Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મેટ્રો સ્ટેશનને પગલે લંબે હનુમાન ગરનાળું આજથી 1 વર્ષ માટે બંધ, લોકોની હાડમારીની શરૂઆત

આજથી સુરત શહેરના છ અલગ - અલગ વિસ્તારોમાં મેટ્રો સ્ટેશનની કામગીરીને પગલે રસ્તાઓ બંધ કરવાના આદેશ ફરમાવામાં આવ્યા છે. જેમાં લંબેહનુમન રોડ પર પર રેલવે સ્ટેશન જય વિજય રેસ્ટોરેન્ટ્સથી લંબે હનુમાન પોલીસ ચોકી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

Surat : મેટ્રો સ્ટેશનને પગલે લંબે હનુમાન ગરનાળું આજથી 1 વર્ષ માટે બંધ, લોકોની હાડમારીની શરૂઆત
Metro Rail Project
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 4:47 PM

રાજ્યના આર્થિક પાટનગર સુરત (Surat )શહેરની સમૃદ્ધિના પ્રતિક સમાન સાબિત થનાર મેટ્રો રેલ પ્રોજેક્ટના(Metro Rail Project ) પહેલા તબક્કાની કામગીરીનો ધમધમાટ હવે જોવા મળી રહ્યો છે. આજથી મેટ્રો સ્ટેશનની કામગીરીને પગલે શહેરના અલગ – અલગ છ રસ્તાઓ પર ડાયવર્ઝન મુકવામાં આવ્યું છે. જે આગામી એક વર્ષ સુધી અમલમાં રહેશે અને આ નિર્ણયને પગલે વાહન ચાલકો અને રાહદારીઓની હાડમારીમાં નિશ્ચિતપણે વધારો થવા પામશે.

આજે વહેલી સવારથી લંબે હનુમાન રોડ ગરનાળું બંધ કરવામાં આવતાં પીક અવર્સ દરમ્યાન ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા અને તેને પગલે ટ્રાફિક પોલીસે પણ ભારે કસરત કરવી પડી હતી. સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત આજથી ચોકબજારથી કાપોદ્રા સુધીના 7 કિલોમીટર લાંબા અન્ડર ગ્રાઉન્ડ રૂટમાં છ સ્ટેશન બનાવવાની કામગીરીનો પ્રારંભ થવા પામ્યો છે. જેને પગલે આ વિસ્તારમાં આવેલા અલગ – અલગ રસ્તાઓ એક વર્ષ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે વાહન ચાલકો અને રાહદારીઓની સુગમતા માટે વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે પરંતુ પહેલા જ દિવસે લંબે હનુમાન રોડ ગરનાળું બંધ હોવાને કારણે વાહન ચાલકોને વહેલી સવારે ભરશિયાળામાં ઓફિસ – કામ ધંધે પહોંચવામાં પરસેવો વળી ગયો હતો. પીક અવર્સને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા લંબે હનુમાન ટ્રાફિક ચોકીના પોલીસ કર્મચારીઓએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી
Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી
IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે
41 વર્ષીય અભિનેત્રીએ ચાહકોને ગુડન્યુઝ આપ્યા
ટાટાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર કેટલાની આવે ?

આજથી સુરત શહેરના છ અલગ – અલગ વિસ્તારોમાં મેટ્રો સ્ટેશનની કામગીરીને પગલે રસ્તાઓ બંધ કરવાના આદેશ ફરમાવામાં આવ્યા છે. જેમાં લંબેહનુમન રોડ પર પર રેલવે સ્ટેશન જય વિજય રેસ્ટોરેન્ટ્સથી લંબે હનુમાન પોલીસ ચોકી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં વાહન ચાલકો માટે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તા માટે લંબે હનુમાન જેબી ડાયમંડ સર્કલથી દિલ્હી ગેટ અને રિંગરોડ તરફ આવવા માટે લંબે હનુમાન ચોકીથી વરાછા મેઈન રોડ, આયુર્વેદિક કોલેજ સર્કલથી સ્ટેશન રોડ અથવા લાલ દરવાજા રોડનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

આ સિવાય કતારગામ તરફ જવા માટે વરાછા મેઈન રોડ પરથી લાલ દરવાજા રોડ પર થઈને જવા માટે પણ વાહન ચાલકોને સુચના આપવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે પણ આજે પહેલા જ દિવસે લંબે હનુમાન ગરનાળું બંધ કરવામાં આવતાં પીક અવર્સમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અધુરામાં પુરૂં મોટા ભાગની એસટી બસો પણ આ જ રસ્તાનો ઉપયોગ કરતી હોવાને કારણે અરાજકતા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Surat: આશરે સાડા ત્રણ દાયકા પછી વરાછાવાસીઓને બોટલનેક ટ્રાફિકજામની સમસ્યાથી મળશે મુક્તિ, જાણો કોર્પોરેશને શું કરી કામગીરી

આ પણ વાંચો : Surat : વેસુની સુમન મલ્હાર આવાસ યોજનાના કોન્ટ્રાકટર સામે પાલિકાની ઢીલી નીતિથી લાભાર્થીઓ મકાનથી હજી પણ વંચિત

ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
g clip-path="url(#clip0_868_265)">