Surat : જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ, કોંગ્રેસના માજી પ્રમુખ 150 કાર્યકર સાથે ભાજપમાં જોડાયા

|

Aug 11, 2022 | 10:16 AM

અત્યારસુધી સુરત (Surat )જિલ્લામાં દબદબો ધરાવનાર કોંગ્રેસ પાર્ટીના મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાતા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે.

Surat : જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં ગાબડુ, કોંગ્રેસના માજી પ્રમુખ 150 કાર્યકર સાથે ભાજપમાં જોડાયા
Congress workers joins BJP(File Image )

Follow us on

સુરત (Surat) જિલ્લા ભાજપ(BJP)ની જિલ્લા કારોબારી બેઠક મળી હતી. હર ઘર તિરંગા અને 14 ઓગસ્ટ વિભાજન વિભીશિકા દિવસ ના  કાર્યક્રમ અંતર્ગત કારોબારી બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં કોંગ્રેસના માજી સુરત જિલ્લા પ્રમુખ મોહન પટેલ ઉર્ફ મોહન ભાટિયા આજે વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમની સાથે અન્ય 150થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા .

સુરત જિલ્લા ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ટાઉનહોલ ખાતે જિલ્લા કારોબારી નું આયોજન કરાયું હતું . જિલ્લા કારોબારી બેઠકમાં આગામી ચૂંટણી ને લઈ ને ચર્ચા કરવમાં આવી હતી . તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આગામી દિવસો માં વિવિધ  કર્યક્રમ નું આયોજન થયું છે. એ કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા ના ધારાસભ્યો ને પક્ષ ની બાકી રહેલ કામગીરી વહેલી પુરી કરવા અંગે પણ ટકોર કરવામાં આવી હતી.

જિલ્લા કારોબારી માં પક્ષ પલટા નો દોર પણ જોવા મળ્યો હતો. જેમાં સુરત જિલ્લા કોંગ્રેસ ના માજી પ્રમુખ અને પીઢ સહકારી આગેવાન અને એપીએમસી ના ડિરેકટર મોહન ભાટિયા વિધિવત ભાજપ માં જોડાયા હતા. મોહન ભાટિયા સાથે ચોર્યાસી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્કેશ ભાઈ પટેલ સહિત 150 થી વધુ કાર્યકરો ભાજપ માં જોડાયા હતા.  કારોબારી માં તમામ ને આવકારી ભાજપ માં ખેસ પહેરાવી આવકર આપ્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આગામી 14 મી ના રોજ જિલ્લા ભાજપ દ્વારા આઝાદી ના 75 વર્ષ નિમિત્તે 75 બળદ ગાડા સાથે તિરંગા યાત્રા પણ કાઢવનું આયોજન ની જાહેરાત કરી હતી. સાથે જ વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ માં સી આર પાટીલ ને બહેનો દ્વારા કરવામાં આવેલ રજુઆત પગલે  ભજન મંડળી ને પણ જરૂરી સાધનો નું કારોબારી માં વિતરણ કરવમાં આવ્યું હતું.

આમ વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર પક્ષપલટાનો દોર શરૂ થયો છે. અને વાત છે જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીની તો અત્યારસુધી સુરત જિલ્લામાં દબદબો ધરાવનાર કોંગ્રેસ પાર્ટીના મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાતા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. આ જ દર્શાવે છે કે કોંગ્રેસ માટે હવે વિધાનસભા ચૂંટણીના ચઢાણ કપરા સાબિત થશે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article