Surat Fire Department : તક્ષશિલા અગ્નિકાંડનું પુનરાવર્તન ન થાય તે માટે સુરત ફાયર વિભાગને મળ્યા વધુ બે અત્યાધુનિક રોબોટિક મશીન

|

Jun 16, 2022 | 8:30 AM

કોઈ માણસ(Person ) અંદર ફસાયો હોય તો તે પણ તેના માધ્યમથી ખબર પડી શકે છે. આ રોબોટિક મશીનમાં સેલ્ફ કુલિંગ સિસ્ટમ છે. મશીનના ટાયર પર સ્પાઇરલ વાયર આર્યનકોટ છે જે ગરમીથી સુરક્ષા આપે છે

Surat Fire Department : તક્ષશિલા અગ્નિકાંડનું પુનરાવર્તન ન થાય તે માટે સુરત ફાયર વિભાગને મળ્યા વધુ બે અત્યાધુનિક રોબોટિક મશીન
Surat Fire Department got two more robotic machines(FileImage )

Follow us on

તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરત મનપાના(SMC)  ફાયર (Fire ) વિભાગ દ્વારા રાજ્યભરમાં માછલાં ધોવાયા હતા. આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર દેશમાં(Country ) ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગને વધુને વધુ અપડેટ કરવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. મનપા દ્વારા સુરત ફાયર વિભાગ માટે ત્રણ મહિના અગાઉ 1.42 કરોડના ખર્ચે અત્યાધુનિક રોબોટિક ફાયર મશીન ખરીદી કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ડીજીવીસીએલ અને જીએસપીસી દ્વારા બે રોબોટિક મશીન સુરત ફાયર વિભાગને સોંપવામાં આવ્યા છે.

સુરત શહેરમાં ટેક્ષટાઇલ માર્કેટો, ડાઇંગ મિલો, કેમિકલ મિલો, ગેસ સિલિન્ડરોના મોટા ગોડાઉન, રિફાઇનરી અને જ્વલનશીલ પદાર્થના ગોડાઉનો પણ છે. જયારે આવી કોઈ જગ્યાએ આગ લાગે ત્યારે ફાયર વિભાગના જવાનો અંદર સુધી જઈ શકતા નથી અને માત્ર દૂરથી જ ફાયર ફાઇટિંગની કામગીરી કરવી પડે છે. આ ઉપરાંત શહેરમાં ઘણીવાર સોસાયટીઓની સાંકડી ગલીમાં કે કેટલીક જગ્યાઓ પર ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. સાંકડી ગલીઓમાં ફાયર વિભાગની ગાડીઓ અંદર જઈ શકતી નથી.

ત્રણ મહિના અગાઉ જ મનપા દ્વારા 1.42 કરોડના ખર્ચે ફાયર વિભાગ માટે અત્યાધુનિક રોબોટિક મશીન ખરીદવામાં આવ્યું છે. પરંતુ હવે ડીજીવીસીએલ અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બે રોબોટિક મશીન સુરત ફાયર વિભાગને ફાળવવામાં આવ્યા છે. ભારતમાં સૌ પ્રથમવાર સીએસઆર ઓથોરિટી દ્વારા ફાયર ફાઇટિંગ ઈમ્પ્રુમેંન્ટ બનાવવામાં આવે છે જેમાં આ રોબોટનો સમાવેશ થાય છે. મનપા પાસે એક અને હવે બીજા નવા બે રોબોટિક મશીનના કારણે ફાયરવિભાગ ને ચાર ચાંદ લાગી ગયા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોબોટિક મશીનની ખાસિયત

ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું હતું કે, આ રોબોટની ખાસીયત એ છે કે આ રોબોટ કોઈપણ પ્રકારની આગની અંદર સુધી જઈ શકે છે. મોનીટરનું ડિસ્ચાર્જ પર મિનિટ ૩ હજાર લિટર છે. 90 મીટર સુધી રિમોટથી ફાયર ફાઈટીંગ કરી શકાશે. તેમાં કેમેરો પણ લગાવામાં આવ્યો છે. જે આગની અંદરની પરિસ્થિતિ બહાર રીમોર્ટના ડિસ્પ્લે પર બતાવે છે.

કોઈ માણસ અંદર ફસાયો હોય તો તે પણ તેના માધ્યમથી ખબર પડી શકે છે. આ રોબોટિક મશીનમાં સેલ્ફ કુલિંગ સિસ્ટમ છે. મશીનના ટાયર પર સ્પાઇરલ વાયર આર્યનકોટ છે જે ગરમીથી સુરક્ષા આપે છે. રોબોટ પર બે વ્યક્તિ બેસીને પણ અંદર સુધી જઈ શકે છે. આ ઉપરાંત રોબોટ કાર કે પીકઅપ ગાડી ક્યાંય પણ ફસાઈ હોય કે રસ્તા પર બંધ પડે તો તેને ખેંચવા માટે પણ સક્ષમ છે.

Next Article