Surat : 9 વર્ષની બાળાને રૂપિયાની લાલચ આપી છેડતી કરનારને પાંચ વર્ષની સજા

|

Aug 24, 2022 | 11:46 AM

સુરત કોર્ટના(Court ) સરકારી વકીલ દ્વારા સતત પ્રયત્ન કરી આરોપીઓને ફાંસીની સજા સુધી પણ પહોંચવા માટેની જે ઉદાહરણ રૂપ  કેસો બહાર પાડ્યા છે.

Surat : 9 વર્ષની બાળાને રૂપિયાની લાલચ આપી છેડતી કરનારને પાંચ વર્ષની સજા
Surat District Court (File Image )

Follow us on

સુરત (Surat )ના ભેસ્તાનમાં 9 વર્ષની બાળાને રૂપિયાની (Money )લાલચ આપી રૂમમાં છેડતી કરનાર યુવકને કોર્ટે(Court ) તકસીરવાર ઠેરવીને 5 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે સુરત શહેરના ભેસ્તાન આવાસમાં રહેતા કમલસિંગ ભોલાસીંગ ભગેલએ સુરતના એક વિસ્તારમાં રહેતી 9 વર્ષની બાળકીને રૂપિયાની લાલચ આપીને તેણીની સાથે શારીરિક અડપલા કર્યા હતા, કમલસિંગ બાળકીને રૂમમાં લઇ ગયો હતો અને તેણીના કપડા કાઢીને છેડતી કરી રહ્યો હતો. તે દરમિયાન કોઇએ દરવાજો ખખડાવતા કમલસિંગે બાળકીને એક ડ્રમની પાછળ સંતાડી દીધી હતી.

કમલસિંગે દરવાજો ખોલતાની સાથે જ બાળકી બહાર નીકળી ગઇ હતી અને સમગ્ર ઘટના બહાર આવી હતી. આ બાબતે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કમલસિંગની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ દિપેશ દવેએ રજૂઆતો કરીને આરોપીને વધુમાં વધુ સજા કરવા જણાવ્યું હતું.

બાળકીએ રૂમમાંથી બહાર આવીને પાડોશીને કહ્યું હતુ કે, એણે મને ડ્રમની પાછળ સંતાડવા હતી અને પછી કોઇ આવ્યું તો તેને બારણુ ખોલી નાંખેલું અને હું બહાર ભાગી ગયેલી. આ પાડોશીએ પણ કોર્ટમાં જૂબાની આપતા કમલસિંગ સામેનો કેસ મજબૂત થઇ ગયો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી કમલસિંગને તકસીરવાર ઠેરવીને 5 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

સુરત શહેરની અંદર સતત બાળકી ઉપર થતા દુષ્કર્મની ઘટનાને રોકવા માટે સુરત પોલીસ અને ગૃહ વિભાગ દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા મળે અને ઝડપી સજા મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે નાની બાળકી ઉપર આવી ઘટના સતત બનતી હતી તે સુરત માટે અને ગુજરાત માટે એક સમયે ચિંતાની સ્થિતિ ઉભી કરતી હતી પણ સુરત પોલીસ દ્વારા અને સુરત કોર્ટના સરકારી વકીલ દ્વારા સતત પ્રયત્ન કરી આરોપીઓને ફાંસીની સજા સુધી પણ પહોંચવા માટેની જે ઉદાહરણ રૂપ  કેસો બહાર પાડ્યા છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક આવી ઘટના ઓછી થઈ હોય તેવું હાલમાં લાગી રહ્યું છે.

Next Article