AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : યુનિવર્સીટીના 40 કરતા વધુ રિટાયર્ડ કર્મચારીઓ પેન્શન અને ગ્રેચ્યુઈટી માટે ખાઈ રહ્યા છે ધક્કા

યુનિવર્સિટીની(University ) નિવૃત્ત મહિલા કર્મચારીના પુત્ર હર્ષે જણાવ્યું કે તેની માતા યુનિવર્સિટીમાં નોકરી કરે છે. તેઓ 3 વર્ષથી પેન્શન માટે દોડી રહ્યા છે.

Surat : યુનિવર્સીટીના 40 કરતા વધુ રિટાયર્ડ કર્મચારીઓ પેન્શન અને ગ્રેચ્યુઈટી માટે ખાઈ રહ્યા છે ધક્કા
Veer Narmad South Gujarat University (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 3:33 PM
Share

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના(VNSGU) અધિકારીઓ તેમના નિવૃત્ત(Retired ) કર્મચારીઓ સાથે ઓરમાયું જેવું વર્તન કરી રહ્યા છે. જેનાથી પરેશાન પૂર્વ કર્મચારીઓએ કોર્ટનો (Court )સંપર્ક પણ સાધ્યો છે. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ અને અધિકારીઓને અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી. પરંતુ તેમની સમસ્યા હલ થઈ શકી નથી. વાસ્તવમાં અત્યાર સુધી 40 થી વધુ કર્મચારીઓના પેન્શન અને ગ્રેચ્યુઈટી સહિત અન્ય ઘણા દસ્તાવેજો પ્રાપ્ત થઈ રહ્યા નથી. આમાંથી 10 થી વધુ લોકોએ ન્યાય માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. જેનો ખર્ચ યુનિવર્સિટી પોતે ઉઠાવી રહી છે.

યુનિવર્સીટીના ઘણા કર્મચારીઓ નિવૃત્ત થયા છે, જ્યારે કેટલાક કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. આ પૂર્વ કર્મચારીઓના અનેક પેપરો યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ દબાવી અથવા ખોવાડી દીધા છે. બીજી તરફ આવા નિવૃત્ત કર્મચારીઓની સંખ્યા સતત વધી રહી છે. નિવૃત્ત કર્મચારીઓના જણાવ્યા મુજબ યુનિવર્સિટીમાં તેમના દસ્તાવેજો મળી રહ્યા નથી. યુનિવર્સિટી સ્ટાફે તેના દસ્તાવેજને એવા સમયે ગાયબ કરી દીધા છે જ્યારે તેની સૌથી વધુ જરૂર છે. જ્યારે નિવૃત્ત કર્મચારીઓએ યુનિ.ના હિસાબ વિભાગ પાસેથી તેમના દસ્તાવેજો માંગ્યા ત્યારે તેમને પેપરો મળતા ન હોવાનો જવાબ મળ્યો હતો.

ત્રણ વર્ષથી પેન્શન માટે દોડી રહ્યા છે નિવૃત્ત મહિલા કર્મચારી

યુનિવર્સિટીમાં અનેક કર્મચારીઓની સર્વિસ બુક આપવામાં આવી ન હતી, પરંતુ પૂર્વ વાઇસ ચાન્સેલર શિવેન્દ્ર ગુપ્તાની દરમિયાનગીરી બાદ તેમને સર્વિસ બુક આપવામાં આવી હતી. યુનિવર્સિટીની નિવૃત્ત મહિલા કર્મચારીના પુત્ર હર્ષે જણાવ્યું કે તેની માતા યુનિવર્સિટીમાં નોકરી કરે છે. તેઓ 3 વર્ષથી પેન્શન માટે દોડી રહ્યા છે. પરંતુ હજુ સુધી તેમનું પેન્શન પાસ કરવામાં આવ્યું નથી. તેમને કામચલાઉ પેન્શન આપવામાં આવી રહ્યું છે. તે જ સમયે, જ્યારે અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી ત્યારે ત્યાંથી જવાબ મળ્યો કે તેમની પાસે આ વિશે કોઈ માહિતી નથી.

કોર્ટમાં અરજી દાખલ

યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે યુનિવર્સિટીના 40થી વધુ નિવૃત કર્મચારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. આ લોકોએ યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી છે. હવે તેને યુનિવર્સિટીમાં જ આવવામાં તકલીફ પડી રહી છે. યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના વડા એસ.કે.ટાંકે પણ આ જ મુદ્દે તત્કાલિન ઈન્ચાર્જ એકાઉન્ટન્ટ ભવદીપ સામે કોર્ટમાં અરજી કરી છે. આ મામલો હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જુઓ સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: આ કંપનીએ કર્મચારીઓને દરરોજ ઓફિસ જવાની ઝંઝટમાંથી આપી મુક્તિ, વર્ષમાં 90 દિવસ કામ માટે આપી આ ઓફર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">