Surat : ઉમરપાડામાં વ્યાપક વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થતા વળતર ચૂકવવા માગ

|

Jul 23, 2022 | 9:44 AM

આ મામલે સરકારને(Government ) રજુઆત કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તેવી રજુઆત કરવામાં આવી છે. 

Surat : ઉમરપાડામાં વ્યાપક વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થતા વળતર ચૂકવવા માગ
Farmers demand for compensation (File Image )

Follow us on

ઉમરપાડા(Umarpada ) તાલુકામાં વ્યાપક વરસાદથી કૃષિ(Farms ) પાકને થયેલ નુકસાન નું તાત્કાલિક ધોરણે ખેડૂતોને(Farmers ) યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, ચાલુ વર્ષે છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના કૃષિ પાક તદ્દન નિષ્ફળ ગયા છે. આ બાબતે ઉમરપાડા તાલુકા આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના આગેવાનો અને કાર્યકરોએ એક આવેદન પત્ર મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં રજુઆત કરતા તેમણે જણાવ્યું હતું કે ખેતી ઉપર નભતા મહત્તમ નાના-મોટા આદિવાસી ખેડૂતોએ ખેતીમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ તમામ વાવેતર વધુ વરસાદને કારણે નિષ્ફળ ગયું છે તેમજ અતિ ભારે વરસાદથી તમામ કૃષિ પાક નિષ્ફળ ગયો છે. ખાદ્ય પાકો અને શાકભાજી પાકો માં પારાવાર નુકસાન થતાં મરણતોલ આર્થિક નુકસાન નો મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે.

આ સંજોગોમાં ખેડૂત વર્ગને સહારો મળે તે જરૂરી છે ખાસ ઉમરપાડા તાલુકાના આદિવાસી વિસ્તારના ખેડૂતો ની હાલત દયનીય બની છે ત્યારે અસરગ્રસ્ત તમામ ખેડૂતોના કૃષિ પાક ના નુકશાન નો સર્વે તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને નુકસાની અનુસાર વિસ્તારના તમામ ખેડૂતોને યોગ્ય વળતર સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

નોંધનીય છે કે સુરત જિલ્લામાં પાછલા દિવસોમાં વરસેલા વરસાદમાં સૌથી વધારે વરસાદ ઉમરપાડા તાલુકામાં વરસ્યો છે. વરસાદના પાંચ દિવસમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાતા અહીં જળબંબાકાર જેવી હાલત ઉભી થઇ હતી. જેના કારણે જનજીવન તો પ્રભાવિત થયું જ હતું પરંતુ ખેડૂતપુત્રોને પણ પાકને નુકશાન થતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

પાકને મોટા પાટે નુકશાન થતા હવે તેની ભરપાઈ કરવા તેમજ ખેડૂતો પર આવેલા આર્થિક નુકશાનના બદલામાં વળતર ચુકવવાની માંગણી ઉઠી રહી છે. અને આ મામલે સરકારને રજુઆત કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તેવી રજુઆત કરવામાં આવી છે.

Input Credit Suresh Patel (Olpad )

Next Article