Surat : પીએમ મોદીની જાહેરસભામાં અંદાજે 2 લાખ લોકોની હાજરીનો અંદાજ, ત્રણ હેલીપેડ તૈયાર કરાશે

|

Sep 22, 2022 | 9:26 AM

જાહેરસભાના મુખ્ય ગ્રાઉન્ડની બાજુમાં આવેલ અન્ય ખુલ્લા પ્લોટમાં પણ વડા પ્રધાનને સાંભળવા આવનાર પ્રજાજનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી શકે છે. આ મેદાનમાં લોકો માટે ટીવીઓ પણ ગોઠવવામાં આવશે.

Surat : પીએમ મોદીની જાહેરસભામાં અંદાજે 2 લાખ લોકોની હાજરીનો અંદાજ, ત્રણ હેલીપેડ તૈયાર કરાશે
approximately 2 lakh people in PM Modi's public meeting, three helipads will be prepared

Follow us on

આગામી 29 સપ્ટેમ્બરે સુરતના (Surat ) મહેમાન બનનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi ) લીંબાયત, નીલગીરી સર્કલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત થનારી જાહેર સભાને જંગી બનાવવા માટે શહેર ભાજપ સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. જિલ્લા પ્રશાસન, સુરત મનપા દ્વારા વડા પ્રધાન મોદીના હેલીપેડના સ્થળેથી જાહેર સભાના સ્થળ સુધીના રૂટને ટુ ડેટ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી જિલ્લા પ્રશાસન અને સુરત મનપાના તમામ ઉચ્ચ અધિકારીઓએ લીંબાયત ઝોનમાં ડેરા તંબુ તાણ્યા છે.

અંદાજે બે  લાખ લોકો વડા પ્રધાન મોદીની સભામાં હાજર રહે, તેવી શક્યતાને પગલે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મનપાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જાહેરસભા માટેના મુખ્ય અપગ્રાઉન્ડમાં સંપૂર્ણ ડોમ તૈયાર કરાશે જેથી કદાચ વરસાદ પડે તો પણ જાહેર સભાના આયોજનમાં મુશ્કેલી પડી શકે નહીં. જાહેરસભાના મુખ્ય ગ્રાઉન્ડની બાજુમાં આવેલ અન્ય ખુલ્લા પ્લોટમાં પણ વડા પ્રધાનને સાંભળવા આવનાર પ્રજાજનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી શકે છે. આ મેદાનમાં લોકો માટે ટીવીઓ પણ ગોઠવવામાં આવશે.

ત્રણ હેલિપેડ બનાવવાની તૈયારી

વોર્ડ દીઠ બસની વ્યવસ્થા હેલીપેડથી સભા સ્થળ માટે બે રૂટો નક્કી કરાયા લાખ લોકો માટેની બન્ને મેદાનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. વોર્ડ દીઠ ભાજપના કોર્પોરેટરો અને વોર્ડ સંગઠનને 10 હજાર લોકોને વડા પ્રધાન મોદીની જાહેર સભામાં લાવવા માટેનો લક્ષ્યાંક અપાયો હતો. અને વોર્ડ દીઠ તંત્ર દ્વારા બસ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક શાળાના ગ્રાઉન્ડમાં વડા પ્રધાનના સ્પેશિયલ ચોપર માટે ત્રણ હેલીપેડ બનાવવાની કામગીરી યુદ્ધસ્તરે થઈ રહી છે. હેલીપેડથી સભા સ્થળે આવવા માટે બે રૂટો પર હાલ વિચારણા ચાલી રહી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સ્થાનિક પોલીસ તંત્ર અને વડા પ્રધાનની સિક્યોરિટી દ્વારા સુરક્ષાના દૃષ્ટિ બિંદુથી કોઈપણ એક રૂટની પસંદગી કરવામાં આવશે. એક રૂટ અંદાજે 1.7 કિમી લાંબો છે અને જ્યારે બીજો રૂટ 2.5 કિમી લંબાઈનો રહેશે. બન્ને રૂટ પર વડા પ્રધાનના સ્વાગત માટેની તૈયારી કરવામાં આવશે. આ રોડ શો દરમિયાન પ્રજાજનો વચ્ચેથી થઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સભા સ્થળે પહોંચશે અને જંગી મેદનીને સંબોધશે. નોંધનીય છે કે, 2014 વડા પ્રધાન બન્યા બાદ વડા પ્રધાન મોદી પ્રથમ વખત સુરત મનપાના કોઈ પ્રોજેક્ટોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કાર્યક્રમ માટે આવી રહ્યા છે તેથી મનપા તંત્ર માટે આ ખૂબ જ ગૌરવની બાબત છે અને તેથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Next Article