Surat : લગ્નપ્રસંગમાં 150 વ્યક્તિઓની મર્યાદા, માર્કેટમાં Unlimited કેમ ?

|

Jan 24, 2022 | 4:54 PM

સુરતના વરાછા વિસ્તારમાં સુદામા ચોક પાસે દર સોમવારે ભરાતાં સોમવારી બજારમાં પગ મુકવાની જગ્યા પણ ન હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

Surat : લગ્નપ્રસંગમાં 150 વ્યક્તિઓની મર્યાદા, માર્કેટમાં Unlimited કેમ ?
Monday Market in Varachha area (File Image )

Follow us on

રાજ્ય અને શહેરમાં(Surat )  એક તરફ કોરોના નું સંક્રમણ વધી રહ્યો હોવાની વાત કરીને સરકાર દ્વારા ગાઇડલાઇન (guideline) બહાર પાડવામાં આવી છે. જેમાં ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાએ વધુ લોકો(Public ) એકત્ર થતાં હોય ત્યાંથી લોકોને દૂર રહેવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને લગ્ન સમારોહમાં દોઢસો વ્યક્તિની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

પરંતુ સુરતની અનેક એવી માર્કેટો છે જ્યાં દોઢસો કરતાં પણ વધારે લોકોની હાજરી જોવા મળી રહી છે છતાં ત્યાં કોઈ પણ પ્રકારની ગાઇડલાઇન જોવા મળતી નથી, સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સુદામા ચોકમાં દર સોમવારે સોમવારી બજાર ભરાય છે, જ્યાં કોરોના ની ગાઈડલાઈન ના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે/

સુરતના વરાછા વિસ્તારમાં સુદામા ચોક પાસે દર સોમવારે ભરાતાં સોમવારી બજારમાં પગ મુકવાની જગ્યા પણ ન હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. માત્ર આ એક માર્કેટની વાત નથી, પણ સુરતના ચૌટા બજાર હોય, ડાયમંડ માર્કેટ કે ટેકસટાઇલ માર્કેટ હોય ત્યાં પણ આવા જ દ્રશ્ય જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આવી માર્કેટોમાં કાર્યવાહી કેમ નહીં ?

શહેરના આવા બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જ્યાં લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે. રવિવારે જ સુરત શહેરમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી ચાર લાખ રૂપિયાનો દંડ લેવામાં આવ્યો હતો. ત્યાં આજે વધુ એક વિડીયો વાયરલ થતા તંત્રની ચિંતા વધી છે. ત્યારે લોકો એક સવાલ એ પણ કરી રહ્યા છે કે જો લગ્નપ્રસંગ કે સામાજિક પ્રસંગમાં મર્યાદિત સંખ્યાની હાજરી રાખવામાં આવી છે, ત્યાં આવા બજારોમાં કોરોના ગાઇડલાઇનનો જયારે ભંગ થાય છે ત્યારે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી ?

તંત્ર દ્વારા એકતરફ ટેસ્ટિંગ, વેકસીનેશન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ લોકોની આ બેદરકારી ચિંતામાં વધારો કરે છે. શહેરમાં માંડ છેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે, ત્યારે હજી એકાદ અઠવાડિયા સુધી લોકોને પણ આવી ભીડભાડ થી દૂર રહી સમજદારી કેળવવા સલાહ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સુરત બન્યું હિલ સ્ટેશન, તાપમાનનો પારો ગગડતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા

આ પણ વાંચો : Navsari: જિલ્લા પોલીસ વડાનો સપાટો, મરોલી પોલીસ સ્ટેશનના 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા

Next Article