Surat : ડિજિટલ યુગમાં શુભેચ્છાઓ આપવા ગ્રીટિંગ કાર્ડસ બન્યા ભૂતકાળ
લોકો જાતે જ ડિજિટલ વર્ક કરતા થઇ ગયા છે અને તે સસ્તું પણ પડતું હોવાથી લોકો કંકોત્રી કે ગ્રીટિંગ્સ કાર્ડને ફિઝીકલી આપવાને બદલે ડીજીટલી મોકલવાનું જ વધારે પસંદ કરી રહ્યા છે. આમ, ઓનલાઈનના જમાનામાં શુભેચ્છાઓ પણ હવે ડીજીટલી જ મોકલવામાં આવી રહી છે.
કોરોનાએ (Corona) તેની અસર તમામ ઉધોગો પર કરી છે. ત્યારે તેમાંથી કાર્ડ (Card) અને કંકોત્રી ઉધોગ પણ બાકાત રહ્યો નથી. દરેક પરિવાર ખુશીના પ્રસંગોએ સ્નેહીજનોને આમંત્રિત કરવા કંકોત્રીનો ઉપયોગ કરે છે. પરંતુ બદલાતા સમય અને પ્રતિબંધોને કારણે કંકોત્રી છપાવવાનું (Printing) ચલણ પ્રતિદિન ઘટતું જઈ રહ્યું છે.
લગ્નપ્રસંગ, સગાઈ, મુંડન, દિવાળી અને નવા વર્ષની શુભકામના હોય કે અન્ય કોઈ શુભ પ્રસંગો હોય, મુહૂર્ત જોવડાવ્યા બાદ સૌ પ્રથમ કોઈ કામ થતું હોય તો તે કંકોત્રી છપાવવાનું થતું હોય છે. હંમેશા ધમધમતા કંકોત્રીના ઉધોગ પર બદલાતા સમયની સાથે અસર થઇ છે.
કોરોનાકાળ બાદ પહેલા 100 પછી 200 અને હવે સામાજિક કાર્યક્રમોમાં માત્ર 400 લોકોની પરમિશન આપવામાં આવે છે. જેમાં મોટાભાગે પરિવારજનો જ સામેલ હોય છે. આ સ્થિતિમાં પહેલા જ્યાં 1500 કે 2000 કંકોત્રીઓ છપાવવામાં આવતી હતી ત્યાં હવે જૂજ કંકોત્રીઓના જ ઓર્ડર આવી રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયાના અતિક્રમણને કારણે પણ લોકો કંકોત્રીના ફોટા પાડીને આમંત્રિતોને મોકલાવી રહ્યા છે.
કંકોત્રી બનાવનાર જણાવે છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયાના જમાનામાં હવે તેનો વપરાશ વધી ગયો છે અને હવે પહેલાથી જ દિવાળી કાર્ડ પણ બંધ થઇ ગયા છે. છેલ્લા સાત વર્ષથી દિવાળી કાર્ડનો ઉપયોગ સદંતર બંધ જ થઇ ગયો છે. આ સિવાયના ફંક્શન માટેના કાર્ડ પણ લોકો હવે ડિજિટલ અને ક્રિયએટિવ રીતે જ પસંદ કરી રહ્યા છે અને તેના કારણે પ્રિન્ટિંગનું કામકાજ આવતું બંધ થઇ ગયું છે.
લોકો જાતે જ ડિજિટલ વર્ક કરતા થઇ ગયા છે અને તે સસ્તું પણ પડતું હોવાથી લોકો કંકોત્રી કે ગ્રીટિંગ્સ કાર્ડને ફિઝીકલી આપવાને બદલે ડીજીટલી મોકલવાનું જ વધારે પસંદ કરી રહ્યા છે. આમ, ઓનલાઈનના જમાનામાં શુભેચ્છાઓ પણ હવે ડીજીટલી જ મોકલવામાં આવી રહી છે. જેના કારણે મોટો ફટકો પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીને પણ પડ્યો છે.
અન્ય એક ગ્રિટીંગ્સ કાર્ડ વેચનાર જણાવે છે કે હવે એ જમાનો થઇ ગયો છે જયારે ગ્રીટિંગ્સ કાર્ડ મોકલવામાં આવતા હતા. પણ જ્યારથી સોશિયલ મીડિયા અને ડિજિટલ તરફ લોકો વળ્યાં છે ત્યારથી હવે ગ્રીટિંગ્સ કાર્ડનું વેચાણ શૂન્ય થઇ ગયું છે અને હવે લોકો તેની તરફ પાછા ફરે તેની સંભાવના પણ ઓછી છે.
આ પણ વાંચો :પાટીલનો દાવો કેટલો સાચો? રખડતાં પશુઓના ત્રાસમાંથી સુરત મુક્ત થયાનો દાવો, જાણો ગ્રાઉન્ડ રિયાલિટી
આ પણ વાંચો : સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય, દિવાળીમાં ફરવા જતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત