Surat : શહેરમાં હવે ઇ બાઇસીકલ શેરિંગ પ્રોજેકટ શરૂ કરવાની તૈયારીમાં મહાનગરપાલિકા, 80 કિમી લંબાઈમાં સાઈકલ ટ્રેક બનાવાશે

સ્માર્ટ સિટી (Smart City ) સ્માર્ટ અર્બનાઇઝેશન સમિટમાં ઇ-સાઇકલ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઈ-સાયકલ એક જ ચાર્જ પર 25 કિમી ચાલશે, 15 મિનિટનું ભાડું ₹30-50 હશે, સેવા લેનાર માટે પબ્લિક ઈ-સાયકલ શેરિંગમાં સાઈકલનું ભાડું રૂ. 3500 થી 4000 પ્રતિ માસ નક્કી કર્યું છે.

Surat : શહેરમાં હવે ઇ બાઇસીકલ શેરિંગ પ્રોજેકટ શરૂ કરવાની તૈયારીમાં મહાનગરપાલિકા, 80 કિમી લંબાઈમાં સાઈકલ ટ્રેક બનાવાશે
Corporation to start E-Bicycle Project (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 8:01 AM

આગામી દિવસોમાં સુરતના (Surat ) રસ્તાઓ પર લોકો ઈ-સાયકલ (E Cycle ) ચલાવતા જોવા મળશે. સાયકલ શેરિંગ પ્રોજેક્ટ બાદ હવે મહાનગરપાલિકા (SMC)  ઈ-સાયકલ પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત સ્માર્ટ સિટીઝ સ્માર્ટ અર્બનાઇઝેશન કોન્ફરન્સમાં ઈ-સાયકલનો કોન્સેપ્ટ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જેમાં લીલા રંગની 2 ઈ-સાયકલ પ્રદર્શિત કરવામાં આવી હતી. શહેરમાં અઢી વર્ષ પહેલા પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેને સારો પ્રતિસાદ મળ્યો છે. હવે પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ઈ-સાયકલ કોન્સેપ્ટ લાવી શકાય છે.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, કાંકરિયા, રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઈ-સાયકલ કન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં આ કોન્સેપ્ટ આજ સુધી કોઈપણ શહેરમાં શરૂ થયો નથી. ઈ-સાયકલ માટે ચંદીગઢ, જબલપુર, ગોવા, મુંબઈ અને પુણેમાં ઈ-સાયકલ કોન્સેપ્ટ અંગે અમદાવાદ સ્થિત કંપની સાથે વાતચીત ચાલી રહી છે. જો કે અમદાવાદ સિવાય હજુ સુધી કોઈ શહેરમાં આ પ્રોજેક્ટ શરૂ થયો નથી.

સ્માર્ટ સિટી સ્માર્ટ અર્બનાઇઝેશન સમિટમાં ઇ-સાઇકલ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઈ-સાયકલ એક જ ચાર્જ પર 25 કિમી ચાલશે, 15 મિનિટનું ભાડું ₹30-50 હશે, સેવા લેનાર માટે પબ્લિક ઈ-સાયકલ શેરિંગમાં સાઈકલનું ભાડું રૂ. 3500 થી 4000 પ્રતિ માસ નક્કી કર્યું છે. કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું કે જો સંસ્થા ભાડા પર ઈ-સાયકલ લે છે, તો તેણે ઓછામાં ઓછી 20 લેવી પડશે, તો જ કંપની તેને શેરિંગના આધારે આપશે. સામાન્ય જનતાની વાત કરીએ તો 15 મિનિટ માટે 30 થી 50 રૂપિયા વસૂલવામાં આવી શકે છે. ઈ-સાયકલ એક વાર ચાર્જ પર 25 કિમી ચાલશે. સરકારના નિયમો અનુસાર તે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી તથા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલ નેશનલ ચેલેન્જ અંતર્ગત સુરત શહેરના સાઇકલિંગ અને વોકિંગ ફ્રેન્ડલી સિટી બનાવવા મનપા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત આઇટીડીપીના પ્રતિનિધિઓ પાસેથી મળેલ સૂચનો અન્વયે મનપા દ્વારા સાઇકલ ટ્રેક માટેના આયોજનો અમલી કરી દીધા છે.

શહેરમાં 45 મીટર કે તેથી વધુ પહોળાઇના રસ્તાઓ ૫૨ બન્ને ત૨ફે ત્રણ મીટરના તથા 30 મીટરથી 45 મીટર સુધીની પહોળાઇ ધરાવતાં રસ્તાઓ પર રસ્તાની બન્ને તરફે બે મીટરના ડેડિકેટેડ સાઇકલ ટ્રેકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાઇકલ ટ્રેક ધરાવતાં રસ્તાના દરેક જંક્શન પર જંક્શનની બન્ને બાજુ 25 મીટર લંબાઇમાં સાઇકલ ટ્રેક દર્શાવવા માટે રેડ થર્મો પ્લાસ્ટિક પેઇન્ટના પટ્ટા મારવામાં આવ્યા છે તથા સાઇકલની શાઇનિંગ દર્શાવતાં બોર્ડ મૂકાયા છે. દરેક ઝોન ઓફિસ પર સાઇકલ માટે અલગથી સાઇકલ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો-Gandhinagar: વડાપ્રધાને ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનો શુભારંભ કરાવ્યો, ભારતમાં આયુષ વિઝા શરુ કરવાની જાહેરાત કરી

આ પણ વાંચો-ધર્મના નામે ભેદભાવ! નડિયાદની નોલેજ સ્કૂલ આવી વિવાદમાં, સ્કૂલના સ્ટાફનો વાલી સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">