Surat : બાળકોમાં રમતગમત માટે વધી રહ્યો છે ઉત્સાહ, ફિટનેસ સર્ટિફિકેટ માટે રોજના 15થી વધુ બાળકો સિવિલ આવે છે

|

May 18, 2022 | 6:43 PM

સ્પોર્ટ્સ (Sports )ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 22 થી 29 મે દરમિયાન ખેલ મહાકુંભમાં ઓલિમ્પિક રમતો ફૂટબોલ, હેન્ડબોલ, બાસ્કેટબોલ, હોકી અને વોલીબોલ તેમજ  નોન-ઓલિમ્પિક રમતો જેમ કે કબડ્ડી, ખો-ખો, દોરડા ખેંચવાની અને અન્ય રમતો હશે.

Surat : બાળકોમાં રમતગમત માટે વધી રહ્યો છે ઉત્સાહ, ફિટનેસ સર્ટિફિકેટ માટે રોજના 15થી વધુ બાળકો સિવિલ આવે છે
Children coming for fitness certificate in Civil Hospital (File Image )

Follow us on

સુરતમાં છેલ્લા ઘણા સમયથી બાળકોનો વિવિધ રમતગમત(Games ) તરફનો રસ ઝડપથી વધી રહ્યો છે. હવે સુરતમાંથી પણ અલગ અલગ રમતો માટે રાષ્ટ્રીય (National )અને આંતરરાષ્ટ્રીય (International )સ્તરના ખેલાડીઓ ઉભરી રહ્યા છે. હાલમાં સુરતના ખેલાડીઓ વિવિધ રમતોમાં માટે શહેર અને દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ જ કારણ છે કે દરરોજ 15 થી 20 ખેલાડીઓ પોતાનું મેડિકલ ફિટનેસ અને ઉંમરનું પ્રમાણપત્ર લેવા માટે સુરતની સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. પ્રમાણપત્ર મેળવવા આવતા બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,તેમના કહેવા પ્રમાણે તેઓ તેમના સિનિયરો પાસેથી પ્રેરણા લઈને રમતગમતમાં કારકિર્દી બનાવવા માંગે છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આગામી તારીખ 22 થી 29 મે દરમિયાન ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના  ખેલાડીઓ ભાગ લેવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે રિપોર્ટના આધારે ઉંમરનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ બનાવતા મેડિકલ ઓફિસર ડૉ. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે હવે પહેલા કરતાં વધુ બાળકો પ્રમાણપત્ર માટે આવી રહ્યા છે. પહેલા અમુક ગણતરીના  જ બાળકો આવતા હતા, પરંતુ હવે રોજના 15 થી 20 બાળકો ફિટનેસ સર્ટિફિકેટ માટે આવી રહ્યા છે. ઉંમરનું પ્રમાણપત્ર યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. જો કે, બાળકોને તેમની પ્રાથમિક તપાસ હોસ્પિટલમાં કરાવવાની હોય છે. તપાસનો રિપોર્ટ મંત્રાલયને આપવો પડે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 22 થી 29 મે દરમિયાન ખેલ મહાકુંભમાં ઓલિમ્પિક રમતો ફૂટબોલ, હેન્ડબોલ, બાસ્કેટબોલ, હોકી અને વોલીબોલ તેમજ  નોન-ઓલિમ્પિક રમતો જેમ કે કબડ્ડી, ખો-ખો, દોરડા ખેંચવાની અને અન્ય રમતો હશે. ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે સુરતના ખેલાડીઓ પોતાની ફિટનેસ અને ઉંમરના પ્રમાણપત્રો મેળવવા સિવિલ પહોંચી રહ્યા છે.

સુરતનો આવો જ એક ખેલાડી નમન જોશી છે. જે વેઈટ લિફ્ટિંગમાં કરિયર બનાવવા માંગે છે, નવમા ધોરણમાં અભ્યાસ કરતો નમન જોષી વેઈટ લિફ્ટિંગ માટે ઉંમરનું પ્રમાણપત્ર લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. તેણે કહ્યું હતું કે તેનો એક સિનિયર તાજેતરમા જ નેશનલ લેવલની રમત જીતીને આવ્યો છે. તેમાંથી પ્રેરણા લઈને તેની ઉંમરના બીજા  10 થી 12 વિદ્યાર્થીઓએ વેઈટ લિફ્ટિંગની તૈયારી શરૂ કરી દીધી છે. મેં પણ બે સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે. જે બંને સ્પર્ધા હું જીત્યો છું. હવે હું વેઇટ લિફ્ટિંગમાં આગળ વધવા માંગુ છું.

Next Article