હાર્દિકના કેસરીયાથી નારાજ ભાજપના કાર્યકરોએ સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી નારાજગી

|

Jun 02, 2022 | 11:42 AM

હાર્દિક પટેલ (Hardik Patel )ફક્ત પાટીદાર સમાજ માટે જ નહીં પણ કોંગ્રેસમાં પણ નહીં કોઈનો વફાદાર રહ્યો નથી તો ભારતીય જનતા પાર્ટીનો શું વફાદાર રહેશે તેવી પોસ્ટ પણ મુકવામાં આવી રહી છે.

હાર્દિકના કેસરીયાથી નારાજ ભાજપના કાર્યકરોએ સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી નારાજગી
Hardik Patel (File Image )

Follow us on

ગુજરાત (Gujarat )વિધાનસભા 2022 ની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ (Political Party )દ્વારા પોતાની રણનીતિ (Strategy ) ઘડવાની શરૂ કરી દીધી છે ત્યાં ગુજરાતની અંદર હાલ ચર્ચાનો વિષય છે એવા હાર્દિક પટેલ અને બીજી બાજુ નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને અનેક ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. ત્યારે હાર્દિક પટેલ આજે સત્તાવાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાવા જઈ રહ્યો છે. તેની સાથે જ ભાજપના પાયાના જે કાર્યકર્તા કહી શકાય તે લોકોની અંદર એક છુપો રોષ જોવા મળી રહ્યો છે.

પાટીદાર અનામત આંદોલન સમયે, ગુજરાતમાં ટોચના સ્થાને રહેલ સુરત શહેરના જ કાર્યકર્તાઓની અંદર સૌથી વધુ અસંતોષ જોવા મળી રહ્યું હોય તેવું ધ્યાને આવ્યું છે. શિસ્તના નામે કાર્યકર્તાઓ પાર્ટી વિરુદ્ધ આમ તો કોઇ કઈ બોલી શકે તેમ નથી, પણ સોશિયલ મીડિયામાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા હાર્દિક પટેલને લઈને  ટિપ્પણીઓ અને પોસ્ટ કરવામાં આવી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને લઈને હાર્દિક પટેલે શરુ કરેલા આંદોલન બાદ હાર્દિક પટેલનું નામ અને કદ મોટું થઈ જતા રાજકીય પાર્ટીમાં જોડાવાની વાત કરી હતી. સૌપ્રથમ તો હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. અને ઘણા સમયથી તેણે કોંગ્રેસ પક્ષ સાથે કામ પણ કર્યું પણ જે રીતે કોંગ્રેસમાં તે સ્વતંત્ર રીતે કામ કરી ન શકતા હોવાને કારણે હાર્દિકે કોંગ્રેસ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ સત્તાવાર હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવાની વાત જાહેર થતાની સાથે જ સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યકર્તાઓ ગતરાત્રીથી રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.

સોશીયલ મીડીયા ની અંદર હાર્દિક પટેલ લઈને વિવિધ ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે. હાર્દિક પટેલ ફક્ત પાટીદાર સમાજ માટે જ નહીં પણ કોંગ્રેસમાં પણ નહીં કોઈનો વફાદાર રહ્યો નથી તો ભારતીય જનતા પાર્ટીને શું વફાદાર રહેશે ? તેવી પોસ્ટ પણ મુકવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય એવા સુરત શહેરમાં કાર્યકર્તા દ્વારા સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરવામાં આવેલી છે તે ઘણું બધું કહી જાય છે. અત્યારસુધી હાર્દિક પટેલ દ્વારા ભાજપ પર આક્ષેપો સિવાય બીજું કશું જ કરવામાં નથી આવ્યું તે હાર્દિક હવે જયારે કેસરિયા કરી રહ્યો છે,  ત્યારે ભાજપના પાયાના કાર્યકરોની લાગણી દુભાઈ છે તે આ પોસ્ટ પરથી સમજી શકાય છે. ભાજપના કાર્યકરોની આ નારાજગી અને હાર્દિક પટેલના ભાજપના જોડાવાથી પાર્ટીને કેટલો ફાયદો કેટલું નુકશાન કરાવે છે તે આવનારો સમય બતાવશે.

Next Article