Surat : વેક્સિન લીધી હોય તો સુરત એરપોર્ટ પર હવે RTPCR રિપોર્ટ બતાવવો ફરજીયાત નહીં

|

Aug 14, 2021 | 2:11 PM

ગુજરાતના અન્ય એરપોર્ટ પર RTPCR રિપોર્ટ માંગતા નથી. ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને પગલે હવે સુરત એરપોર્ટ પર પણ જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો તેમની પાસે RTPCR રિપોર્ટ માંગવામાં આવશે નહીં. આ સાથે જ મુસાફરે વેક્સિનેશન સર્ટિફિકેટ મહાનગરપાલિકાની ટીમને બતાવવાનું રહેશે.

Surat : વેક્સિન લીધી હોય તો સુરત એરપોર્ટ પર હવે RTPCR રિપોર્ટ બતાવવો ફરજીયાત નહીં
Surat: It is no longer mandatory to show RTPCR report at Surat airport if vaccinated

Follow us on

Surat સુરત એરપોર્ટ પર ફરજીયાત RTPCR રિપોર્ટ બતાવવાની પ્રક્રિયામાંથી મુસાફરોને મુક્તિ આપવામાં આવી છે. ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની(Chamber Of Commerce ) રજૂઆતને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેમ્બરની સરસાણા સ્થિત ઓફિસમાં ઈન્ડિગો, સ્પાઇસ જેટ, એરઇન્ડિયા, અને સ્ટાર એરના સ્ટેશન મેનેજરોની એક મિટિંગ મળી હતી. આ મિટિંગમાં એરપોર્ટથી વધારે ફ્લાઇટ ઓપરેટ કરવા અંગે તેમજ ફ્લાઇટ ઓપરેશન દરમ્યાન એર લાઈન્સો અને મુસાફરોને પડતી નાની મોટી મુશ્કેલી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

એર લાઇન્સ કંપનીના મેનેજરો દ્વારા ચેમ્બર ઓફ કોમર્સને અનુરોધ કરવામાં આવ્યો હતો કે રાજ્યના મોટાભાગના એરપોર્ટ પર વેક્સિનેશન મુકાવનાર મુસાફરો પાસેથી RTPCR રિપોર્ટ માનવામાં આવતો નથી. જયારે સુરત એરપોર્ટ ખાતે મુસાફરો પાસેથી સુરત મહાનગરપાલિકાની ટિમ દ્વારા આરટીપીસીઆર રિપોર્ટ માંગવામાં આવે છે.

જેના કારણે મુસાફરોને પરેશાની થાય છે. આથી જે મુસાફરોએ કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેઓને આરટીપીસીઆર રીપોર્ટમાંથી મુક્તિ આપવામાં આવે તે અંગે ચેમ્બરને મધ્યસ્થી કરીને સમસ્યા નું નિવારણ લાવી આપવા માંગણી કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ ખાતે પ્લેનના એક જ દરવાજેથી મુસાફરોને ઉતારવામાં આવે છે. અને સાફસફાઈ બાદ એ જ દરવાજેથી મુસાફરોને પ્લેનમાં પ્રવેશ પણ આપવામાં આવે છે. આ બધી કામગીરી અડધા કલાકમાં કરવાની હોવાથી એરલાઇન્સ માટે અગવડતા ઉભી થતી હતી. અને સમયનો પણ બગાડ થતો હતો.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

આથી જરૂરિયાત પ્રમાણે જયારે પ્લેનમાંથી વધારે મુસાફરો ઉતરતા હોય છે અને વધારે મુસાફરો ચડવાના હોય ત્યારે બંને દરવાજાનો ઉપયોગ કરવા પણ મંજૂરી આપવામાં આવે તે અંગે પણ ચેમ્બર ઓફ કોમર્સ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જે સમસ્યાનું પણ નિરાકરણ લાવવા ચેમ્બર ઓફ કોમર્સે ખાતરી આપી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે જેમણે  વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમને આરટીપીસીઆર ટેસ્ટ વગર એરપોર્ટ પર એન્ટ્રી આપવામાં આવશે. હાલ કેસોની સંખ્યા ઓછી થઇ છે એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલેલ્ખનીય છે કે સુરત એરપોર્ટ પર એક દિવસમાં 22 ફ્લાઇટ ઓપરેટ થઇ રહી છે. જેમાં 2700 પેસેન્જરો અવરજવર કરાય છે.

આ પણ વાંચો :

Surat: કોરોનાના કપરાકાળમાં દર્દીઓને લૂંટનારી હોસ્પિટલો સામે તવાઈ નક્કી, આવતા અઠવાડિયે મળશે બેઠક

Surat News : તહેવારો પૂર્વે મીઠાઈના વિક્રેતા પર આરોગ્ય વિભાગની તવાઈ, ભેળસેળની માત્રા જાણવા લેવાયા સેમ્પલ

Published On - 1:58 pm, Sat, 14 August 21

Next Article