Surat : ચાર વર્ષ પહેલા દુષ્કર્મ કરી નેપાળ ભાગી ગયો, પાછો આવી સિક્યુરિટી ગાર્ડ બનતા પોલીસે પકડી પાડ્યો

|

May 17, 2022 | 3:45 PM

સુરત (Surat ) ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે અઠવા લાઈન્સ પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનાનો આરોપી હાલ વાપી ખાતે ફરી રહ્યો છે.

Surat : ચાર વર્ષ પહેલા દુષ્કર્મ કરી નેપાળ ભાગી ગયો, પાછો આવી સિક્યુરિટી ગાર્ડ બનતા પોલીસે પકડી પાડ્યો
Rape accused caught by Surat Police (File Image )

Follow us on

સુરતમાં(Surat ) કિશોરી પર આચરાયેલા દુષ્કર્મનો આરોપી ચાર વર્ષ બાદ સુરત પોલીસના (Police ) હાથે ઝડપાયો છે. સુરત પોલીસે વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને (Accused ) ઝડપી પાડવા અભિયાન શરુ કર્યુ છે. જેના ભાગરૂપે, ચાર વર્ષ પહેલા આચરવામાં આવેલ દુષ્કર્મના નાસતા ફરતા આરોપીને વલસાડથી ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અઠવાલાઈન્સ પોલીસ મથકની હદમાં ચાર વર્ષ પહેલા એક કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ. આ કેસનો આરોપી પોલીસ પકડથી બચવા માટે નેપાળ ભાગી ગયો હતો. જો કે, બે મહિના પહેલા જ આ આરોપી વલસાડ જિલ્લાના વાપી ખાતે સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરવા લાગ્યો હતો. અને બાતમીના આધારે ડીસીબી પોલીસના હાથે પકડાઈ ગયો.

સુરત ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે અઠવા લાઈન્સ પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનાનો આરોપી હાલ વાપી ખાતે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સંતોષ ઉર્ફે સની ઉર્ફે સન્ના યગ્ગું ઉર્ફે અગયે સુનાલ થાપાને ઝડપી પાડ્યો છે વધુમાં આરોપી દ્વારા MO  વાપરી ને પોલીસ થી બચવા માટે અવનવા ખેલ કરતા હોય છે કોઈ વેશ બદલી દે અથવા કોઈ એક સીટી છોડી બીજી સિટીમાં રહેવા લાગતા હોય કે પછી નામ ઉંમર અને સરનામું બદલી ને ફરતા હોય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વધુમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી અગાઉ નાનપુરા વિસ્તારમાં રહેતો હતો તે દરમ્યાન વર્ષ 2018માં તે વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી કિશોરીને બે મહિના બાદ પરત સુરત મૂકી નેપાળ ભાગી ગયો હતો. અને ત્યારબાદથી આરોપી ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો. જો કે આખરે ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે આરોપી વાપી ખાતે આવી સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો છે અને બાતમીના આધારે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Published On - 2:36 pm, Tue, 17 May 22

Next Article