ધર્મના નામે ભેદભાવ! નડિયાદની નોલેજ સ્કૂલ આવી વિવાદમાં, સ્કૂલના સ્ટાફનો વાલી સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ
કથિત ઓડિયો ક્લિપમાં વાલીને શાળાના સ્ટાફ તરફથી એડમિશન બાબતે કોલ કરવામાં આવે છે. ત્યારે વાલીસામેથી સવાલ ઉઠાવે છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે નમાજ પઢવા અલગ રૂમ છે? તો શું હિંદુ વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા ગાવા માટે અલગ રૂમ આપશો?
દેશભરમાં મસ્જિદમાં લાઉડ સ્પીકર પર નમાઝ પઢવા મુદ્દે વાદ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ ધાર્મિક (religion) વિવાદ હવે સ્કૂલો સુદી પહોંચી ગયો છે. ખેડા (Kheda) લ્લામાં નડિયાદ (Nadiad) ની નોલેજ સ્કૂલની કથીત ઓડીયો ક્લીપ હાલ ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં એક વાલી સ્કૂલના સ્ટાફને ફોન પર ફરિયાદ કરી રહ્યો છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે નમાજ પઢવા અલગ રૂમ આપો છો તો શું હિંદુ વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા ગાવા માટે અલગ રૂમ આપશો?
કથિત ઓડિયો ક્લિપમાં વાલીને શાળાના સ્ટાફ તરફથી એડમિશન બાબતે કોલ કરવામાં આવે છે. ત્યારે વાલીસામેથી સવાલ ઉઠાવે છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે નમાજ પઢવા અલગ રૂમ છે?. બીજી તરફ સ્ટાફ દ્વારા પણ સ્કૂલમાં નમાજ માટે અલગ રૂમ હોવાની ઓડિયોમાં જ કબૂલાત કરવામાં આવી છે. જોકે ઓડિયો ક્લીપ અંગે TV9 કોઇ પુષ્ટી કરતું નથી.
એડિયો ક્લીપના અંશો
- સ્ટાફ- ભૌતિકના પેરેન્ટસ બોલે છે
- વાલી- હા હું ભૌતિકના પેરેન્ટસ બોલુ છું
- સ્ટાફ- હું નોલેજ સ્કૂલમાંથી બોલુ છું,ભૌતિકને નોલેજ સ્કૂલમાં મુકવાની ઇચ્છા ખરી?
- વાલી- સાહેબ પહેલા તો નોલેજની એક ફરિયાદ છે, નોલેજમાં નમાજ પઢવા માટે અલગ રૂમ આપો છો તેનું કારણ શું? એ યોગ્ય છે? કાલે મારા છોકરાને
- નુમાન ચાલીસા પઢાવી હશે તો અલગ રૂમ આપશો?
- સ્ટાફ- એમની અમુક જ સંખ્યા હોય ને
- વાલી- એ ખોટી વાત છે, મારા છોકરાને અલગ રૂમ આપશો, દર મંગળવારે અને શનિવારે એક કલાક હનુમાન ચાલીસા બોલશે બોલો મંજૂર છે.
- સ્ટાફ- એમના ધર્મનું હોય એટલે મંજૂરી આપી છે
- વાલી- સાહેબ હિન્દુ ધર્મનું ગર્વ હોવું ખપે. સંખ્યા ઓછી થઇ જશે તમે જાણો છો પણ મોટો ઇશ્યુ છે
- હું સતસંગી જ છું વડતાલનો, સતસંગીની સ્કૂલમાં હોવા છતા તમે આવી રીતે કરો…તે લોકો કોઇ દિવસ આપણા ધર્મને સપોર્ટ કરે છે? હિન્દુ ધર્મનું ગૌરવ ન
- ય તેવી સ્કૂલમાં મારે મારા બાળકોને મુકીને કરવાનું શું? તો હિન્દુ ધર્મના ગૌરવનું શું?
આ પણ વાંચોઃ Ahmedabad : ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની સમસ્યા અને ફરિયાદોમાં વધારો થયો