Surat : આરટીઇ માટે સુરત શહેરમાં 8000 બેઠક સામે સાડા ત્રણ ગણા 28,000 ફોર્મ ભરાયા

|

Apr 12, 2022 | 8:11 AM

આરટીઇ (RTE) હેઠળ આ વખતે અંદાજિત 8 હજાર જેટલી બેઠકો છે. 11મી એપ્રિલ સાંજે છ વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 28,467 ફોર્મ ભરાયા હતા. જેમાં 22,936 અરજી એપૃવ, 1467 અરજી ચકાસણી બાકી, 2976 અરજી કેન્સલ અને 1088 અરજી રિજેક્ટ કરવામાં આવી હતી.

Surat : આરટીઇ માટે સુરત શહેરમાં 8000 બેઠક સામે સાડા ત્રણ ગણા 28,000 ફોર્મ ભરાયા
આરટીઇ માટે 8 હજાર બેઠકો સામે 28 હજાર ફોર્મ વહેંચાયા(પ્રતીકાત્મક તસ્વીર )

Follow us on

રાઇટ ટુ એજ્યુકેશન(RTE) હેઠળ ધોરણ-1 માં પ્રવેશ માટે ફોર્મ ભરવાનો સોમવારે છેલ્લો દિવસ હતો. સુરત(Surat ) શહેરમાં 28,467 અને ગ્રામ્યમાં 5289 ફોર્મ ભરાયા હતા. 26મી એપ્રિલે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ (Admission )ફાળવણી કરવામાં આવશે.રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) હેઠળ ગરીબ અને વંચિત જૂથના બાળકોને ધોરણ-1માં ખાનગી શાળાઓમાં વિનામૂલ્ય પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનો સોમવારે છેલ્લો દિવસ હતો. સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરની 919 ખાનગી શાળાઓમાં ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવશે. આરટીઇ હેઠળ આ વખતે અંદાજિત 8 હજાર જેટલી બેઠકો છે. 11મી એપ્રિલ સાંજે છ વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 28,467 ફોર્મ ભરાયા હતા. જેમાં 22,936 અરજી એપૃવ, 1467 અરજી ચકાસણી બાકી, 2976 અરજી કેન્સલ અને 1088 અરજી રિજેક્ટ કરવામાં આવી હતી.

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દીપક દરજીના જણાવ્યા અનુસાર સુરત ગ્રામ્યમાં 428 ખાનગી શાળાઓ છે. 3600 જેટલી બેઠકો છે. 11મી એપ્રિલ સાંજે છ વાગ્યા સુધીમાં 5289 ફોર્મ ભરાયા હતા. 3785 અરજી અમૂવ, 325 અરજી ચકાસણી બાકી, 753 અરજી કેન્સલ અને 426 અરજી રિજેક્ટ કરવામાં આવી હતી.

રાજ્યમાં આ વર્ષે આરટીઇના 1,82,000 વિક્રમી ફોર્મ ભરાયા : નાયબ નિયામક

નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ (આરટીઇ) ડો. એસ. પી. ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આરટીઇ હેઠળ શૈક્ષણિક વર્ષ 2022-2023 માટે રેકોર્ડ બ્રેક 1,82,000 ફોર્મ ભરાયા છે. 27,000 થી વધુ અરજી કેન્સલ અને 1,42,000 અરજી મંજૂર કરવામાં આવી છે. હજુ અરજી ચકાસણીની કામગીરી ચાલુ છે. ગુજરાત રાજ્યની 9959 ખાનગી શાળાઓની 71,000 બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

નોંધનીય છે કે ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જાહેર થયેલી માર્ગદર્શિકા ખોટી મુજબ , માહિતી કે પુરાવાના આધારે પ્રવેશ મેળવનારા બાળકોનો પ્રવેશ રદ થશે તેમજ તેવી માહિતી આપવી ગુનાપાત્ર બને છે . તેમજ નબળા અને વંચિત જૂથના વાલીઓનાં બાળકો જ અરજી કરી શક્યા હતા .ચાલુ વર્ષથી આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખ રાખવામાં આવી છે. ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સ્કેન કરી વેબસાઇટ પર અપલોડ કરવાના હતા. જો અપલોડ કરેલા ડોક્યુમેન્ટ યોગ્ય જણાશે નહીં તો તેના આધારે અરજી રદ થઇ શકશે.

આ પણ વાંચો :

Surat: રૂપિયા 23.60 લાખના 502 ગ્રામ સોનાના ડસ્ટ પાઉડરની ચોરી, 6 આરોપી પકડાયા

સુરત : પેસેન્જરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article