રસ્તાની સફાઈ કે તિજોરીની સફાઈ ? સુરત કોર્પોરેશન રસ્તાઓની સફાઈ પાછળ પાણીની જેમ ખર્ચી રહી છે રૂપિયા
આમ આદમી પાર્ટીના કાઉન્સિલર અને આરોગ્ય સમિતિના સભ્ય કિશોર રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, સ્વીપર મશીનોથી શહેરના રસ્તાઓની સફાઈ કરવામાં આવી રહી છે. આ પ્રશંસનીય કાર્ય છે, પરંતુ કેટલાક મશીનો એટલા જૂના છે કે તેની સફાઈ કરવામાં આવતી નથી. જૂનાને બદલીને નવા મશીનો લગાવવાની બાબત મહાપાલિકાના ધ્યાનમાં રાખવામાં આવી છે.
સુરત(Surat ) મહાનગર પાલિકા પાસે મોટા પ્રોજેક્ટો (Project )કરવા માટે પૈસા નથી, પરંતુ રસ્તાઓની સફાઈમાં પાણીની જેમ પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. રાત્રીના સમયે શહેરના માર્ગો પરથી ધૂળ અને માટી સાફ કરવા માટે મહાનગરપાલિકાએ 14 સ્વીપર(Sweeper ) મશીન મુક્યા છે. જૂન 2019 થી ડિસેમ્બર 2021 સુધી, એક સ્વીપર મશીન પર દર મહિને 8 લાખ 50 હજાર રૂપિયા ખર્ચાયા છે. 31 મહિનામાં 14 મશીન પાછળ 36 કરોડ 89 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
આ દરમિયાન દરેક સ્વીપર મશીન વડે દરરોજ 28 કિમી રોડની સફાઈ કરવામાં આવી હતી. 14 મશીનો પાછળ દર મહિને 1.19 કરોડનો ખર્ચ થતો હતો. જાન્યુઆરી 2022 થી દર મહિને એક મશીન પર 11 લાખ 90 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. આ રીતે હવે દર મહિને 14 મશીનો પર 1 કરોડ 65 ખર્ચ થાયછે. છેલ્લા બે મહિનામાં 20 લાખના ખર્ચે 14 મશીનો પાછળ 3 કરોડ 30 લાખ 40 હજારનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ રીતે અત્યાર સુધીમાં 33 મહિનામાં કુલ 40 કરોડ 19 લાખ હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ રૂપિયાની રકમ મા મહાનગરપાલિકા 35 નવા સ્વીપર મશીનો ખરીદી શકે છે. મહાનગર પાલિકા દ્વારા નવા સ્વીપર મશીનો ખરીદવા માટે પસાર કરાયેલા ઠરાવ મુજબ નવા સ્વીપર મશીનની કિંમત 1 કરોડ 13 લાખ 61 હજાર રૂપિયા છે.
કેન્દ્ર સરકાર તરફથી રૂ. 15.90 કરોડની ગ્રાન્ટ મળી છે, પરંતુ મશીન ખરીદાયું નથી
13 ડિસેમ્બર 2021ના રોજ મહાનગર પાલિકાની આરોગ્ય સમિતિની બેઠકમાં સ્વીપર મશીન ખરીદવાની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (ACAP) હેઠળ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની ગ્રાન્ટથી રૂ. 15 કરોડ 90 લાખ 54માં 14 મિકેનિકલ સ્વીપર મશીનો ખરીદવામાં આવશે. આ દરખાસ્ત 27 ડિસેમ્બર 2021 ના રોજ સામાન્ય સભા દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જો કે હજુ સુધી મશીનો ખરીદવામાં આવ્યા નથી.
પાંચ વર્ષ માટે 75 કરોડના ટેન્ડર આપવામાં આવ્યા છે.
જૂન 2019 માં, મહાનગરપાલિકાએ શહેરના રસ્તાઓની સફાઈ માટે પાંચ વર્ષમાં લગભગ 75 કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યું હતું. આ માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મનપાએ અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ રકમ ખાનગી એજન્સીને આપી છે. જાન્યુઆરી 2022 થી દર મહિને લગભગ 50 લાખ વધુ ખર્ચ કરવામાં આવી રહ્યા છે.
હવે રોજનું 42 કિમી ચાલે છે એક મશીન
સુરત મહાનગરપાલીકાનું સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ આ કામગીરી જોય છે. 31 ડિસેમ્બર 2021 સુધી, એક સ્વીપર મશીન દરરોજ 28 કિમી રોડ સાફ કરવા માટે વપરાય છે. ઝોનના અધિકારીઓની ડિમાન્ડ પર પહેલી જાન્યુઆરી 2022થી એક સ્વીપર મશીનને 42 કિમી સુધી રસ્તો સાફ કરવા જણાવ્યું હતું. જેના કારણે દર મહિને 50 લાખનો ખર્ચ વધ્યો છે.
કતારગામમાં બે મશીનો એટલા જૂના છે કે સફાઈ કરવામાં આવતી નથી:
આમ આદમી પાર્ટીના કાઉન્સિલર અને આરોગ્ય સમિતિના સભ્ય કિશોર રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, સ્વીપર મશીનોથી શહેરના રસ્તાઓની સફાઈ કરવામાં આવી રહી છે. આ પ્રશંસનીય કાર્ય છે, પરંતુ કેટલાક મશીનો એટલા જૂના છે કે તેની સફાઈ કરવામાં આવતી નથી. જૂનાને બદલીને નવા મશીનો લગાવવાની બાબત મહાપાલિકાના ધ્યાનમાં રાખવામાં આવી છે.
કતારગામ ઝોનમાં જ બે જુના મશીનો ચલાવવામાં આવી રહ્યા છે. મહાનગર પાલિકાએ આ જૂના મશીનોને બદલીને સફાઈ કામમાં નવા મશીનો લગાવવા જોઈએ. ઇન્ચાર્જ અધિકારી જ્વલંત નાયકે જણાવ્યું હતું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને 75 કરોડમાં જૂન 2019માં પાંચ વર્ષ માટે સ્વીપર મશીન વડે રાત્રે રસ્તા પરથી ધૂળ અને માટી સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. હવે સરકાર સ્વીપર મશીનોથી સફાઈને પ્રોત્સાહન આપવા ગ્રાન્ટ આપી રહી છે, તેથી અમે 1 કરોડ 90 લાખ 54 હજારમાંથી 14 મશીન ખરીદીશું.
આ પણ વાંચો : Surat: ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી ફેનીલ કોર્ટમાં બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયો, સ્વસ્થ થતાં ફરી કોર્ટમાં લઈ જવાયો