Surat: શાળા-કોલેજમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ, બસના કન્સેશન પાસ લેવા માટે વિદ્યાર્થીઓની લાગી લાઈન

|

Jun 29, 2022 | 12:36 PM

સુરત (Surat) શહેરના લીનિયર બસ સ્ટેન્ડ પર પાસ માટે કાઉન્ટર પણ બનાવવામાં આવ્યું છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી અહીં લાંબી કતાર (Queue) જોવા મળી રહી છે.

Surat: શાળા-કોલેજમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ, બસના કન્સેશન પાસ લેવા માટે વિદ્યાર્થીઓની લાગી લાઈન
કન્સેશન પાસ લેવા વિદ્યાર્થીઓની લાઇન લાગી

Follow us on

ગુજરાતમાં (Gujarat) નવુ શૈક્ષણિક સત્ર શરુ થઇ ગયુ છે. આ સાથે જ શાળા-કોલેજો (School-colleges) પણ વિદ્યાર્થીઓ ચહેકતી જોવા મળી રહી છે. જો કે શાળા-કોલેજ શરૂ થતાની સાથે જ સુરતના (Surat) બારડોલીમાં બસ સ્ટેન્ડ પર એસટી બસના કન્સેશન પાસ (Concession pass) માટે વિદ્યાર્થીઓની (Students) લાંબી કતારો લાગવાનું શરુ થઈ ગયું છે. છેલ્લા ત્રણ દિવસથી લાંબી લાંબી લાઈનોના કારણે સમય બગડતા વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ તેમના પાસ કાઢવાની પ્રોસેસ સરળ બને તેવી માગ કરી રહ્યા છે. જેથી તેમનો સમય અને અભ્યાસ બરબાદ ન જાય.

શાળા-કોલેજમાં નવુ શૈક્ષણિક શરુ

શાળા-કોલેજનું નવું સત્ર શરૂ થતાની સાથે જ એસટી બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ કન્સેશન પાસ માટે વલખા મારવા લાગે છે. સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને મફત પાસ આપવામાં આવે છે, તો વિદ્યાર્થીઓને પણ બસમાં થતા ભાડામાં છુટ આપવામાં આવે છે. ખાસ કરીને જૂનના બીજા કે ત્રીજા અઠવાડિયામાં સત્ર શરૂ થતાની સાથે જ એસટી વિભાગ દ્વારા કર્મચારીઓને શાળા-કોલેજમાં જ પાસ કઢાવવા માટે મોકલવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓનો સમય અને અભ્યાસનો વ્યય ન થાય.

પાસ કઢાવવા લાગી કતાર

સુરત શહેરના લીનિયર બસ સ્ટેન્ડ પર પાસ માટે કાઉન્ટર પણ બનાવવામાં આવ્યું છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી અહીં લાંબી કતાર જોવા મળી રહી છે. એકતરફ રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમનું વહીવટીતંત્ર શાળા-કોલેજમાં જ પાસ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો કરી રહ્યું છે, પરંતુ તેનો કેટલો અમલ થઈ રહ્યો છે તેનો અંદાજ બસ સ્ટેન્ડ પરની લાંબી કતારો પરથી લાગી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એસટી પ્રશાસનનો દાવો

એસટી પ્રશાસન દ્વારા ત્રણ કાઉન્ટર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર વિદ્યાર્થીઓએ આ વાતને નકારી કાઢી હતી. દીકરીનો પાસ કઢાવવા એસટી બસ સ્ટેન્ડ પર આવેલા નિલેશભાઈએ જણાવ્યું હતું કે, તેની દીકરી બારડોલીની સ્કૂલમાં અભ્યાસ કરે છે. ત્રણ દિવસ સુધી તે પાસ માટે ચક્કર લગાવતી રહી હતી, પરંતુ પાસ ન બની શક્યો એટલે તેમને નોકરી પરથી રજા લઈને પાસ લેવા આવવું પડ્યું. જોકે , અમારો નંબર આવતાની સાથે જ બારી બંધ થઈ ગઇ હતી.

બીજી તરફ ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, શાળા કોલેજમાં સુવિધા આપવામાં આવી હોવા છતાં વિદ્યાર્થીઓ પાસ કઢાવવા બસ સ્ટેન્ડ પર આવે છે, જેના કારણે લાંબી કતારો લાગે છે. આ સાથે તેમણે જણાવ્યું કે બસ સ્ટેન્ડ પર ત્રણ કાઉન્ટરની સુવિધા આપવામાં આવી છે.

ઇનપુટ ક્રેડિટ જીજ્ઞેશ મહેતા (બારડોલી)

Next Article