સુરત: હીરા બજારમાં ફરી ઈમાનદારીની ચમક સામે આવી, 15 હજાર મહિને કમાતા રત્નકલાકારે 9 લાખની કિંમતના હીરા તેના મૂળ માલિકને પરત કર્યા

|

Sep 29, 2020 | 7:58 PM

શહેરમાં કોરોના વાઈરસના કારણે લોકડાઉન પછી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. રત્નકલાકારોની હાલ ખુબ દયનિય સ્થિતમાં મુકાઈ ગઈ છે. તેમ છતાં ઈમાનદારી અને માનવતાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. રત્નકલાકારને મિની બજાર માનગઢ ચોક ખાતે આવેલા પ્રિન્સેસ પ્લાઝાના પાર્કિંગમાંથી મળેલા 30 કેરેટ હીરા તેના મૂળ માલિકને શોધીને પહોંચાડ્યાં છે. 9 લાખના હીરાનું પેકેટ […]

સુરત: હીરા બજારમાં ફરી ઈમાનદારીની ચમક સામે આવી, 15 હજાર મહિને કમાતા રત્નકલાકારે 9 લાખની કિંમતના હીરા તેના મૂળ માલિકને પરત કર્યા

Follow us on

શહેરમાં કોરોના વાઈરસના કારણે લોકડાઉન પછી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. રત્નકલાકારોની હાલ ખુબ દયનિય સ્થિતમાં મુકાઈ ગઈ છે. તેમ છતાં ઈમાનદારી અને માનવતાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. રત્નકલાકારને મિની બજાર માનગઢ ચોક ખાતે આવેલા પ્રિન્સેસ પ્લાઝાના પાર્કિંગમાંથી મળેલા 30 કેરેટ હીરા તેના મૂળ માલિકને શોધીને પહોંચાડ્યાં છે. 9 લાખના હીરાનું પેકેટ રત્નકલાકારે પરત કરીને માનવતાના દર્શન કરાવ્યાં છે. ખરાબ સ્થિતિમાં પણ કોઈના હક્કનું ખાવા કરતાં ભૂખ્યા રહેવાનું પસંદ કરવાની હિંમત સાથે રત્નકલાકારે કરેલા કાર્યની લોકો પ્રશંસા રહ્યાં છે. હીરાનો ઉદ્યોગ વિશ્વાસ પર ચાલતો હોવાથી ખોવાઈ ગયેલા હીરા પરત મેળવીને દલાલીનું કામ કરનારની આંખો પણ ખુશીના આંસૂથી છલકાઈ છે, કારણ કે હીરા ન મળે તો તેઓ મકાન વેચીને રૂપિયા ભરવા તૈયાર થયા હોય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કામરેજ નજીક આવેલી ઓપેરા સોસાયટીમાં રહેતા અને મિનીબજાર ખાતે ફોર પી મશીનમાં કામ કરતાં રાજુભાઈ બાવચંદભાઈ રાઠોડ મહિને 10થી 15 હજાર રૂપિયાની કમાણી કરે છે. ચારેક દિવસ અગાઉ તેમને હીરાનું પેકેટ મળ્યું હતું. અંદાજે 9 લાખની કિંમતના હીરાનું પેકેટ મળ્યું, પરંતુ પોતાની માલિકીનું ન હોવાથી તેમણે ગજવે નાખવાની જગ્યાએ પરત કરવાનું વિચાર્યું હતું. મંદીના માહોલમાં પરિવારમાં બહેન ભાઈ સંતાનમાં બે દીકરીઓ સહિત સાત સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવવું કઠિન હોવા છતાં રાજુભાઈ હીરા પરત કરવા માટે આગળ આવ્યાં હતાં. મૂળ માલિક સુધી હીરાનું પેકેટ પહોંચાડીને જાણે કોઈની વસ્તુ પરત કરીને તેનો બોજ હળવો કર્યાની ભાવના અનુભવતાં રાજુભાઈએ કહ્યું કે, આપણું હતું જ નહીં તો રાખીને શું કામ એટલે પરત કરી દીધું.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હીરા ગૂમાવનાર અને હીરાની દલાલીનું કામ કરતાં હરેશભાઈ વિરડીયાએ કહ્યું હતું કે, 22મી તારીખે બજારમાં હતો. એ દરમિયાન એક પેમેન્ટ આવ્યું તેમાં ખીસ્સામાંથી તૈયાર પ્રિન્સેસના ત્રણ પેકેટ પ્લાસ્ટિકની ડબ્બી સાથે ખોવાઈ ગયા હતાં. અંદાજે 8થી 9 લાખની કિંમતના હીરા ખોવાઈ જતાં બજારમાં બોર્ડ માર્યા અને સોશિયલ મીડિયામાં પણ જાહેરાત મૂકી હતી. બે ત્રણ દિવસ સુધી CCTV ચેક કર્યા પરંતુ કંઈ મળ્યું નહોતું. આશા છોડી દીધી હતી. મકાન વેચીને પણ રૂપિયા ભરવાની તૈયારી કરી દીધી હતી. પરિવારના સભ્યોમાં પત્ની અને દીકરી પણ ચિંતીત હતા, ત્યાં રાજુભાઈનો ફોન આવ્યો અને મારૂં મકાન બચી ગયું.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article