Surat : કામરેજમાં શિક્ષકોએ બનાવી 30 ફૂટ લાંબી ઇકો ફ્રેન્ડલી રાખડી, પર્યાવરણ બચાવવાનો આપ્યો સંદેશો

શાળાના (Schools )શિક્ષકોના આ ઉમદા પ્રયાસથી વિદ્યાર્થીઓને પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. શાળાના તમામ શિક્ષકોએ ભેગા મળીને આ રાખડી તૈયાર કરી હતી.

Surat : કામરેજમાં શિક્ષકોએ બનાવી 30 ફૂટ લાંબી ઇકો ફ્રેન્ડલી રાખડી, પર્યાવરણ બચાવવાનો આપ્યો સંદેશો
Longest Rakhi made by Teachers (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 12:53 PM

ભાઈ બહેનના(Brother-Sister ) સ્નેહ ના પ્રતિક સમા પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન(Rakshabandhan ) જે પર્વ તારીખ 11 ઓગસ્ટના રોજ ઉજવાશે જયારે બહેન પોતાના ભાઈના હાથે રાખડી (Rakhi )બાંધીને આ પ્રેમના પર્વને મનાવશે. સ્નેહ, રક્ષા અને પ્રેમનું પ્રતિક એટલે રાખડી અને એ પર્વના પ્રતિક ના માધ્યમથી કામરેજ તાલુકાના વિહાણ ગામની એક શાળાના શિક્ષક ગણ દ્વારા ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવી પર્યાવરણ જાગૃતિ અંગે નો સંદેશો વહેતો કરવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે કામરેજ તાલુકાના વિહાણ ગામે આવેલી આ શાળાના શિક્ષક કર્મચારી ગણ દ્વારા ઇકો ફ્રેન્ડલી રાખડી નું નિર્માણ કરવામાં આવ્યું હતું.

જે ઇકો ફ્રેન્ડલી રાખડીની લંબાઈ 30 ફૂટ અને 8  ફૂટની પહોળાઈ ધરાવે છે. શાળાના શિક્ષક કર્મચારી ગણ દ્વારા નિર્મિત ઇકો ફ્રેન્ડલી રાખડી દ્વારા હાલમાં ઉદભવી રહેલી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે પર્યાવરણ અસંતુલિત થતું જાય છે. રોજિંદા જીવનમાં પણ પર્યાવરણને ટકાવી રાખનાર પદાર્થો કે પરિબળો નો ઉપયોગ નહિવત થતા આપણે પર્યાવરણને નુકસાન કારક પ્રવૃતિઓને યેન કેન પ્રકારે વેગ આપી રહ્યા છે.

જેથી ઇકો ફ્રેન્ડલી રાખડીની નિર્માણ દ્વારા શાળાના શિક્ષક કર્મચારી ગણ દ્વારા પર્યાવરણનું જતન અને રક્ષણ માટેના સંદેશા સાથે એક ઉમદા વિચાર માનવ સમાજ સમક્ષ રજુ કરી સમગ્ર જીવ સૃષ્ટિ માટે એક અતિ આવશ્યક અને મહત્વનું પરિબળ એવા પર્યાવરણ અંગેની જાગૃતિ ફેલાવનાર ઇકો ફ્રેન્ડલી રાખડી નું નિર્માણ કરી આ શાળા દ્વારા આગોતરી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શાળાના શિક્ષકોના આ ઉમદા પ્રયાસથી વિદ્યાર્થીઓને પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. શાળાના તમામ શિક્ષકોએ ભેગા મળીને આ રાખડી તૈયાર કરી હતી. રાખડી તૈયાર કર્યા બાદ તેને શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ શિક્ષકો પાસેથી આ ઉમદા સંદેશની પ્રેરણા લઈને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લીધો હતો.

Input Credit by Jignesh Mehta (Bardoli )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">