Surat : સુરત સિવિલમાં સ્ટાફના અભાવે અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટી કઢાવવા લોકોને હાલાકી

|

Apr 12, 2022 | 9:07 AM

નવી સિવીલ હોસ્પિટલના(Civil Hospital ) કેમ્પસમાં આવેલ કીડની હોસ્પિટલમાં ખાસ ઓપીડી શરૂ કરવામાં આવી છે. જયાં ઇસીજી, લેબ, સહિતનો સ્ટાફ છે. પરંતુ સિવીલ હોસ્પિટલના મેડિસિન વિભાગના એચઓડી દ્વારા પુરતો સ્ટાફ ફાળવવામાં આવતો નથી.

Surat : સુરત સિવિલમાં સ્ટાફના અભાવે અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટી કઢાવવા લોકોને હાલાકી
સ્ટાફના અભાવે અમરનાથ યાત્રાના ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા લોકોને હાલાકી (ફાઈલ ઇમેજ )

Follow us on

નવી સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital ) ચાર દિવસ સિનિયર તબીબી અને તબીબી શિક્ષકના હડતાળને (Strike ) લઇને અમરનાથ(Amarnath ) યાત્રાએ જવા માટે યાત્રાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ જરૂર હોય પણ સિવિલ હોસ્પિટલમાં ફીટનેસ સર્ટિફિકેટની કામગીરી બંધ કરાઇ હતી. હવે હોસ્પિટલના મેડિસિન વિભાગના એચઓડી કે.એન.ભટ્ટ દ્વારા ફીટનેસ સર્ટિફિકેટની કામગીરી બદલ પુરતો સ્ટાફ નહિ ફાળવવામાં આવતા સમયસર ફિટનેસ સર્ટિફિકેટ નીકળતા નથી. જેના કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આગામી જુન મહિનાથી શરૂ થઇ રહેલ પવિત્ર અમરનાથ યાત્રાએ જવા માટે ફિટનેસ સર્ફિફિકેટની જરૂરિયાત હોય છે.

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે યાત્રાને સ્થગિત કરાય હતી. ત્યારે આ વર્ષે અમરનાથ યાત્રાએ જવા માટે ભારે ધસારો જોવા મળે છે. નવી સિવીલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ કીડની હોસ્પિટલમાં ખાસ ઓપીડી શરૂ કરવામાં આવી છે. જયાં ઇસીજી, લેબ, સહિતનો સ્ટાફ છે. પરંતુ સિવીલ હોસ્પિટલના મેડિસિન વિભાગના એચઓડી દ્વારા પુરતો સ્ટાફ ફાળવવામાં આવતો નથી. જેથી યાત્રાળુઓને ફિટનેસ સર્ટીફિકેટ મેળવવા માટે ઉનાળાની ગરમીમાં હાલાકી વેઠવી પડે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી અમરનાથ જતા યાત્રાળુઓ માટે સર્ટીફિકેટ અંગે વ્યવસ્થા ગોઠવવા માટે શિવ સેવા ગૃપના જગદીશ મેરએ હોસ્પિટલના વહીવટી તંત્રને વધુ સ્ટાફ ફાળવવા માટે વિનંતી કરી હતી. જેમાં ખાસ કરીને મેડિસિન વિભાગના અપુરતા સ્ટાફ અંગે વાકેફ કર્યા હતા. છતાં આ વિભાગના વડાએ કોઇ કાળજી લેવાની તસ્દી લીધી ન હતી. આ બાબતે રાજયના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ સુધી ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અત્રે ઉલ્લેખનીય છે કે ચર્ચામાં આવેલ મેડિસિન વિભાગના એચઓડી ડો.કે.એન.ભટ્ટના વિભાગ દ્વારા એક અજાણ્યા દરદીની સારવારને લઇને સવાલો ઉઠ્યા હતા. આ અજાણ્યા દરદીને મેડિસિન વિભાગના કોઇક સ્ટાફના વ્યક્તિએ દાખલ કર્યા બાદ ચાલી નહિ શકતો દરદી અચાનક કેમ્પસમાં મળી આવ્યો હતો. આ દરદીને સ્ટાફનો વ્યક્તિ જ કેમ્પસમાં મૂકી આવ્યો હોવાની વાત કહેવાય રહી હતી. જોકે આ દરદીનું મોત થતા મેડિસિન વિભાગની ઘોર બેદરકારી સામે આવી હતી. જેને લઇને સિવિલ હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડો. ગણેશ ગોવેકરે મેડિસિન વિભાગના એચઓડી ડો. કે.એન.ભટ્ટને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો :

સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ, સુરતની આ શાળામાં મુસ્લિમ શિક્ષક છેલ્લા 12 વર્ષથી ભગવદ્ ગીતા ભણાવી રહ્યા છે

Surat : સાત વર્ષમાં 4.17 લાખ લોકોએ એફોર્ડેબલ મકાનો ખરીદ્યા, ખાનગી બેંકોએ સરકાર કરતા વધુ સબસિડી ચૂકવી

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article