોનાના 62 હજાર નવા કેસો મળી આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">