Surat : સુરતીઓને હવે પહેલી વખત પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે ગીરીમા અને ગૌરવ નામના સફેદ વાઘ

|

Jul 31, 2021 | 3:49 PM

સુરતના સરથાણા નેચર પાર્ક ખાતે જોવા મળશે સફેદ વાઘની જોડી. મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

Surat : સુરતીઓને હવે પહેલી વખત પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે ગીરીમા અને ગૌરવ નામના સફેદ વાઘ
White Tiger

Follow us on

સુરત મહાનગર પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં રાજકોટથી સફેદ વાઘની (White Tiger) એક જોડી લાવવામાં આવી છે. એટલું જ નહીં આગામી દિવસોમાં હોગ ડિયર એટલે કે હરણ (Hog Deer) ની જોડી પણ નેચર પાર્કમાં (Nature Park) લાવવામાં આવશે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરૂપે સરથાણા નેચર પાર્ક ખાતેથી દીપડા અને જળ બિલાડીની જોડી રાજકોટ પ્રાણી સંગ્રહાલય આપવામાં આવી હતી અને આજે સફેદ વાઘની જોડી સરથાણા સુરત ખાતે લાવવામાં આવી છે.

સરથાણા નેચર પાર્ક અને અન્ય શહેરના પ્રાણી સંગ્રહાલય (Zoo) ખાતે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ઓથોરિટીની જરૂરી મંજૂરી બાદ પ્રાણીઓની અદલા બદલી કરવામાં આવે છે. સુરત મહાનગર પાલિકાના રાજકોટ પ્રાણી સંગ્રહાલય ખાતેથી હાલ આ કાર્યક્રમ હેઠળ સફેદ વાઘની જોડી લાવવામાં આવી છે.

બે દિવસ પહેલા પાલિકાના પ્રાણી સંગ્રહાલયના અધિકારી સ્ટાફ દ્વારા સુરતથી દીપડાની જોડી અને જળ બિલાડીની જોડી રાજકોટ પ્રાણી સંગ્રહાલય ખાતે મોકલવામાં આવી છે અને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સુરત મહાનગર પાલિકાને સફેદ વાઘની જોડી આપવામાં આવી છે. તે આગામી દિવસોમાં લોકોના પ્રદર્શન માટે મૂકવામાં આવશે. તેની સાથે સિલ્વર પીજન (Pigeon) ની જોડી પણ સુરત લાવવામાં આવી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ વાઘની જોડીને નામ પણ આપવામાં આવ્યા છે. જેમાં ફીમેલ વાઘનું નામ ગીરીમા (Girima) અને મેલ વાઘનું નામ ગૌરવ (Gaurav) રાખવામાં આવ્યું છે. સુરતમાં પ્રાણી સંગ્રહાલયમાં હવે સફેદ વાઘની જોડી મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. 10 દિવસ પછી હોગ ડિયરની 2 જોડી પણ સુરત નેચર પાર્કમાં લાવવામાં આવશે.

ભારતમાં વ્હાઇટ ટાઇગર ફક્ત પાંચ સ્થળે જ જોવા મળે છે. જે મધ્યપ્રદેશના બાંધવગઢના નેશનલ પાર્કમાં, પશ્ચિમ બંગાળના સુંદરવન નેશન પાર્કમાં, તમિલનાડુમાં નીલગીરી હિલ્સમાં અને અસમના કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે. હવે સુરતમાં પણ સફેદ વાઘની જોડી આવતા સુરતના પ્રાણી સંગ્રહાલયને પણ નવું નજરાણું મળ્યું છે. આગામી દિવસોમાં અન્ય પ્રાણીઓના એક્સચેન્જ થકી મુલાકાતીઓને નવા પ્રાણી જોવા મળશે તેવી વિચારણા કરવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat: ઘરેથી બુક લેવા નિકળ્યા બાદ વિદ્યાર્થિની ગુમ, 10 લાખ રૂપિયાની ખંડણીનો પિતાને ફોનથી સન્નાટો

સુરતના પુણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો,પોલીસનો કાફલો ઘટના સ્થળે

Next Article