Surat : મેટાસ એડવેન્ટિસ્ટના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્ડ ન આપતાં વાલીઓની કલેકટરને રજુઆત

|

Mar 31, 2022 | 1:01 PM

છેલ્લા ઘણા સમયથી શહેરના અઠવા લાઈન્સ ખાતે આવેલ મેટાસ એડવેન્ટિસ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના પ્રવેશ કાર્ડ ન આપવામાં આવતાં વાલીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.

Surat : મેટાસ એડવેન્ટિસ્ટના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્ડ ન આપતાં વાલીઓની કલેકટરને રજુઆત
Surat: Matas Adventist administrators submit to collector not giving admission cards to students

Follow us on

Surat : શહેરના અઠવા લાઈન્સ ખાતે આવેલ મેટાસ એડવેન્ટિસ્ટ શાળાના (Matas Adventist School)સંચાલકો અને વાલીઓ વચ્ચેનો ગજગ્રાહ દિવસે ને દિવસે વધુ ઘેરો બની રહ્યો છે. વાલીઓ દ્વારા નિશ્ચિત ફી (fee) ભરવા છતાં શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્ડ આપવામાં આનાકાની કરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે આજે શિક્ષણાધિકારીને (Education Officer) રજુઆત કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી શહેરના અઠવા લાઈન્સ ખાતે આવેલ મેટાસ એડવેન્ટિસ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના પ્રવેશ કાર્ડ ન આપવામાં આવતાં વાલીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં જ શાળામાં વાલીઓ અને સંચાલકો વચ્ચે આ મુદ્દે ભારે વિરોધ થતાં કેમ્પસ બહાર ક્રોધે ભરાયેલા વાલીઓ દ્વારા રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જોકે, આજે મોટી સંખ્યામાં વાલીઓએ એકઠાં થઈને સૂત્રોચ્ચાર સાથે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ આ મુદ્દે રજુઆત કરી હતી. એફઆરસી કમિટી દ્વારા પણ આ મુદ્દે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ જણાવ્યું હતું કે, ફી મુદ્દે શાળાના સંચાલકો દ્વારા ધરાર મનમાની કરવામાં આવી રહી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વાલીઓના કહેવા મુજબ શાળાની ફી નિર્ધારણ માટે ફી કમિટી બનાવવામાં આવી હતી પરંતુ ધીમે ધીમે તમામ શાળાઓની ફી તેમના મન પ્રમાણે નક્કી કરવામાં આવી રહી છે. આમાં માતા-પિતાને કોઈ ફાયદો નથી. સુરત સહિત દક્ષિણ ગુજરાતની 2000 જેટલી શાળાઓની ફી નક્કી કરવાની જવાબદારી FRCની છે. જો કે, ઘણી શાળાઓ સમિતિના નિર્ણયનું પાલન કરતી નથી અને તેમની પસંદગી મુજબ ફી વસૂલ કરે છે.

શાળા દ્વારા નિશ્ચિત કરવામાં આવેલ ફી ભરવા છતાં હજી પણ ક્લાસનું પ્રવેશ કાર્ડ આપવામાં આવ્યું નથી. જેને પગલે આજે સૂત્રોચ્ચાર સાથે વાલીઓએ મોરચો કાઢીને જિલ્લા કલેકટર સહિત ડીઈઓને રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : Chaitri Navratri : જગદંબાની આરાધનામાં જો નહીં રાખો આ સાવધાની તો ભારે પડશે આદ્યશક્તિની નારાજગી !

આ પણ વાંચો : Pariksha Pe Charcha 2022: ગુજરાતના 55 લાખથી વધુ વિદ્યાર્થીઓ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં જોડાશે, શાળાઓમાં કરાશે જરૂરી વ્યવસ્થાઓ

Next Article