Surat : મેહુલ બોઘરા સામે એટ્રોસિટી એક્ટ અને ખંડણીની ફરિયાદમાં તપાસ માટે હાઇકોર્ટનો સ્ટે

|

Aug 30, 2022 | 9:47 AM

પોલીસે (Police )પોતાનુ પલડુ ભારી રાખવા માટે મેહુલની સામે એટ્રોસિટી એક્ટ તેમજ દર મહિને રૂા.30 હજારની ખંડણી માગતો હોય તેમજ પોલીસની સાથે યુનિફોર્મમાં મારામારી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Surat : મેહુલ બોઘરા સામે એટ્રોસિટી એક્ટ અને ખંડણીની ફરિયાદમાં તપાસ માટે હાઇકોર્ટનો સ્ટે
Mehul Boghra Case (File Image )

Follow us on

સુરતના (Surat ) સરથાણામાં થયેલ ચકચારીત વકીલ(Advocate ) મેહુલ બોધરાની સામે નોંધાયેલી એટ્રોસિટી એક્ટ તેમજ ખંડણીની ફરિયાદમાં(Complaint ) ગુજરાત હાઇકોર્ટે તપાસ ઉપર સ્ટે આપતો હુકમ કર્યો હતો, સાથે સાથે હાઇકોર્ટે સરથાણા પોલીસને સંબોધીને તમામ રિપોર્ટ લઇને કોર્ટમાં હાજર રહેવાની નોટીસ ઇસ્યુ કરી હોવાની વિગતો મળી છે. હવે આ બાબતે સુરત પોલીસ દ્વારા કઈ રીતે આગળ વધશે તે જોવું રહ્યું.

સુરત શહેરમાં ગત તા. 18મી ઓગષ્ટના રોજ સરથાણા યોગીચોકમાં રહેતા એડવોકેટ મેહુલ બોધરા ઉપર જીવલેણ હુમલો થયો હતો. મેહુલ બોધરા ટીઆરબીનો હપ્તાખોરીનો વીડિયો લાઇવ કરી રહ્યો હોવાથી ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે લાકડાના ફટકાથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પોતાનુ પલડુ ભારી રાખવા માટે મેહુલની સામે એટ્રોસિટી એક્ટ તેમજ દર મહિને રૂા.30 હજારની ખંડણી માગતો હોય તેમજ પોલીસની સાથે યુનિફોર્મમાં મારામારી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ વાતને લઇને લોકોનો રોષ સાતમાં આસમાને ફાટી નીકળ્યો હતો. સુરતના વકીલોએ પણ સુરત પોલીસની સામે વિરોધ દર્શાવવા માટે રેલી કાઢી હતી. દરમિયાન એડવોકેટ મેહુલ બોધરાએ ગુજરાત હાઇકોર્ટમાં એટ્રોસિટી તેમજ ખંડણીની ફરિયાદ રદ્દ કરવા માટે ક્વોસીંગ પીટીશન દાખલ કરી હતી. આ અંગે માહિતી આપતા વકીલ મેહુલ બોધરાએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત હાઇકોર્ટે મારી સામેની ફરિયાદ ઉપર સ્ટે મુક્તો હુકમ કર્યો છે, આ ઉપરાંત હાઇકોર્ટે સરથાણા પોલીસને તમામ રિપોર્ટ સાથે આગામી તા. 13મી સપ્ટેમ્બરના રોજ હાઇકોર્ટમાં હાજર રહેવા નોટીસ પણ ઇસ્યુ કરી છે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સરથાણા પોલીસ દ્વારા વકીલ મેહુલ બોઘરા વિરુદ્ધ જે ગુનો દાખલ કર્યો હતો અને બીજી બાજુ ટીઆરબી જવાન સાજન ભરવાડ વિરુદ્ધ 307 મુજબ ગુનો નોંધી રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા સાજન ભરવાડને લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવેલ મેહુલ બોઘરા મામલો ગુજરાત ભરની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો તો ગુજરાત હાઇકોર્ટ દ્વારા મેહુલ બોઘરા કેસની અંદર જે સ્ટે આપવામાં આવ્યો છે તે અંતર્ગત સુરત પોલીસ દ્વારા આગળનું સ્ટેપ શું રહેશે તેના ઉપર સૌ લોકોની નજર છે.

Published On - 9:28 am, Tue, 30 August 22

Next Article