Surat : અડાજણમાં નદીકિનારે મહાપાલિકાની કરોડોની જમીન પર ગેરકાયદે કબજો, રેવન્યુ રેકોર્ડમાં પાલિકાના નામે જગ્યા બોલે છે

|

Mar 07, 2022 | 9:19 AM

કરોડોની આ જમીન પચાવી પાડવાના કારસા સામે ડેપ્યુટી મેયર દ્વારા તાકીદ કરવામાં આવી છે. આ જગ્યા રિક્રિયેશન માટે અનામત રાખવામાં આવી હોય કોર્પોરેશન આ બાબતે ધ્યાન આપે અને દબાણોને દૂર કરીને જગ્યાની માલિકી પરત લે તેવી માંગણી કરવામાં આવી છે.

Surat : અડાજણમાં નદીકિનારે મહાપાલિકાની કરોડોની જમીન પર ગેરકાયદે કબજો, રેવન્યુ રેકોર્ડમાં પાલિકાના નામે જગ્યા બોલે છે
Illegal occupation of crores of municipal land on the river bank in Adajan(File Image )

Follow us on

અડાજણમાં(Adajan ) તાપી નદીના કિનારે પાલિકાની(SMC) માલિકીની જગ્યા પર ગેરકાયદે કબજો કરાયો હોવાની મેયરને (Mayor ) ફરિયાદ કરવામાં આવી છે . માજી ડેપ્યુટી મેયર નિરવ શાહે રજુઆત કરતા જણાવ્યુ હતું કે અડાજણ રેવન્યુ સર્વે નંબર 690 વાળી જગ્યાનો સમાવેશ ફાઇનલ ટીપી સ્કીમ નંબર દસમાં કરવામાં આવ્યો છે . આ જગ્યા રીક્રિએશન ઝોનમાં મુકવામાં આવી છે .

રેવન્યુ રેકર્ડ પ્રમાણે જમીનની માલિકી સુરત મહાનગરપાલિકાની છે . કરોડોની બજાર કિમત ધરાવતી ખુલ્લી જગ્યામાં ચારે બાજુથી પતરા મારી દેવાયા છે . નામ પુરતી ખેતી ચાલુ હોવાનું બતાવી આ જગ્યા પર પોતાનો કબજો હોવાનું હાઇ કોર્ટમાં પુરવાર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે . ભુતકાળમા કેબલ બ્રીજના નિર્માણ સમયે પાલિકાએ આ જગ્યા ઇજારદારને આપી હતી .

કેબલ બીજનું નિર્માણ થઇ ગયા બાદ ઇજારદારે પાલિકાને જગ્યા સુપરત કરી દીધી હતી . આ જગ્યા જાળવી રાખવામાં પાલિકા નિષ્ફળ જતા ગેરકાયદે કબજો થયો હતો . અડાજણ એકવેરીયમને અડીને બે રોડ કોર્નરની મોકાની જગ્યાનો તાકીદે કબજો લેવા ટાઉન પ્લાનીગ ખાતાએ રાંદેર ઝોનને પત્ર લખી તાકીદ કરી છે .

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ટાઉન પ્લાનીગ વિભાગે પત્રમાં સ્પષ્ટ લખ્યુ છે કે પાલિકાની માલિકીની જગ્યા પર પતરા મારવામાં આવ્યા હોવાનું જણાય છે . આ જગ્યાનો કબજો તાકીદે લઇ લેવા જરુરી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે . ટાઉન પ્લાનીગ વિભાગે એક નહી બે બે વખત પત્ર પાઠવી જરુરી કાર્યવાહી કરવા તાકીદ કરી છે . પાલિકાની જગ્યા પર ગેરકાયદે કબજો દુર કરી તાકીદે મોકાની જગ્યાનો કબજો લેવા તેમણે માંગણી કરી હતી .

આમ, કરોડોની આ જમીન પચાવી પાડવાના કારસા સામે ડેપ્યુટી મેયર દ્વારા તાકીદ કરવામાં આવી છે. આ જગ્યા રિક્રિયેશન માટે અનામત રાખવામાં આવી હોય કોર્પોરેશન આ બાબતે ધ્યાન આપે અને દબાણોને દૂર કરીને જગ્યાની માલિકી પરત લે તેવી માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat : એસટીએમ કૌભાંડ મુદ્દે મનપા કચેરી પર હલ્લાબોલ, આપના 14 કોર્પોરેટરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

Surat : શિક્ષણાધિકારીએ યાદી જાહેર કરતા શાળા વર્તુળમાં ખળભળાટ, 40 ખાનગી શાળાના લાયકાત વિહોણા 135 શિક્ષકોને દૂર કરવા આદેશ

Next Article