Surat : હવે કચરા વીણનારા લોકોને પણ આઈકાર્ડ અપાશે, 911 રેક પિકર્સ રજીસ્ટર્ડ

સુરતમાં (Surat) કચરો વીણી ગુજરાન ચલાવતા લોકોને આઈકાર્ડ આપવામાં આવશે. શહેરમાં હાલ 911 રેક પિકર્સ (Rack Pickers) રજીસ્ટર્ડ થયેલા છે.

Surat : હવે કચરા વીણનારા લોકોને પણ આઈકાર્ડ અપાશે, 911 રેક પિકર્સ રજીસ્ટર્ડ
સુરતમાં કચરા વીણનારા લોકોને મળશે આઈકાર્ડ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 04, 2021 | 9:09 AM

સુરત (Surat) શહેરમાં છૂટક કચરો વીણતાં અને મહાનગરપાલિકાની સૂકો તેમજ ભીના કચરાના સેગ્રીગેશન પર કામ કરતા રેક પિકર્સને (Rack Pickers) સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા સરકારની યોજનાના ભાગરૂપે માનવતાવાદી અભિગમ દર્શાવવામાં આવ્યો છે.

સુરતમાં આવા 911 રેકપિકર્સની ઓળખ કરવામાં આવી છે અને હવે તેઓને આગામી દિવસોમાં આઈ કાર્ડ આપવામાં આવશે. આ રેક પિકર્સ સ્વાવલંબી થઈ શકે તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ તેમને મળી શકે તે હેતુથી આ કામગીરી કરવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) ​બંછાનિધિ પાનીએ જણાવ્યું છે હાલ રજીસ્ટર 911 રેક પિકર્સને વિવિધ સરકારી યોજનાના લાભ મળી શકે તે માટે તેમને આઈ કાર્ડના આધારે જોડવામાં આવશે. ભવિષ્યમાં સરકાર તરફથી રેક પિકર્સને સબસીડી પણ મળી શકશે. તેમજ આરોગ્ય લક્ષી કેટલાક લાભ પણ મળી શકશે.

છૂટક કચરો વીણીને ગુજરાન ચલાવતા લોકો સ્વનિર્ભર બની શકે તે માટે સરકાર દ્વારા આ યોજના હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ 911 રેક પિકર્સ રજીસ્ટર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આરોગ્ય વિભાગમાં વર્ગ 4ના કર્મચારીઓને જ લાભો મળવાપાત્ર થતા હતા પણ હવે છૂટક કચરો વીણતાં અને પરિવારનું ગુજરાન ચલાવતા આવા રેક પિકર્સને પણ આઈકાર્ડ થકી ઓળખ મળશે અને અન્ય સરકારી લાભો મળતા તેઓને પણ ફાયદો થશે.

આ પણ વાંચો: Rajkot: પડધરીના નાની ખીજળિયા ગામમાંથી એક નવજાત બાળકી મળી આવી, વાડી માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">