Surat : ખાડી પૂરથી બચવા 180 કરોડના ખર્ચે ચાર ઝોનની ખાડીઓને ડ્રેજીંગ કરી પેક કરી દેવાશે
આ કામ બે મહિનામાં પૂર્ણ થવાનો દાવો કરાયો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે વરાછા, લિંબાયત, ઉધના અને અઠવા ઝોનની ખાડીઓમાં ડ્રેજિંગ માટે 25 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેનાથી પૂર જેવી પરિસ્થિતિમાંથી છુટકારો મળશે
એક વાયકા પ્રમાણે સુરત દર ચાર વર્ષે તાપી પુરનો(Flood ) સામનો કરે છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી શહેરના માથે ખાડી પૂરનું પણ સંકટ તોળાઈ રહ્યું છે. જયારે પણ ધોધમાર વરસાદ (Rain ) વરસે ત્યારે ખાડીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ખાસ કરીને તેનાથી શહેરના સાત ઝોન પૈકી ચાર ઝોન સૌથી વધારે પ્રભાવિત થાય છે. જેના કારણે ચોમાસાની સીઝન દરમ્યાન વહીવટીતંત્રને ખાડી કાંઠે વસતા લોકો માટે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર પડે છે.
સુરતના વરાછા, લિંબાયત અને ઉધના અને અઠવા ઝોનની ખાડીઓ લોકો માટે જોખમી બની છે. વરસાદની મોસમમાં ખાડીઓમાં 4 થી 5 વખત ખાડી પૂર આવે છે. 2021ના વરસાદમાં 4 વખત પૂરની સ્થિતિ જોવા મળી હતી. તે જોતા મહાનગરપાલિકા દ્વારા ખાડીઓના ડ્રેજીંગ અને બોક્સ પેકિંગની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રૂ. 25 કરોડથી ડ્રેજીંગ અને રૂ. 155 કરોડ સાથે બોક્સ પેકનો દાવો: કોયલી ખાડીના રિમોડેલિંગ અને રિસ્ટ્રક્ચરિંગ માટે રૂ. 85 કરોડ અને મીઠી ખાડી અને લિંબાયત ઝોન પર પર્વત ગામ બ્રિજ માટે બે મહિનામાં રૂ. 117.16 કરોડના કામો પૂર્ણ કરવામાં આવશે. 32 કરોડ 13 લાખ 117.16 કરોડમાંથી કાર્યાલય નજીક પાળા બાંધવા- આરસીસી સ્ટ્રક્ચર પ્રકારના અભિગમ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામ બે મહિનામાં પૂર્ણ થવાનો દાવો કરાયો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે વરાછા, લિંબાયત, ઉધના અને અઠવા ઝોનની ખાડીઓમાં ડ્રેજિંગ માટે 25 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેનાથી પૂર જેવી પરિસ્થિતિમાંથી છુટકારો મળશે. 5 કરવામાં આવશે. આનાથી દુર્ગંધ અને મચ્છરોથી છુટકારો મળશે તેમજ ખાડીમાં ડ્રેજીંગ કરીને પેકિંગ બોક્સની જૂની માંગણી સ્વીકારવામાં આવશે.
વરસાદમાં લોકોને અવર-જવર કરવાની જરૂર નહીં પડે વર્ષ 2021માં 116 કરોડના ખર્ચે ખાડીના 7 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. મમતા પાર્ક સોસાયટીથી કરંજ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી અને સાકેતધામ સોસાયટીથી મમતા પાર્ક બ્રિજ સુધી, મમતા પાર્ક સોસાયટીથી લક્ષ્મણનગરથી કોયલી ખાડી સુધીના બોક્સ પેકિંગની કામગીરી મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 16ની ખાડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રાજકોટમાં કોમી એકતા જળવાઇ રહે તે માટે પોલીસે સર્વ ધર્મના આગેવાનોની બેઠક બોલાવી