AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SMC : નેધરલેન્ડ, સ્પેનની જેમ જ સુરતની તાપીનો વિકાસ કરાશે

મ્યુનિસિપલ કમિશનર (SMC) બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે તાપી નદી પર પરંપરાગત બેરેજના બાંધકામ માટે ફરીથી ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં વિશાળ પાણીનું સરોવર બનાવવામાં આવશે.

SMC : નેધરલેન્ડ, સ્પેનની જેમ જ સુરતની તાપીનો વિકાસ કરાશે
Tapi Riverfront (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 3:51 PM
Share

સુરત મ્યુનિસિપલ કમિશનર(SMC)  બંછાનિધિ પાની સહિત ચાર અધિકારીઓની ટીમ નેધરલેન્ડ (Netherland ) અને સ્પેનના (Spain )પ્રવાસેથી પરત ફરી ચુકી છે. આ ટીમ તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વિશ્વ બેંક પાસેથી લોન લેવાની પ્રક્રિયાના ભાગરૂપે આ દેશોમાં પ્રોજેક્ટનો અભ્યાસ કરવા ગઈ હતી. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે તેમણે નેધરલેન્ડ, રોટરડેમ, એમ્સ્ટરડેમ અને સ્પેનની મુલાકાત લીધી હતી. આ દેશોમાં નદીને પુનર્જીવિત કરવા માટે, શહેરમાં આવતા પૂરને રોકવા અને લોકોને સીધા નદી સાથે જોડવા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે. ત્યાંની જેમ સુરત શહેરમાં પણ આવી યોજના સાકાર થશે. તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શહેરનો ચહેરો બદલી નાખશે. તેમજ શહેરને નવો લુક મળશે.

સંપૂર્ણ આયોજનનો અહેવાલ બનાવી વિશ્વ બેંકને આપશે

સુરત શહેરને પૂરથી બચાવવા માટે કેનાલો, ખાડીઓ, તળાવો અને વરસાદી પાણીને તાપી નદી તરફ વાળવાની યોજના બનાવવામાં આવશે. શહેરમાં 4000 કિલોમીટર લાંબી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન છે. નદીના કિનારે બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, રહેણાંક, વ્યાપારી પ્રવૃત્તિઓ, ગ્રીન સ્પેસ, વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ સાથે શહેરીજનો સીધા નદી સાથે જોડાઈ જશે.

તાપી નદીના કિનારાને લોકો માટે ઉપયોગી બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે. જળ પરિવહન શરૂ કરવાની શક્યતાઓ પણ તપાસવામાં આવશે. આ તમામ આયોજન અને ડિઝાઇન માટે વિશ્વની શ્રેષ્ઠ એજન્સીને કામ આપવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે અમે સમગ્ર આયોજનની જાણ વિશ્વ બેંકને કરીશું, ત્યારબાદ લોનની પ્રક્રિયા આગળ વધશે. ઉલ્લેખનીય છે કે તાપી રિવરફ્રન્ટના પ્રથમ તબક્કામાં વિશ્વ બેંક પાસેથી 1991 કરોડની લોન લેવાની છે.

રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વિગતો

આખો પ્રોજેક્ટ રૂ. 3904 કરોડનો છે, જેમાં વિશ્વ બેન્ક પાસેથી રૂ. 1991 કરોડની લોન લેવાની છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ 33 કિમીના વિસ્તારમાં સાકાર કરવામાં આવનાર છે. જેના પ્રથમ તબક્કામાં ONGC બ્રિજથી વિયર કમ કોઝવે સુધી 10 કિમીનું કામ કરવામાં આવશે જયારે બીજા તબક્કામાં વિયર વર્ક કોઝવેથી બ્રિજ સુધી 23 કિમીનું કામ કરવામાં આવશે, 33 કિમીમાં તાપી નદીની બંને કાંઠે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. તાપી રિવરફ્રન્ટ યોજનાને આગળ વધારવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કંપની (SVP)ની રચના પણ કરવામાં આવી છે. 24 ડિસેમ્બર 2018ના રોજ હાલના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની સામે કહ્યું હતું કે જો અમદાવાદમાં રિવરફ્રન્ટ બની શકે છે તો સુરતમાં કેમ નહીં, આટલા વર્ષો બાદ અનેક બેઠકો પછી પણ હજુ સુધી કંઈ થયું નથી.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે તાપી નદી પર પરંપરાગત બેરેજના બાંધકામ માટે ફરીથી ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં વિશાળ પાણીનું સરોવર બનાવવામાં આવશે. આ સાથે 33 કિમી વિસ્તારમાં પાણી વિસ્તારમાં રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે. ફેઝ-1માં 1236 કરોડ તેમજ ફેઝ-2માં રૂ.2668 કરોડ ખર્ચવામાં આવશે. આમ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ.3904 કરોડ જેટલો થવા જાય છે. મહાનગરપાલિકાની આ દરખાસ્તને રાજ્ય સરકારે પણ ક્યારની લીલી ઝંડી આપી દીધી છે.

g clip-path="url(#clip0_868_265)">